Posts

Showing posts from March, 2022

શીર્ષક - વિશ્વ જળ દિવસ , મીના વ્યાસ - વડોદરા

Image
  આ ધરાથી જળ વસે વાદળ સુધી, તોય ક્યાં પહોંચી શકાયું તળ સુધી. સ્પર્શ નાજુક પામતા ખીલી ઉઠ્યું, વ્હાલ વિસ્તાર્યું હતું ઝાકળ સુધી. કર્મ સીંચી, ભાગ્ય નીપજે એ મુજબ, મૂળમાં સિંચેલ પાણી ફળ સુધી. શબ્દ ભીના થઇ કલમથી ઊતર્યા, આંખથી આંસુ સર્યા, કાગળ સુધી. તાગ જો પામી શકો ઊંડાણનો, માપજો, દરિયાદિલી થી છળ સુધી. મીના વ્યાસ , વડોદરા