Posts

Showing posts from March, 2021

एक पक्षी ✍️ हेमा बाजपेई , अहमदाबाद

Image
एक पक्षी जमी से आसमां की दूरी तय करता,  तो एक पक्षी बंधिसो मैं कहीं बंध जाता.... एक पक्षी जो गगन संग इठलाता,  तो एक पक्षी शोर कर गीत सजाता... एक पक्षी कि गूंज जग को भाती,  तो एक पक्षी सलाखों में कहीं दम तोड़ता....  एक पक्षी रोशनी को तलाशता,  तो एक पक्षी रोशनी संग ख्वाब सजाता.... एक पक्षी कि चीख पर वाह-वाही मिलती, तो एक पक्षी कि पुकार दफन हो जाती... एक पक्षी सबको मन से भाता,  तो एक पंछी सबके मन से उतर जाता..... हेमा बाजपेई अहमदाबाद ખાસ નોંધ - આ લખાણ લેખક ના પોતાના વિચારો થી છે ...લખાણ માટે બ્લોગ જવાબદાર નથી.

દમદાર વ્યક્તિત્વ ( કવિતા ) ✍️નલિની પંડ્યા "નંદિની"✍🏻

Image
                   ચાલે ને ધરણી ધ્રૂજે....  શું એને દમદાર વ્યક્તિત્વ કહેવાય?? મંચ પર પ્રમુખસ્થાને બિરાજે.. શું એને દમદાર વ્યક્તિત્વ કહેવાય?? જ્યાં જાય પોતે ત્યાંથી જ રસ્તો શરુ થાય એને જ દમદાર વ્યક્તિત્વ કહેવાય..??? ના....ભાઈ...ના... મારે તો... જીવનની લંબાઈને બદલે ઊંચાઈને  જીવવા આતુર હોય એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે...!! સૌને થવું ઉપયોગી, કોઇના કામમાં અંતરાયો ઉભા કરી આગળ ન વધવા દેવા એવાં વ્યક્તિત્વનું શું કામ..?? કોઈના માટે પગથિયાં ન બનુ પણ ખાડો બની નીચે ન પાડું એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે. લાખો લોકો ભલે સલામ કરે પણ,  મા-બાપ પાસે બેસી રોજ વાતો કરું એવું દમદાર વ્યક્તિત્વ બનવું છે.  શ્રાદ્ધ ભલે ન કરું પણ એમને  ભાવતી વાનગી પીરસી શકું એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે. નાના હાથે મોટી સેવા કરું, જનસેવાને પ્રભુસેવા ગણી સમાજને ઉપયોગી થાઉં એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે. નલિની પંડ્યા "નંદિની" ▪️ ખાસ નોંધ - આ લખાણ લેખક ના પોતાના વિચારો થી છે. 

દહેજની દહેશત (વાર્તા ) આયેશા ✍️ મીરા ડી વ્યાસ - રાજકોટ

Image
આયેશા તેના માતા પિતાની લાડકવાયી દીકરી હતી બાળપણથી લઈને તો ડિગ્રી સુધી ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી  ગુર્જરનગરી અમદાવાદમાં નાનેથી મોટી થયેલી . એ આજના જમાનાની આધુનિક વિચારો ધરાવતી આધુનિક યુવતી હતી એમ. એ .સુધી અભ્યાસ કરેલો હતો. અને મામા ઝાલોર શહેરમાં રહેતા હોય છે તો આયેશા પહેલા તો પોતાના પરિવાર સાથે અવારનવાર પ્રસંગોપાત જતી આવતી મામાના ઘરે મામા પણ શિક્ષિત અને પાછા વકીલ હતા પરિવાર આખો જમાના મુજબ તાલમેલ રાખતો એટલે દીકરી આયેશાનો ઉછેર પણ દીકરા જેમજ કરેલો પરવરીસ ખૂબ જ સારી રીતે સંસ્કાર નું સિંચન કરીને એકદમ સારી રીતે કરેલ છે.   આરીફ પણ ઝાલોરમાં રહેતો હોય છે એટલે બંને જણા અવાર નવાર મળતા રહે છે અને ધીમે ધીમે બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી બંને એક મેક વિના રહી શકતા નહી. ! આયેશાનાં નિકાહની વાત ઘરમાં મમ્મી પપ્પા કરે છે  ત્યારે આયેશા કહે છે કે મમ્મી મેં આરીફને પસંદ કર્યો છે નિકાહ એની સાથે જ કરીશ ત્યારે મમ્મી અને પપ્પા બંને માની ગયા! અને ઝાલોર જઈને આરીફના મમ્મી પપ્પાને મળ્યા અને  આયેશાના નિકાહની વાત કરી તો એ લોકોને પણ કબુલ હતા નિકાહ નક્કી કરી નાખ્યાં અને તારીખ પણ નક્કી કરી નાંખ...

જગતતાત ✍️ મૈત્રી ઉપાઘ્યાય , અમદાવાદ

Image
  માનવી જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે તેને કઈ વસ્તુ કેવી રીતે ઉપયોગ કરવી તેની સમજ પડતી નહીં. ધીમે ધીમે મધ્ય પાષાણ યુગની શરૂઆત થઇ અને જેમાં માનવીએ સૌપ્રથમ ખેતીની શરૂઆત કરી. આ ખેતીની શરૂઆતથી જ માનવીની ભટકતા જીવનમાંથી એક સ્થાયી જીવનની શરૂઆત થઈ. આ ખેતી કરનાર માનવી ઓળખાયો ખેડૂત તરીકે.      ખેડૂત આમ અર્થ કરીએ તો ખેડ કરીને લોકોને અને પોતાનું ભરણપોષણ કરતો તાત એટલે ખેડૂત. બીજા શબ્દોમાં કહીએ તો અન્નદાતા- "અનાજનો દાતા".આજે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આપણે એમ સમજીએ છીએ કે દેશનો વિકાસ ખનીજો કે ઉદ્યોગોને કારણે થાય પણ હું કહીશ કે આ વાત તદ્દન ખોટી છે. આ દેશનો જો વિકાસ થતો હોય તો તેનું મુખ્ય કારણ છે ખેતી અને એ ખેતી કરનાર ખેડૂત. કારણ કે જો ખેડૂત અનાજ પકવશે તો લોકોને ખાવા મળશે અને જો અન્ન મળશે તો જ શરીરનો વિકાસ થશે અને તો જ બીજા કામ માનવી કરી શકશે.       સૌથી અઘરું કામ ખેતીનું છે. ખેડૂતને સૌપ્રથમ તો વરસાદની રાહ જોવી પડે છે. સારો વરસાદ પડે તો જ સારો પાક થાય અને તો જ ખેડૂતને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા મળી રહે. કેટ કેટલીયે પ્રક્રિયામાંથી પસાર થઈને ખે...

શિર્ષક : નારીનાં મનની વાત ✍️ ✍️ ગીતા ઠક્કર - ગીત , મુંબઈ

Image
નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી? પિયરમાં પારકી થાપણ ગણીને ઉછેરાતી, સાસરિયે પારકી જણી તરીકે ઓળખાતી, બે માંથી ક્યાં કદી એક પણ ઘરે સંપૂર્ણ સમાતી? નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી, વરસમાં એક દિવસ આદર સન્માન અનુભવતી, શેષ દિવસોમાં નારી ગરીમાને ઠેંસ પહોંચાડાતી, નિર્ભયા સમ વિના કોઈ વાંક શા માટે સજા મેળવતી? નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી, જજબાતોના ઝંઝાવાતમાં સતત અફળાતી, મિથ્યા રિવાજોની બેડીઓમાં સદા જકડાતી, ઈચ્છાઓના આકાશે ઊડવા ક્યાં કદી પંખ પામતી? ✍️ ગીતા ઠક્કર - ગીત , મુંબઈ