Posts

Showing posts from July, 2020

આજનો વિષય ➜ પંચાયતી રાજ .... સરકારી ભરતીઓ માટે મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી નોલેજ

Image
@Pocket_gk ➜ વિષય : પંચાયતી રાજ  👉 01. ગ્રામસભા નિયમિત રીતે મળે તેની કાળજી કોને લેવાની છે ? Ans : સરપંચ 👉 02. જુથ ગ્રામ પંચાયત સેવાના ગામો તથા લગ્નની નોંધણી અધિકારી કોને છે ? Ans : તલાટી કમ મંત્રી  👉 03. જિલ્લા સરકારી નીતિમાંથી ગ્રામ પંચાયતના કેટલું અનુદાન મળે છે? Ans : મહેસુલી આવક ના ૭ ૫ ટકા 👉 04. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે? Ans :ગ્રામ પંચાયત મંત્રી 👉 05. ગ્રામ પંચાયત ને કયો વેરો લાદી શકાય તો નથી ? Ans : જકાત વેરો 👉 06. જિલ્લા પંચાયત કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? Ans : ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ 👉 07. નાયબ ચીટનીશ અને તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે? Ans : મદદનીશ પંચાયત અધિનિયમ-૧૯૯૩ 👉 08. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે? Ans : તાલુકા વિકાસ અધિકારી 👉 09. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?  Ans : બે  👉 10. ગ્રામ પંચાયતમાં સરપંચ ની નિમણુક કોણ કરે છે ? Ans : મતદારો સીધા મત આપી ચૂટે છે 👉 11. છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ રસ્તા માં કઈ પંચાયત નો સમાવેશ થતો નથી...

શીર્ષક :- ચિંતનની પળે - કળશ પૂર્તિ ✍️ લેખક: કૃષ્ણકાંત ઉનડકટ

Image
તારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે! માણસે પોતાના જીવની પણ તપાસ કરતાં રહેવું જોઇએ. મારો જીવ તો ઠેકાણે છે ને? જો લાંબો સમય જીવ ઠેકાણે ન હોય તો સમજવું કે, જિંદગી આડા પાટે ચડી ગઇ છે. આપણો જીવ ઠેકાણે ન હોય ત્યારે આપણા હાથેથી થતા દરેક કામ નિર્જીવ જ થઇ જાય છે. મશરૂફ રહને કા અંદાજ, તુમ્હેં તન્હા ન કર દે ‘ગાલિબ’, રિશ્તે ફુર્સત કે નહીં, તવજ્જોહ કે મોહતાજ રહતે હૈ! -મિર્ઝા ગાલિબ દરેક જીવતો માણસ સજીવન જ હોય એવું જરૂરી નથી. જીવવું એટલે શ્વાસ ચાલવો નહીં, જીવવું એટલે ધબકવું. ધડકવા અને ધબકવા વચ્ચેનો તાર્કિક ભેદ કેટલા લોકોને સમજાતો હોય છે? ઘણા લોકોને જોઇને જ આપણને સમજાઇ જાય છે કે, એનો જીવ ઠેકાણે નથી! જીવ ઠેકાણે ન હોય ત્યારે માણસ જ્યાં હાજર હોય ત્યાં જ ગેરહાજર હોય છે. શરીરની સાથે મનની હાજરી પણ આવશ્યક હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે, જે જિંદગીની દરેક ક્ષણ ‘જીવતાં’ હોય છે. માણસ એની જિંદગીમાં કામચલાઉ રીતે કેટલીયે વાર મરતો હોય છે! એ સમય આયુષ્યમાં ગણાતો હોય છે, પણ જીવાયેલો હોતો નથી. મન ક્ષુબ્ધ થઇ જાય ત્યારે ક્ષણો જર્જરિત થઇ જતી હોય છે. માણસે પોતાના જીવની પણ તપાસ કરતાં રહેવું જોઇએ. મારો જીવ તો ઠેકાણે ...

શીર્ષક :- 🙏 માં કુળ દેવી માં🙏 લેખકશ્રી ✍️ મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા..

Image
             માં ભગવતી માં મારી કુળ દેવી માં નંદા...આનંદા માં તને કરૂં વંદન શત્ શત્.. સૂર્ય ચંદ્ર સમુ તેજ,,ઝળહળે, ઝગમગતું ચહુ દિશ.. અમી દ્રષ્ટિ ભરી આંખો તારી,, રૂપ રૂપનો અંબાર તું માં.. હું  છું  તારો અંશ,, કરાવજે સત્કાર્યો મારા હાથે.. લખાવજે તને ગમતું,મારા હાથે,, બોલાવજે તને ગમતું, મારા મુખથી.. વંચાવજે તને ગમતું,મારી આંખો થી,, કરાવજે ચિંતન તને ગમતું, મુજ મનથી..  સંકલ્પ એવા કરાવજે માં,, કરૂં અર્પણ તુજને,સુખ સઘળાં.. દુઃખ ભલે આવે જીવનમાં,, સ્વીકારીશ હું હોંશે,પણ.. દેજે શક્તિ સહેવાની..  સેવા સૌની કરતાં કરતાં,, ઓતપ્રોત રહું તુજમાં માડી.. કુટુંબ..પરિવાર..અને સૌ જન નું,, કરજે કલ્યાણ તું માં.. 'મૌની' કરે પોકાર તુજને.. સ્વિકારજે....તું  હેતે🙏 🙏🙏🙏🌹🌹🙏🙏🙏 મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા ..

આયુર્વેદ આર્ટિકલ :- પાયોરીયા ✍️ મીરા ડી વ્યાસ...રાજકોટ

Image
હાં તો મિત્રો આજનો આપણો ઘરગથ્થુ આયુર્વેદ ઉપચાર મોં માંથી ખરાબ વાસ આવવી,  પાયોરીયા પેટના રોગોના કારણે થાયછે જેના લક્ષણો નચે મુજબ જોવા મળે છે,  👉 દાતો ની માંસપેશીઓ ઢીલીપડીજાયછે,  પેઢા પોચા થઈ જાય, પેઢા પર સોજો આવીજાય અને ખુબ દુખાવા સાથે લોહી નીકળેછે, મોઢા માંથી વાસ ખૂબ આવવી ઉપર મુજબ લક્ષણો જોવા મળે તો તુરંત ઇલાજ ચાલુ કરીદેવો જોઈએ, ----:  ઈલાજ નીચે મુજબ છે  દેશી દિવેલ 25 ગ્રામલેવાનુ ગરમ કરી બોટલમાં ભરીલેવાનુ, તેમાં 4 ગ્રામ કપુરનો પાવર મીકસ કરી દાંત પર લગાવવાનુઆંગળી વડે.  દિવેલ ઘસવાથી પેઢા મજબૂત બનેછે અને કપુર થી જીવાણુ નો નાશ થાય છે અને પેઢા સડતા રોકેછે,  ---: લીમડાના પાન ગરમ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતદાંતનો સડો રોકીશકાયછે,  કોઈ પણ પ્રકારની ગયળી વસ્તુ ખાધા પછી કોગળા તુરંત કરી દાંત સાફ કરી લેવાના અઠવાડિયે એક વાર પાણી માં ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરીલેવાના જેનાથી દાંત ની સફાઈ થઈ જાય છે.  તુલસી ના પાન વાટી પેસ્ટ બનાવી દાંત પર લગાવવાની આંગળી વળે  કડવા લીંબડા ના પાન એક માટીના મોટા કોડીયા માં નાખી એકદમ બાળીને ...

શીર્ષક :- ખુશીનો ઑક્સિજન ✍️ ✒લેખક :- આશા વીરેન્દ્ર..Dt. 28-07-2020

Image
      થોડા દિવસ પહેલા પેપર હાથમાં લેતાંની સાથે આઘાતજનક સમાચાર પર નજર પડી.’સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા’. સુશાંતસિંહ-માત્ર 34 વર્ષનો યુવાન,દેખાવડો હસમુખો અભિનતા. એને આત્મહત્યા કરવાની શી જરૂર પડી? હજી કારણો બહાર નથી આવ્યાં પણ કહેવાય છે કે, કદાચ ડીપ્રેશનનું કારણ હોઈ શકે. હજી અઠવાડિયા પહેલા જ એની મેનેજર રહી ચૂકેલી દિશા સલિયને 14 મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. એની આત્મહત્યાનું કારણ પ્રેમમાં મળેલી નિષ્ફળતા હતું. સુશાંત એ આઘાતમાંથી બહાર ન આવી શક્યો હોય એમ પણ હોઈ શકે. ગણાવવા માટે તો ઘણાં કારણો હોઈ શકે. કોરોનાને લીધે ફરી વળેલું મંદીનું મોજું, એમાં ખરાબ રીતે ફસાયેલો ફિલ્મ ઉધ્યોગ, ખૂબ પ્રસિધ્ધિ અને સફળતાનો સ્વાદ ચાખ્યા પછીની હતાશા, નિરાશા. કુટુંબથી દૂર રહેવાને કારણે સતાવતી એકલતા અને અસલામતી...આવા આવા તો ગણ્યા ગણાય નહીં એટલાં કારણો. પણ સવાલ એ ઊભો થાય, કે આટલી જલ્દી હાર માની લેવાની? નાનું બાળક પાનાંની એક કે બે બાજી ઉપરા ઉપરી હારે એટલે પાનાં ફેંકી દે અને કહી દે, કે મારે નથી રમવું. જીવનની બાજી શું આમ સસ્તામાં ફેંકી દેવા જેવી છે? આપણે જાણીએ છીએ, કે હાથે કરીન...

શીર્ષક :- શ્રાવણ ✍️ મૈત્રી ઉપાધ્યાય..અમદાવાદ

Image
    રૂપિયાપુર નામનું એક ગામ હતું. આ ગામ ખેતરોથી ભરપૂર હતું. ધન-ધાન્યથી ભરપુર ગામમાં દુધાળા પશુઓની પણ કમી ન હતી. આ ગામનું દૂધ તો બીજા શહેરોમાં પણ વખણાતું હતું અને અન્ય ગામ અને શહેરમાં પણ જતું હતું. શ્રાવણ મહિનો આવે ત્યારે તો ગામના અને બહારના મંદિરોમાં દૂધની માંગ ખૂબ જ વધી જતી. જેમ દૂધ વધુ વેચાતું ગયું એમ દરેક પશુપાલકોમાં લાલચ વધતી ગઈ. તેઓ દૂધમાં વધુ પ્રમાણમાં પાણી નાખીને વેચવા લાગ્યા અને આવું પાણીવાળું જ દૂધ મંદિરોમાં જતું.    થોડા સમય પછીની વાત છે. શ્રાવણ મહિનાની શરૂઆત હતી અને દરેક પશુઓ પ્રમાણમાં ખૂબ જ ઓછું દૂધ આપવા લાગ્યા. દૂધનું વેચાણ પણ ઓછું થઈ ગયું. દરેક પશુપાલકો વિચારવા લાગ્યા કે આવું શા કારણે થઈ રહ્યું છે? અને થોડા સમય પછી તો કેટલાક પશુઓ પણ મૃત્યુ પામ્યા. દૂધ ન મળતાં કેટલાંક બાળકો પણ બીમાર પડવા લાગ્યા. શ્રાવણ મહિનામાં ગામમાં તહેવારને બદલે શોકનું વાતાવરણ સર્જાઈ ગયું.દરેક પશુપાલકોને અને ગામના લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને સમજાઇ ગયું કે,"આ આપણી કરેલી લાલચનું પરિણામ છે કે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન આપણી ઉપર કોપાયમાન થયા છે અને એટલે તેમને પ્રિય દૂધ આપણને...

શિર્ષક : - ડરું છું... ✍️ કવિયત્રી :- - કાજલ શાહ 'જલ'

Image
એવો  મળ્યો  દગો  કે  હું  લાડથી  ડરું છું, પંખી  થઈને  જાણે,   હું   ઝાડથી  ડરું  છું, રાખી  નથી  તિજોરી,  યાદો  ભરી  ભરીને, આ આંસુઓ  જે પાડે તે  ધાડથી  ડરું છું, છે બોલવું ઘણું પણ,ત્યાં પ્હોંચશે ખરું એ? અંકુર   નવું   ઉગેલું,   હું  તાડથી   ડરું  છું, ઊભો છું બુત બનીને, લીલા આ ખેત વચ્ચે, બનવું  છે મુક્ત  મારે, પણ  વાડથી  ડરું  છું, હું  પણ  કરી  શકું  છું, જેવાની  સાથ  તેવા, અંતરથી  'જલ'  ઉઠે  છે તે રાડથી  ડરું  છું. - કાજલ શાહ 'જલ'

શિર્ષક : અભણ...છંદ : રમલ ✍️ લેખિકા :- મીના વ્યાસ , વડોદરા

Image
લાગણી રાખી અભણ કારણ હશે, થાય છે ક્યાં વિસ્મરણ કારણ હશે. આમ તો આતુર મન મળવા ચહે, ના વધે આગળ ચરણ કારણ હશે. વહેતું બારેમાસ ખળખળ થઇ પ્રવાહ, એ સુકાઈ ગ્યુ ઝરણ કારણ હશે. રોજ દોડી જાય તારી પાસ મન, શાંત થઇ ગ્યું એ હરણ કારણ હશે. સામટી લઇ એષણા મળવું હતું, થાય ઈચ્છાનું મરણ કારણ હશે. છેતરે છે ખુદને, ટાળી મિલન, તોય છૂટે ના સ્મરણ કારણ હશે. એ ય પણ સંજોગ નહી તો બીજું શું? માર્ગમાં છે આવરણ કારણ હશે. ************************** મીના વ્યાસ વડોદરા

ગઝલ :- આપણી વચ્ચે ✍️ દિક્ષિતા શાહ "દીવ"

Image
હવા,પાણી, સૂરજના છે હવે રણ આપણી વચ્ચે, સ્મરણની સાથની રજના હવે કણ આપણી વચ્ચે. કશું બાકી પછી ક્યાં છે જ એ દરિયે અને કાંઠે, બચ્યા જે ઝાંઝવા ને જળ હવે ગણ આપણી વચ્ચે. વખત જો જાય કોનો વસવસો કરવો પડે,પૂછો? વિતી એ ક્યાં વધી કોઈ હવે ક્ષણ આપણી વચ્ચે. તૂટી જો જાય સગપણ તો ગુનો શાને હથેળીનો? ઘણાં ખાલી ઊભા તદ્દન હવે જણ આપણી વચ્ચે. બધું નિર્જન નથી સાખી શકાતું એટલા માટે, છે ફાલ્યા શૂન્યતાના જો હવે ધણ આપણી વચ્ચે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ✍️ દિક્ષિતા શાહ "દીવ" હજઝ  છંદ. (લગાગા ગા )4

લેખ:- એ વરસાદી મુલાકાત.. ✍️ જાની સોનલ"અવની" ( અમદાવાદ )

Image
                 અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો.ગાડી ના કાચમાંથી કંઈજ દેખાતુ નહોતુ.વાવાઞોડા સાથે સુસવાટા મારતો પવન તીવ્ર ગતી થી ફુકાઈ રહ્યો હતો.રસ્તા એકદમ સુમસાન બની ગયા હતા.વીજળી ના ચમકારા ચારેકોર થઇ રહ્યા હતા.              મારા અને પરમ ના પ્રેમ વિશે ની જાણ ઘરમાં થઇ ગયા બાદ મારુ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતું.આજ મારી ફ્રેન્ડ વિભાની સગાઈ હતી.આજ માંડ કરી પરમ ને મળવાનો મોકો મલ્યો હતો.મારી ફ્રેન્ડ અમારા વિશે બધુ જાણતી હતી .અેણે કહ્યુ તુ ચિંતા ના કરીશ હુ બધુ સાચવી લઇશ સોનુ. તુ જા અને છેલ્લીવાર એને મળી આવ.             બહુ દિવસો બાદ આજ સોનુ અને પરમ ની એટલેકે અમારી આ છેલ્લી મુલાકાત હતી.અમે બંન્ને કારમાં બેસી લોંગ ડ્રાઇવ પર નિકળી પડ્યા. વરસાદી વાતાવરણ ના લીધે કાર ચલાવવી મુશ્કેલ હતી. સુમસાન રસ્તાની બાજુમાં એક જર્જરીત ઞુપડી દેખાઈ.અમે કારમાંથી ઊતરી એ ઞુપડી માં ગયા.વિચાર્યું કે વરસાદ જરા ધીમો પડે એટલે નિકળી જઇશું. ઞુપડીના તુટેલા ભાગોમાથી વરસાદ વરસી રહ્યો હતો.હુ અ...

પ્રાધાન્ય આપ્યું મિત્રને ✍️ લેખક - રાગીની શુકલ"રાગ" (મુંબઈ ,કાંદિવલી.)

Image
.............................  પૃથ્વી પરનું એક દિવ્ય તત્વ, જાણે વિશેષ કદાચ. તારા ને મારા સંબધો મિત્રતાનાં તો..... ના તૂટે કદી... અને એના અધરો પર હું દુવા બની રહું. સંબંધ બાંધ્યા મારી લાગણીનાં મિત્ર. ને મેં એને પ્રાધાન્ય આપ્યું. દિલ તો બન્ને નું સરખું . તારા પ્રેમની બાહેાની ઘટા બની ખુશ્બુ . તારી નશે નશનો નશો બનયો મિત્ર. તેમને પણ આપ્યું પ્રાધાન્ય હર હમેંશ મિત્ર ને.. વિશ્વાસ આવ્યો.. અકબંધ લાગણીઓ.. બની અગ્રિમતા માં મારી મિત્રતાને ને લાગણીએ ના મેળા બંધાયા, ને પાંપણો પર પાળ ના બંધાય . આ લાગણીઓનાં વ્યવહાર માં.. રચાયા ખેલ કેટલા ? માત્ર તનના સંબંધોની .. જિંદગી નથી જીવાતી.. હર એક વસ્તુમાં. પ્રાધાન્ય આપવું પડે મિત્ર તને. જિંદગી જીવવા મનનાં સંબંધો કામ આવે છે. જોડાયા સંબંધો.. સાથે કામ નિભાવવાનાં પ્રેમ થી મિત્ર.   રાગીની શુકલ"રાગ" (મુંબઈ ,કાંદિવલી.)

🌷🌷🌷 દર્પણ 🌷🌷🌷 ✍️ મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા .

Image
મન કેરા ... દર્પણમાં,, સ્વપ્ન ની સૃષ્ટિ બની.. મળ્યાં જ્યાં નયન આપણાં,, એ પર્વ બન્યો આપણો.. મળ્યાં જ્યાં ..મગન થઇને બન્યું એ તીર્થ આપણું.. શ્વાસે શ્વાસે ધબકતું જીવન,, સ્વર્ગ સમું  એ લાગ્યું.. તું રહે ગમે ત્યાં તો પણ, હું રોજ નિહાળું તુજને.. ભીતરનો દીવો પેટાવીને,, ઝાંખી કરૂં મન દર્પણમાં.. શમણાં ને ઢંઢોળે..'મૌની' નિજાનંદ માં મસ્ત બનીને.. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા ,

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

Image
         નીરવ નામે એક અનોખું વ્યક્તિત્વ છે જે નીત નવું શોધવાની તરફેણમાં ઘુમતો હોય છે. નવું નવું જાણવાનું, શોધવાનું, અભિનવ પ્રયોગ કરવાનો આ તેના જીવનનો એક અભિન્ન ભાગ હોય છે. તે ક્યારેય જંપીને બેસતો નથી. કહેવાય છે, "જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ", પણ નીતાની જાણકારી મુજબ, "જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે નીરવ". તેના આ અભિનવ પ્રયોગને કારણે આકર્ષાયને નીતાએ નીરવ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો.          એક દિવસ બન્ને ફરતાં ફરતાં ખૂબ દૂર નીકળી ગયાં. સૂરજ પણ અસ્તાચળમાં જઈ રહ્યો હતો અને રક્તિમશી લાલીમાને પોતાના સર્વાંગી પથમાં રેલાવી રહ્યો હતો. મંદમંદ મુસ્કાનથી સંધ્યારાણી પણ પોતાનો પાલવ ફરકાવી રહી હતી. વાતાવરણ ખૂબજ આહ્લાદક બની ગયું અને તેઓ આ સંધ્યાને માણી રહ્યાં હતાં.          થોડે દૂર અવાવરુ ખંડેર જેવું મકાન દેખાતું હતું. એ બન્નેનું ધ્યાન તેના પર ગયું. તેમને થયું ચાલ આજે તો આ મકાનની મૂલાકાત લઈએ. એક અલગ દુનિયાની મુસાફરી કરીયે. કહેવાય છે જ્યાં કોઈ રહેતું ન હોય ત્યાં અગોચર મનમાં કોઈની હાજરી જરૂર જણાય છે. હવે આ હાજરી...

( છે જ નહિ ) ✍️ કમલેશ.. ઉપાધ્યાય .. મલ્હાર .. રાજકોટ

Image
જીંદગી સજા તો છે જ નહિ એ વિના મજા તો છે જ નહિ      છે જ નહિ ............ હા એ સાવ સાચું છે કે હવે કોઈ ને લજ્જા તો છે જ નહિ      છે જ નહિ .......... જવાબદારી એવી બલા છે એમાં ભૈ રજા તો છે જ નહિ       છે જ નહિ ....... મોત તો એક અવસર છે કહું ..? એ કજા તો છે જ નહિ      છે જ નહિ ........... ખાદિ પેર્યે , ગાંધી ન થવાય કોઈ માં ગજા તો છે જ નહિ       છે જ નહિ ............ જીવે છે ગરીબો ઘર વિના મલ્હાર છજા તો છે જ નહિ        છે જ નહિ ........... કમલેશ.. ઉપાધ્યાય .. મલ્હાર .. રાજકોટ

હોવું જોઇએ...(જે નહીં જ હોવાનુ..!) ✍️ --હર્ષદ રાવલ :- વલ્લભવિદ્યાનગર

Image
                        જીવવાનું કોઇ કારણ તો હોવું જોઇએ; વિષ છે તો વિષનું મારણ હોવું જોઇએ ! આમ આવરણો ઓઢીને ક્યાં સુધી રહેવું! એકાધ પળ માટે અનાવરણ હોવું જોઇએ! હર્યાભર્યા ઉપવનમાં પણ તડપતાં હોય છે; તરસે મરવા જરૂરી નથી રણ હોવું જોઇએ! કલુષિત હવામાં 'શ્વાસ'નું હોવું જાહોજલાલી; હવા ઝેરી થયાં પછી આ જ તારણ હોવું જોઇએ!! શમશીરથી જૈવિક શસ્ત્ર સુધી પહોંચ્યા પછી; લાગે છે ક્યાક હવે માનવ અભ્યારણ હોવું જોઇએ!  વૃક્ષ વાઢી ખુરશી ઘડી 'ને ઉપરથયાં અસવાર ; હવે કહે છે આ કપરાકાળનું નિવારણ હોવું જોઇએ !!                                        --હર્ષદ રાવલ                                          વલ્લભવિદ્યાનગર

🌹અચાનક 🌹 ✍️ હર્ષદ રાવલ , વલ્લભવિદ્યાનગર

Image
   રસ્તે જતાં એનું મળી જવું, સાવ અચાનક;    હા, આ એ જ,મનનું કળી જવું, સાવ અચાનક !    દૂરથી જોઇને જ મોં ફેરવી લીધું આજ;    મૃગ, મૃગજળને છળી ગયું, સાવ અચાનક!    થઇ રહ્યું છે આમ તો બધું ધારણાં મુજબનું;    પણ થઇ રહ્યું છે તોય બધું, સાવ અચાનક !    કલિનાં પગરણ થઇ ચૂક્યા છે; એ નક્કી,    એક જીવડું સાવજને ભરખી ગયું, સાવ અચાનક !    શહેર આખ્ખુંય હવે સૂમ-સામ ભાસે છે;    ઘર બહારથી કો'ક બંધ કરી ગયું, સાવ અચાનક !    શંકાની નજરે જોતાં થઇ ગયાં એક-મેકને;    માણસાઇની કતલ કોણ કરી ગયું, સાવ અચાનક !                                      --હર્ષદ રાવલ                                      વલ્લભવિદ્યાનગર, 👉 રચના નંબર - ૨ 🌹શ્રાવણ માસ🌹 ઉચાટ વધી ગયો'તો       ...

તા:-૨૩/૦૭/૨૦૨૦ :- વિભાગ..બાળગીત :- શિર્ષક :- મારે જુનાગઢ નુ ઝુ જોવુ છે ✍️ જાની સોનલ , અમદાવાદ

Image
જોવુ છે ભાઈ જોવુ છે મારે જુનાગઢ નુ ઞુ જોવુ છે જોવો છે જોવો છે મારે  કુદા કુદ કરતો વાંદરો જોવો છે, જોવો છે જોવો છે પેલો ટપકી વાળો દીપડો જોવો છે, જોવો છે જોવો છે મારે ગર્જના કરતો સાવજ જોવો છે, જોવા છે જોવા છે મારે સુંદર શીંગ વાળા હરણા જોવા છે, જોવા છે જોવા છે મારે ચટ્ટાપટ્ટા વાળા જીરાફભાઈ જોવા છે, જોવી છે મારે જોવી છે પેલી પાણીમાં પડેલી મગર જોવી છે, જોવુ છે ભાઈ જોવુ છે મારે રુછડા વાળુ રીછડુ જોવુ છે, જોવી છે ભાઈ જોવી છે મારે કાટાવાળી શેઢણ જોવી છે, જોવુ છે મારે જોવુ છે ત્યાનું રંગબીરંગી પક્ષી ઘર જોવુ છે, જોવુ છે મારે જોવુ છે ત્યાનું સુંદર માછલી ઘર જોવુ છે, જોવુ છે ભાઈ જોવુ છે મારે અલગ અલગ સાપોનુ ઘર જોવુ છે, જોવા છે મારે જોવા છે ત્યાના આકર્ષીત સાબર જોવા છે, જોવો છે મારે જોવો છે પેલો પાંજરે પુરેલો સફેદ મોરલો જોવો છે, જોવુ છે મારે જોવુ છે ભાઈ સક્કરબાગ કેરુ મ્યુઞીયમ જોવુ છે, રમવુ છે મારે રમવુ છે ત્યાના હરિયાળા બાગમાં રમવુ છે, જોવુ છે મારે જોવુ છે ત્યાનુ સફારી બાગ મારે જોવુ છે, જાણીને સૌને કહેવુ છે ભાઈ આ પ્રા...

હે શિવ તારી મહિમા છે ન્યારી.. ✍️ ગાયત્રી પટેલ સુરત

Image
હે શિવ તારી મહિમા છે ન્યારી. દુનિયાને અલગ રીતે સમજાવે જાણી. તારી ઘણી કથાઓની અલગ છે વાણી. પ્રભુ તું જ મહાદેવ નિલકંઠ ધારી. પ્રભુ તારી માહિમાની લીલાઓ પ્યારી . સર્વ વિપદાઓ તમે જ છે ટાળી. આ વિપડા પણ દૂર કરો કૈલાસના નિવાસી. ગાયત્રી પટેલ આપ સૌ મિત્રોને શ્રાવણ માસ ના અભિનંદન🙏🏻ૐ નમઃ શિવાય🙏🏻

🔅દીકરી🔅 :- (મારે પણ એક દીકરી હોત...) ✍️ નલિની પંડ્યા "નંદિની"

Image
કાશ....મારે પણ એક દીકરી હોત....!! ઘરની દિવાલો પણ બોલતી હોત...! સૂનાં છે ઘરના ટોડલા 'ને ટોડલે મોર ટહુકતા હોત...!! કાશ..મારે પણ એક દીકરી હોત..!! અંકૂર પાંગર્યું  એની કૂખે ને હરખઘેલો હું... દીકરી આવશે એ વિચારે ઘેલો ફરતો હું.. બંને સાથે બોલ્યા હતા કે, દીકરીનું નામ રાખશું પીહુ...!! કોયલ જેવી મધુર રણકતી, છમ છમ પાયલ પહેરાવીશું, હું ચોટલો બાંધીશ 'ને એ કહે હું છુટ્ટા રાખીશ કેશ...!! નિત નવી ફેશનનાં કપડાં, નવી રમતો શીખવજે તું...!! પૂરણમાસે દીકરો અવતર્યો 'ને હરખ સાથે મીઠો શોક...!! કાશ....મારે પણ એક દીકરી હોત..!! દીકરી તો એક ઉત્સવ કહેવાય.. શરણાઈનો સૂર વાગ્યો હોત...!! શકુંતલાની વિદાય  જો કણ્વ ઋષિના હ્રદયને પણ આર્દ્ર કરે... તો હું તો પામર માનવી ઢગલો થઈ ગયો હોત.... પણ... મારે પણ એક દીકરી હોત..!! દીકરી છે તો સૃષ્ટિ સુંદર, ભીની ભીની ભાવસભર નર્તન કરતી ને ધરતીને આનંદથી ભરનારી, કાશ...મારે પણ એક દીકરી હોત...!! નલિની પંડ્યા "નંદિની" 👉  naliniapandya@gmail.com

શિર્ષક :- દેવો ના દેવ મહાદેવ ✍️ -જાની સોનલ"અવની"...અમદાવાદ

Image
મન કેરા વણાંકોને પાર લગાવે મારા મહાદેવ શ્રાવણ કેરા માસે પધારે મારા મહાદેવ  મન થી અેકદમ ભોળા મારા મહાદેવ  જો બગડે તો ત્રીજુ નેત્ર ખોલે મારા મહાદેવ  મન કેરી અવિરત આશા મારા મહાદેવ  જેના પર પુરો હોય વિશ્વાસ એ મારા મહાદેવ  ભેદ ભાવ રાખે નહી દેવ અને રાક્ષસો મા  એવા ઉદાર હ્દય વાળા મારા મહાદેવ  ભોળા ની ભક્તિ મા રહેતા લીન સૌ ભક્ત જન  દેવોના એ દેવ પણ મારા મહાદેવ          - જાની સોનલ"અવની"              અમદાવાદ

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

Image
માટી ઈંટના ચણતરમાં, ના જોયા,  ઘર   દીકરીએ...., માવતર ના ઘરેથી પ્રેમ નો.., વારસો લઇ, નવવધૂ બની... નીસરી ઘર બનાવવા...... નીજ ઘરમાં પ્રેમની લ્હાણી કરી.. સર્વના દિલોમા ઘર બનાવ્યા.. દિલોમા પ્રેમનો વાસ કર્યો....... બન્ને ઘરમા જમાવટ રાખ્યો ..... માવતરમા વ્હાલ....ને......   નીજ ઘરમાં, સ્વમાન મળ્યા.. ને..  અનેકના દિલોમા ઘર સ્થાપ્યા ... આનંદ ઉમંગ સાથે એ ઘરમા..,  રહે છે............. દક્ષા ઠાકર..... અમદાવાદ.... 👉 રચના નંબર - ૨ પરિવાર ખુશીઓ નો દરવાજો છે પરિવાર જીવનભરની પૂંજી છે પરિવાર.. અનંત  આનંદ નો ખજાનો છે પરિવાર.. માબાપ ની મમતા માં  વસે છે  .... પરિવાર.. જીવનભરનો સાર,, પરિવાર થકી વંચાય.. નાજુક , સંબંધો હેતના,,  પરોવજો માળા  પ્રેમની.. બની રહે મિત્રો,  યુવાનો પરિવાર ના.. બની રહે સખીઓ,  વહુ દીકરી પરિવાર ની.. બની રહે વડલા સમ, વડીલો પરિવાર ના.. અનુભવીએ સૌ ગર્વથી,  પરિવાર ના સુખદ સ્વરૂપ ને.. દક્ષા ઠાકર,, 'દક્ષુ' અમદાવાદ.... 👉 રચના નંબર - ૩  સાતે વારો ના ના...

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

Image
નભ ગાજે ને વરસે ધીમી ધારે, આ તો શ્રાવણનાં સરવરીયાં થયાં. કાના ને રાધા ઝૂલે હિંડોળે, મલ્હારનાં કિર્તનો ગવાયાં. આવે તહેવારો જાત જાતના, ફૂલી ફાલી બોલી બોલાણાં. બેનીનાં પ્યારમાં બંધ આંખોએ, ઝરતાં આંસુઓ મારા ત્રાજવે તોલાણાં. આઠમની મધરાતે જન્મ ધરીને, શીર પર બીરાજી યમુના પાર ઉતરાયાં. ગામ ગોકુળીયું આજ ઘેલું થયું છે, નંદ ઘેર આનંદ ભયોના ઉત્સવ વધાયાં આમ હરી અને હરનું આરાધન કરતાં, "સખી" શ્રાવણનાં મહિમા ઉજવાયાં. રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા. 👉 રચના નંબર - ૨ ખેલ મારી જીંદગીમાં આવી ખેલ ખેલી ગયો, ધોળે દિવસે આભના તારા બતાવી ગયો. મેં તો તને દિલથી ભરપૂર પ્રેમ કર્યો હતો, કઠપૂતળીના ખેલની જેમ નચાવી ગયો. તારી પાછળ મારા અરમાનોની હોળી થઈ, મહેફિલમાં આવીને મારો સમય બગાડી ગયો. રાતોની રાતો ઉજાગરાની રતાશ આ આંખોમાં, ધડીક બંધ આંખોએ સપનામાં આવી જગાડી ગયો. વગર ચોમાસે આંખોમાં ધોધમાર પૂર આવ્યું, કોરા રહીને પણ અંદરથી મને પલાડી ગયો. વિરહની વેદનામાં એ લાગણીઓને બતાવી દીધી, ગમના સાગરમાં મારી જીંદગી ડૂબાડી ગયો. "સખી" જીંદગી તો ખેલ ખેલતા...

વોટસએપ વગર એક દિવસ. (હૈયુ જાણે 'Oxygen' પર..😀) ✍️ -હર્ષદ રાવલ , વલ્લભવિદ્યાનગ

Image
             લખી લખી કોને રે સંભળાવું આ દુ:ખ કોનાં આગળ ગાઉં બસ એક..એક જ દિવસ વોટસ એપ વગર રે'વાનું એવું આ મનને કેમ સમજાવું રે....લખી લખી સવાર પડતાં તમે 'હલ્લો' કહેતાં, 'ને તરત જ હું વોટસએપ ખોલી 'હાય' કહેતી આજ તો બસ સવારથી એકલી હાયવોય થી ચલાવું રે....લખી લખી ઇ ખીલતાં ગુલાબનાં ગોટા તમે મોકલતાં ઇ ના જડે નહીં જગમાં જોટા...આજ તો  બસ ગુલાબ પાછળનાં  કાંટાનું ભોંકાવું રે.....લખી લખી   પડી ગઇ અહીં બપોર વોટસએપ વના એકાંત ઘનઘોર 'એ હાલો જમવા " કહી  e-કઢીનાં કટોરા  કોને હું પીવરાવું રે....લખી લખી બસ હવે રાત પડવા આવી ધીરજની હદને હું અડવા આવી કેમ કહું , "જી.એન. એસ.ડી." 'ને આ મીણ બત્તીયું કેમ  હું સળગાવું રે.......લખી લખી..                                  --હર્ષદ રાવલ                                   વલ્લભવિદ્યાનગર  

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

Image
શ્રી જલારામ ખમણ હાઉસ તરફથી લેટેસ્ટ અને ચટપટી ફરાળી વાનગીઓ ની વણઝાર, (1) ફરાળી હાંડવો સામગ્રી: બટાકા ની છીણ એક કપ, પલાળેલા સાબુદાણા, રાજગરો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો ભૂકો ૨ ચમચી, ૧ ચમચી દહીં, ખાંડ, આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી, લાલ મરચું, અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો, સ્વાદાનુસાર મીઠું. રીત: ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું, હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું, ૧ ચમચી તલ નાખવા, લીમડો નાખવો, પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું, ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે. ……………………………….................. (2) કેળા ના પકોડા સામગ્રી: ૨ પાકા કેળા , અડધો કપ શિંગોડા નો લોટ, મીઠું, શેકેલું જીરા પાવડર અડધી ચમચી, આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી, દહીં ૨ ચમચી, રીત: પાકા કેળા ના ટુકડા કરી, બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા, હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા. …………………………....................... (3) ...

🌷🌷 स्वाभिमान 🙏🌷🌷 ✍️ લેખિકા -- मीनाक्षी त्रिवेदी, 'मौनी' , वडोदरा

Image
आस्तित्व की तलाश में,  कुछ पाने की आस में।  फिरती रही  मैं दर-ब-दर, पर सब है उससे बेखबर।  अब तक मैंने हर दर्द सहा,  मुझे न अब ये सहना है। मैंने तो अब ये ठान लिया,  हर हाल में,खुश, मुझको रहना है। मुझे नहीं  अभिमान मुझे जीना है स्वाभिमान से मुझमें दुर्गा, मुझमें काली, मैं हूँ तुमसे बलशाली। अपमान कभी ना किया करो तुम, पूँजी है  मेरी, मेरा स्वाभिमान मीनाक्षी त्रिवेदी, 'मौनी' वडोदरा ,