Posts

Showing posts from August, 2020

શીર્ષક :-બનાવીએ બનાવીએ ( બાળગીત ) ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ

Image
  બનાવીઅે બનાવીઅે ચાલો રેતી નું ઘર બનાવીએ દરિયા કિનારે બેસીએ રેતીનો ઢગલો કરીએ ચોરસ આકાર આપીએ ઉપર ત્રિકોણ બનાવીએ ધર ફરતે પાર બનાવીએ ઢીંગલી મુકી એને સજાવીએ, બનાવીએ બનાવીએ ચાલો ફૂલોની વેણી બનાવીએ બાગમાં જઇ ફૂલડા ચૂંટીએ સોય દોરા માં પરોવીએ ફૂલો ને સોય વડે ગુંથીએ ફૂલોને લાઇન બધ્ધ ગોઠવીએ વેણીને માથામાં સજાવીએ, બનાવીએ બનાવીએ ચાલો કાગળની હોડી બનાવીએ કાગળ ને ચોરસ કાપીએ સામ સામે ક્રોસ માં વાળીએ  આગળ પાછળ કાગળ ને ખેંચીએ નીચેના ભાગ ને હથેળીમાં ઘસીએ હોડીને પાણીમાં વહેતી મૂકીએ, બનાવીએ બનાવીએ ચાલો નકશો બનાવીએ જમીન પર નકશો દોરીએ દોરેલી લાઈન પર પથ્થર નાના મુકીએ  દુધીયા ચોક નો ભૂકો કરીએ સાગર બતાવવા એને પાથરીએ રણ બતાવવા રેતી પાથરીએ પાનની ડાળી મુકી જંગલ બતાવીઅે રૂ પાથરી હિમાલય દર્શાવીએ  બનાવીએ બનાવીઅે ચાલો પતાનો મહેલ બનાવીએ એકબીજા સાથે ત્રાસા કરી ગોઠવીએ ઉતરતા ક્રમે લાઇનો બનાવીએ માળ ઉપર માળ ને ચણીએ ખાસ ધ્યાનને કેન્દ્રિત કરીએ બનાવીએ બનાવીએ ચાલો મનગમતું કંઈક બનાવીઅે         -જાની સોનલ"અવની"              અમદાવાદ

✍️ વર્તમાન સમયમાં વૈશ્વિક બદલવ ✍️ લેખિકા : રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

Image
            આ તો કુદરત છે. જે આવે છે એ માનવ સર્જિત અથવા તો કુદરતી આપત્તિ આવે છે. જ્યારે તેનો કોઈ ઉપાય હોતો નથી ત્યારે બધાં હથિયાર હેઠાં મૂકી દેવાય છે. ગરીબથી માંડીને તવંગર દેશ અને દુનિયાના માણસો એવી લાચાર સ્થિતિમાં મૂકાય જાય છે કે તેઓ આ મુશ્કેલી માંથી કોઈ માર્ગ શોધી શકતાં નથી. જે ઉત્પાત થાય છે તે લાચાર થઈને જોયાં કરે છે તો પણ જાતે સુધારવાનું નામ લેતાં નથી.           સમગ્ર વિશ્વમાં આજે આ પરિસ્થિતિ છે. એકબીજા પર દોષારોપણ કરે છે અને પોતાની પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે સરહદ પર હુમલાઓ અને દેશમાં આતંકવાદીઓ ઘુસાડવાનું ખરાબ કાર્ય કરતાં હોય છે. આવું કરીને પોતાની નીચી જાત બતાવી દે છે. ખોટા સંરક્ષણ ખર્ચાઓ કરી દેશને દેવામાં ડૂબાડી આ કોરોના જેવી મહામારી માંથી બચવા અને ફંડ ભેગું કરવા હાથમાં કટોરો લઈ ઉભા રહે છે. આ સમય લડવાનો નથી. એકબીજાને સાથ આપવાનો છે. જે મહામારી ફેલાઈ છે તેને દૂર કરવા ખભેખભા મિલાવવાના છે. કોઈનો દોષ જોવાને બદલે હવે આમાંથી કેવીરીતે બહાર નીકળાય એ વિચારવાનું છે. કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. જે સાધન સંપન્ન દેશો છે અને ગંભ...

હે વિઘ્નહર્તા ✍️ દક્ષા ઠાકર , 'દક્ષુ'

Image
વક્રતુંડ..મહાકાય એવા,  સુમૂખ,કપિલ,ગજકર્ણક.. લંબોદર,વિકેટો,વિજ્ઞહર્તા,વિનાયક, તમારૂં સ્વાગત કરૂં હું પૂર્ણ પ્રેમ.. નિત્ય કરૂં છું પૂજા અર્ચના,  ભાવ મારો સ્વીકારો.. હાથમાં કંકુ ને ચોખા,  લાલ ફૂલો થી વધાવુ હું.. સવાર સાંજ કરૂં આરતી, રસ થાળ ધરાવું મોદક સાથે.. એક વિનંતી મારી તુજને , હે વિઘ્નહર્તા, "વિઘ્નો કરજો જગતના દૂર," આ મહામારીની આફતને જે, આવી છે દુનિયા માં .. તુર્તજ  તેનું છેદન કરીને, નિવારણ કરજો ત્વરીત.. દક્ષા ઠાકર,,'દક્ષુ' ખાસ નોંધ 👉  (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

કિંમત ✍️ નલિની પંડ્યા "નંદિની"

Image
  "માણસ બહુ સારા હતા" દરેક વખતે દરેક જનારની શોકસભામાં આવું કહેવાય. મતલબ, માણસની કિંમત માણસના ગયા પછી જ થાય. સમજી લો કે જે  છે હયાત એને, ખૂબી અને ખામી સાથે જ સ્વીકારાય. કોઈને કોઈ ઉણપ તો હોય જ, જણ કે જણસની ધારી કિંમત અંકાય?? પુર્ણની શોધમાં છો...??  તો ભૂલ કરો છો.... નહીં મળે પૂર્ણ, કોઇપણ કિંમત ચૂકવાય...!! પૈસાની કિંમત વ્યવહારમાં જ થાય, પણ તમારા બોલેલા શબ્દની કિંમતથી તમારું વ્યક્તિત્વ અંકાય..!! સમયની બલિહારી જુઓ, ઘરમાં વડીલોની કોઈ કિંમત ન થાય. સમયની પણ કિંમત જાણો. સમયે કામ ના કરો તો કામની કિંમત પણ કોડીની થાય.....!!! નલિની પંડ્યા "નંદિની" ખાસ નોંઘ 👉   (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) 👉  naliniapandya@gmail.com

શીર્ષક :- ડાયરી ✍️ મૈત્રી ઉપાધ્યાય , અમદાવાદ

Image
    તૃષા એક ખૂબ  પ્રેમાળ અને સમજદાર છોકરી હતી. નાનપણમાં જ તેણે પોતાની માને ગુમાવી હતી.પિતાએ બીજા લગ્ન કરતા ઘરમાં સાવકી મા આવી હતી.જે તૃષાને ખૂબ ત્રાસ આપતી હતી. તૃષાના જીવનને તેણે નરક બનાવી દીધું હતું. તૃષાના પિતાને બધી ખબર હોવા છતાં તે બીજી પત્નીના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા હતા કે પોતાની દીકરીની તકલીફ તરફ ધ્યાન જ નહોતા આપતા.ઘણીવાર તે પણ તૃષાને ફટકાર આપી દેતા.તૃષાને ડાયરી લખવાની સારી આદત હતી.તે પોતાની સાથે બનેલ બધી જ સારી-ખરાબ બાબતોને ડાયરીમાં લખતી.     એક દિવસની વાત છે.તૃષાની સાવકી માએ તેને એટલો બધો માર માર્યો કે તૃષાને માથામાં ખૂબ જ ઈજા થઈ.તેને દવાખાનામાં દાખલ કરી. તૃષાને ખબર પડી ગઈ હતી કે હવે તે પોતે બહુ જીવી શકે તેમ નથી.બે દિવસ બાદ દવાખાનામાં જ તેનું મૃત્યુ થયું. ડોક્ટરે તૃષાની ડાયરી તેના માતા- પિતાને આપી.      તૃષાની ડાયરી તેના માતા-પિતાએ વાંચી જેમાં લખ્યું હતું કે,"પપ્પા તમે તો તમારી દીકરીને ભૂલી જ ગયા હતા અને મારી સાવકી માએ પણ ક્યારેય મને પ્રેમ ન કર્યો.હું તો હંમેશા તમારી "પ્રેમની તૃષા"ને ઝંખતી રહી.પણ તે ક્યારેય તૃપ્ત ન થઈ,પણ હું આભાર માનીશ તમ...

તને છેલ્લી વારનું આવજો...✍️ લેખક: સ્વાતિ સીલ્હર

Image
આદરણીય બિહાગ, મુખવાસના ડબ્બામાં કાગળ જોઈ તમને આશ્ચર્ય થયું હશે હેને ?.. પણ હું જાણું છું કે તમને કામ શિવાય બેગના એકેય ખાના ખોલવાની આદત નથી... અને આ કાગળ કેટલાય દિવસ સુધી વાંચ્યા વિનાનોજ રહી જાત  અને તમને આ જણાવવું જરૂરી હતું એટલે છેવટે મેં ટીફીનમાં મુકવાનું નક્કી કર્યું પહેલા રોટલીના ડબ્બામાં મુક્યો પણ તમારા અધીરીયા સ્વભાવને કારણે તમે જમ્યા પહેલાજ વાંચવાનું શરુ કરી દેત અને પછી કદાચ ટીફીન એમનું એમજ રહી જાત એટલે મેં છેલ્લે ખુલતા મુખવાસના ડબ્બામાં મુક્યો..  અરે હું પણ શું તમને ક્લેરીફીકેશન આપવા લાગી... તો આદરણીય બિહાગ.. વળી પાછું અજુગતું લાગ્યું .. આદરણીય વાંચીને, પણ પ્રિય, મારા વ્હાલા, મારી જાન, અને મારી જિંદગી જેવા શબ્દો વાપરવાનો હક તો ગઈકાલે સાંજે ડિવોર્સ પેપર પર શાહી કરી એ સાથેજ મારાથી છીનવાઈ ગયો. એકલું બિહાગ મારાથી લખી ના શકાયું અને તમારી માટે મને હમેશા આદર તો રહેશેજ એટલે મને આ જ લખવું યોગ્ય લાગ્યું...  અરે વળી પાછું ક્લેરીફીકેશન આપવા લાગી... તમે આજે સાંજે જયારે ઘરે આવશો ત્યારે હું નહી હોય એટલે નીચે વાળા શાંતા બા ને ત્યાંથી ચાવી લઈનેજ ઉપર ચઢજો.. સાંજના જમવા માટે મેં...

લઘુકથા.. ફટાકડા...✍️ દિપા સોની "સોનુ"

Image
  "પપ્પા .. આવતા અઠવાડીયાથી દિવાળી  શરૂ થાય છે .. આપણે ફટાકડા લેવા કયારે જવુ છે ?? " નાનકડા અમીતે દિનેશને સવાલ પુછતા કહ્યુ.  સવાલ સાંભળીને અમીતની મમ્મી હસુમતીએ પતિ સામે જોયુ.       "હા બેટા.. બે-ત્રણ દિવસ પછી જઇશુ" પણ જવાબ સાથે આંખમાં આવેલી ચિંતાની લકીર ફકત પત્નીને જ દેખાણી.       અમીત ખુશ થતો બહાર રમવા જતો રહ્યો. દિવાળી ધનવાન માટે ખુશીનો તહેવાર છે.. પરંતુ મહીને 1200-1300 કમાતા સાઘારણ કુટુંબ માટે દિવાળીની ઉજવણી કેટલી અધરી છે તે તો તે કુટુંબ જ જાણે છે.        "તમે હા તો પાડી, પણ આ વખતે આટલી નાણાભીડમાં ફટાકડા ન લાવીએ તો ચાલશે " હસુમતીએ દિનેશને કહ્યુ.        "જોઇશું" એમ કહીને દિનેશ પણ બહાર જતો રહ્યો.       કલાક પછી રમીને આવેલા અમીતને ખોળામાં બેસાડી શાંતિથી માથે પ્રેમથી હાથ ફેરવીને હસુમતીએ કહ્યુ , "બેટા આપણે દર વષેઁ ફટાકડા લાવીએ છીએ.. આ વષેઁ નહી લાવીએ તો નહી ચાલે?"      "પણ મમ્મી બઘા જ ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે શું કરશું ?" નાનકડા અમીતને ફટાકડા ન લાવવાનું કારણ સમજા...

શીર્ષક : વાર્તા ઉઘાડી બારી ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

Image
           જતીન અને જલ્પા બન્ને જણાં એકબીજાની બાજુમાં પાસે પાસે રહેતાં હતાં. પહેલા તો તે બારી પાસે ઉભી રહીને દૂર સુધી જોયાં કરતી. ક્યારેક વાળ સુકવતી. ક્યારેક તેની નજર જતી તો જતીનને ઊભેલો જોઈ તે ત્યાંથી ખસી જતી. ક્યારેક અગાસીમાં કપડાં સુકવવા જતી તો ત્યાં પણ કોઈ કારણસર જતીનને આવેલો જોતી. એકબીજાને જોયાં કરતાં. આવી તેમની લૂકાછૂપી ચાલ્યાં કરતી. કોઈ વાર્તાલાપ કે સંદેશાની આપલે થતી નહીં. એકબીજાથી અજાણ એવાં ક્યારે તેમની નજર મળી ગઈ એ ખબરજ ન પડી.              ધીમે ધીમે બન્નેને એકબીજા માટે લાગણી જન્મી. તેઓ હવે સામું જોઈને હસતાં થયાં. વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈને કોઈ આવી જતું એટલે વાત અટકી જતી. બન્ને મનની વાત મનમાં રાખી બારી છોડી દેતાં. આ બારી તેમનાં મૂક પ્રણયની સાક્ષી બનીને રહી. કાયમ ઉઘાડી રહેતી બારીએ તેમનાં પ્રેમનાં સ્પંદનો ઝીલ્યાં અને એ પણ જીવંત બની ગઈ.            પછી તો દુનિયાથી બેખબર બની દિલની વાતો કરવા અગાસીમાં પહોંચી જતાં. ત્યાં ઈશારાઓમાં વાતો થતી. એકબીજાના પ્રેમનો એકરાર પણ થતો. દૂર જવાનું ત...

નવલખો મહેલ : ઘૂમલી , પોરબંદર .

Image
ડુંગરની ગોદમાં અડીખમ છે 11મી સદીનું સ્થાપત્ય, 'નવલખા મહેલ'નો રોચક ઇતિહાસ: પોરબંદર: એક સમયમાં ઘૂમલી એ પોરબંદરની રાજધાની ગણાતી ઘૂમલીમાં પેશવા શાસકોએ નવલખા મહેલનું 11મી સદીમાં 9 લાખનાં ખર્ચૈ નિર્માણ કર્યું હતું. જેથી આ મહલનું નામ નવલખી પડ્યું. કલાનું અદભુત સર્જન આ મહેલમાં કરવામાં આવ્યું છે. વર્ષો પછી પણ આ નવલખા મહેલ અડીખમ જોવા મળી રહ્યો છે જો કે તેનું જતન કરવામાં જવાબદાર તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ ઐતિહાસિક વારસો જળવાઈ રહે તો આવનારી પેઢી માટે પણ આ મહેલ ગરીમાપૂર્ણ બની રહેશે. બરડાડુંગરની ટોચ ઉપરથી આ નવલખા મંદિરની નયનરમ્ય તસ્વીર કેદ કરવામાં આવી છે. ગુજરાતની ઐતિહાસિક વિરાસત સમો પોરબંદરના ઘૂમલીમાં આવેલો નવલખો મહેલ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. જેઠવા મંદિરોનો સૌથી સમૃધ્ધ અને મહાન નમૂનો એ ધૂમલીનું નવલખા મંદિર હતું. ગુજરાતભરમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 100-150 ફૂટના પ્લેટફોર્મ ઉપર ઉભું છે. આ વિશાળ જગતી ઉપર ચડવા માટેના પગથિયા પાસે બે વિશાળ સ્તંભો છે.પ્રદક્ષિણા પથયુક્ત ગર્ભગૃહ અને આગળ બે થી ત્રણ મજલાનો મુખ્ય મંડપ છે અને તેમાં પ્રવેશવા માટે ત્રણે બાજું શૃંગાર ચોકીઓ છે તથા મંડપનો મુખ્ય ચોક અષ્ટક...

" Save the nature" ✍️ સુરેન્દ્ર ગામીત , તા.વ્યારા જિ.તાપી

Image
                અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે.કુદરતનો ખોળો એવી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હશે.પિકનિક પોઈન્ટ, નદી, ધોધ,ઝરણાં,જંગલની પ્રકૃતિ મન મુકીને ખીલી ઉઠી હશે.ચોમાસાની ઋતુ એટલે કુદરત સાક્ષાત ધરતી ઉપર નીચે ઉતરી આવે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે.         રજાઓના દિવસોમાં લોકો પ્રકૃતિની મજા માણવા પિકનિક કે પ્રવાસ માટે તેમજ ધોધ જોવા માટે નીકળતા હશે એ સારી બાબત છે પણ ત્યાં જઈને આપણે આપણી ફરજ ભૂલી જઈને પ્રકૃતિની ખોળે કે રસ્તાની પાણીની પ્લાસ્ટિક, વેફરના પ્લાસ્ટિક કાગળ,નાસ્તાની ડિશો, નાસ્તાના પ્લાસ્ટિક  થેલીઓ ફેંકીને આવતા રહીએ છીએ. આપણે આપણા  સ્વાર્થ માટે કેટલું બધું નુકસાન કરીએ છીએ વિચારો.આ બધું તમે લઈ જાઓ કાંઈ વાંધો નહીં પણ એ કચરાને પાછો લઈ લો અને યોગ્ય જગ્યાએ એને બાળી દઈ એનો નિકાલ કરી દો.મને લાગે છે કે જે ફરવા આવે છે બધા જ સુશિક્ષિત અને ભણેલો ગણેલો વર્ગ છે. આવું કરે છે સમજાતું નથી.              જ્યારે પ્રકૃત્તિ રૂઠે છે ત્યારે ભલભલાને ઘૂંટણીયે ટેકવવા પડે જ છે. માનવી જેવુ  કરે છે એવુ...

કનકાઇ માતાજી ગીર 🙏

Image
– ગીર નો ઇતિહાસ અવશ્ય જાણો સોરઠની ધરતી આદિકાળથી એના અનુપમ સૌંદર્ય અને વનરાઇઓથી પ્રસિધ્ધ રહી છે.એમાંયે ગિરનાર અને એની ગોદમાં રહેલ અને માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ…!સિંહ,શૂરા અને સંતોની ભૂમિ તરીકે વિખ્યાત એવી સૌરાષ્ટ્રની ધરતી માટે ગીર એક આભૂષણ છે.જેના વીના સોરઠ સુની જ ભાષે…! આ જ ગીરની વનરાઇઓમાં અનેક ધર્મસ્થળો આવેલા છે.ગિરનારથી લઇને અમરેલી અને તુલસીશ્યામ સુધીમાં કંઇક ધર્મસ્થળો લીલી વનરાઇઓની વચ્ચે આવેલા છે.જેમાં પછી પરબ હોય,સતાધાર હોય કે ગીર કનકાઇ હોય…!અહિં વાત કરવી છે ગીરની લીલોતરી અને આમ્રકુંજોની ઘટાટોપમાં આવેલા અને જનજનના માનસ પટ પર પ્રકૃતિની અનુપમ આભા આંજી દેતા માતા કનકેશ્વરીના ગીરની મધ્યે આવેલા મંદિર ગીર કનકાઇની…! આ મંદિર વિશે એમ કહી શકાય કે, પ્રકૃતિ અહીં ખોબલે ખોબલે ઠલવાણી છે. કુદરતે કળશ્યા ભરીને પ્રકૃતિની અહીં લ્હાણી કરી છે. માતા કનકેશ્વરીનું આ મંદિર ગીરની મધ્યે આવેલ છે. અહિં જવા માટે ફોરેસ્ટ ખાતાના બધા નિયમોનું અનુસરણ કરવું પડે છે.પ્લાસ્ટિક કે ઇત્યાદિ કોઇ પણ વસ્તુ ક્યાંય પણ ફેંકવાની સખ્ત મનાઇ છે.વળી,જંગલ મધ્યે રસ્તા પર ક્યાંય વાહન રોકવાની મનાઇ છે.ગીરનો આ સેન્ટ્રલ ઝોન છે.વન્યજીવોન...

શીર્ષક :- પ્રિત ✍️ કમલેશ . ઉપાધ્યાય .. મલ્હાર .. સાવરકુંડલા

Image
કૈક અનોખી રીતે તું પ્રિત કર પ્રણ્ય ની આજ તું નવી રીત કર પ્રેમ અફાટ કર , અપાર કર ગગન ભરી ને મન મીત કર         કૈક અનોખી રીતે તું પ્રિત કર વરસાદ સમું વ્હાલ વરસાવે કૃષ્ણ ની જેમ સહુ નું દિલ જીત કર સાંભળતી જ રહે દુનિયા આખી  પ્રિત નું એવું મજા નુ ગીત કર        કૈક અનોખી રીતે તું પ્રિત કર આડુ અવળુ , અહી ને તહી ન્ઈ ફક્ત મારા મા જ તારૂ ચિત કર ગરમ ગરમ , ઉની ઉની , છું હું મલ્હાર આવીને મને શીત કર        કૈક અનોખી રીતે તું પ્રિત કર        પ્રણય  ની આજ તું નવી રીત કર કમલેશ . ઉપાધ્યાય .. મલ્હાર .. સાવરકુંડલા

🔅 સંવાદ 🔅 ✍️ નલિની પંડ્યા "નંદિની" ✍🏻

Image
  આવ મૌન રહી સંવાદ કરીએ, કોઇ વાતે ન વિવાદ કરીએ; ના તું આગળ ચાલે, ના હું ચાલુ તારી પાછળ... ચાલ આપણે સાથે ડગલાં ભરીએ....! આવ મૌન રહી સંવાદ કરીએ, અંધારી રાતનો અફસોસ શું કામ; આવનારી ઊજળી સવારને યાદ કરીએ...! આવ મૌન રહી સંવાદ કરીએ, પરસ્પર સ્નેહનો કરીએ સરવાળો; માફ કરતાં શીખીએ, ચાલ ! તારા મારા અહમને બાદ કરીએ...! આવ મૌન રહી સંવાદ કરીએ.. તું માણસ છુ, કદાચ્ ભૂલ કર- થાય પણ ખરી; બસ કબૂલ કર સાબિત કરવામાં સમય ન બરબાદ કર...! આવ, મૌન રહી સંવાદ કરીએ.....!! નલિની પંડ્યા "નંદિની" ✍🏻

સાચવે તો તું પણ છે મને... ✍️ રેખા પ્રજાપતિ , અમદાવાદ

Image
  સાચવે તો તું પણ છે મને... લાવ ને થોડી સંભાળ તારી હું પણ કરી લઉં.              વાતો તો પણ કરે છે, આવને બે ચાર બોલો હું પણ બોલી દઉં.         લાગણી તો તું પણ બતાવે છે, આજે એને મારી ઓઢણી હું બનાવી દઉં.      ગુડ મોર્નિંગ તો તું રોજ વિશ કરે મને,  આજે હું પણ તારી મોર્નિંગ ગુડ બનાવી દઉં.     વાતવાતમાં તું "તો પછી" બોલે છે,      આજે હું પણ તારાથી શીખી લેવું.  અફસોસ અને ગુસ્સો તો તું રોજ કરે છે,  આજે હું એને થોડો ઓગાળી ને પી લઉં.  બચ્ચા કહીને તો તું રોજ મને બોલાવે છે, બેબી કહીને આજે તો મને વહાલ કરવા દે.         લૉકડાઉન  તો આખા દેશમાં છે,  હંમેશા માટે તારા દિલમાં મને ક્વોરૅન્ટીન થવા દે.  રેખા પ્રજાપતિ અમદાવાદ

શિર્ષક :- વ્હાલ ✍️ મીના વ્યાસ , વડોદરા

Image
વેદના પાથરે કાગળે, શબ્દના સાધકો, કહેણ પણ મોકલે વાદળે, શબ્દના સાધકો. રાતભર જાગતા રહે, કરે સાધના શબ્દની, આંસુઓ સારશે ઝાકળે, શબ્દના સાધકો. બુંદથી છેક સાગર સુધી, કણથી પર્વત સુધી, બાંધશે શબ્દની સાંકળે, શબ્દના સાધકો. ડૂબવા એમને છે જરૂર માત્ર એના નયન, ને લખે આંખના કાજળે, શબ્દના સાધકો. લાગણી, હેત, ઊર્મિ, દગો, વ્હાલ, નફરત બધું, સાચવે શબ્દને ધાબળે, શબ્દના સાધકો. મીના વ્યાસ વડોદરા

શીર્ષક :- હાજરી ✍️ મીરા ડી વ્યાસ , રાજકોટ

Image
જેના હોવા છતા વારંવાર ખયાલોમાં આવી જાય ને  અહેસાસ પણ તેમનો થાય.   અને સતત વિચારો મહીં રાચતા રહે અને મન પર હર ક્ષણે છવાયેલ રહેછે.  તેમના વિચાર માત્રથી મન ખુશી અને હર્ષ થઇ જાયછે. અને હૈયુ પુલકિત થઇ જાય છે.  તો માત્ર વિચાર વિમર્શ કર કે તારી હાજરી મારા માટે કેટલી જરૂરી છે,  આમ નાની -નાની વાતોએ રીસામણા કે અબોલા ન હોય, ..હું તો માત્ર તારા  માં જ રાચતી રહુ છુ તને પણ ખબર છે કે તારી હાજરી વિના એક પળ પણ મારુ જીવવુ મુશ્કેલ છે, ... 🌸🌸🌸🌸🌸🌸🌸🌸 મીરા ડી વ્યાસ  રાજકોટ

લઘુકથા :- મોટી બહેન ✍️ લેખક :- ' શિલ્પી ' બુરેઠા. કચ્છ .

Image
રક્ષાબંધન નજીક હતી. પિયર જવાનો ઉત્સાહ મીરાંની ઝડપથી ચાલવાની ઢબ પરથી જ પરખાઇ જતો હતો. આંગણામાં ઢોલિયા પર બેઠેલો મોહન સામે ઊભેલા લીલાછમ ઘટાદાર લીમડાને જોઇ રહ્યો.                બધાં ને એમ કે નવા-સવા  લગ્ન છે ; ભાઇ સાહેબ  પત્નીની થનારી વિદાયથી ઉદાસ છે,પણ મોહનના મન પર કંઈક જુદું જ ચિત્ર  હતું . હજી એ હાલતી- ડોલતી  ડાળીઓમાં જોયા કરતો હતો. ઘેરાં લીલાં  પાન પર ફરતી એની નજર તાજી ફૂટેલી કૂંપળ પર ચોંટી.              સોળ- સત્તર વરસ  પહેલાં મોટી બહેન અને પોતે  રોપેલો લીમડાનો નાનકડો છોડ કેટલી કાળજીપૂર્વક ઉછેરતા હતા?  એ પણ કહેતી : "આ લીમડો મોટો થશે;મારો ભાઇ પરણશે ને હું  ભાભીને  કહીશ કે, આ લીમડો મારા ભાઇએ વાવ્યો હતો ."               અચાનક  એ ઝબક્યો  ને મનોમન બબડ્યો :"આ લીમડોય મોટો થઇ ગયો ને તારી ભાભી ય આવી ગઇ પણ મોટી બહેન તું ?      મનમાં ઉઠેલો સવાલ શૂન્યાવકાશમાં ઓગળી ગયો ને એની આંખમાંથી  શ્રાવણ...

વાર્તા : રક્ષાબંધન ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

Image
          મિલન અને મીતા સગા ભાઈ બહેન હતાં. એકજ માની કૂખે જન્મેલા અને લાડ પ્યારથી ઉછરેલાં. માને તો બેઉ ભાઈ બહેન ડાબી અને જમણી આંખના તારાની જેમ ગણે. બન્નેને સરખો પ્રેમ આપે. ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો ન હતો. નાનપણથી બન્નેને રક્ષાબંધનનો તહેવાર ખૂબ ગમતો. શ્રાવણ મહિનો આવે એટલે એ તહેવારની રાહ જુએ. મિલનને રાખડી બંધાવવી બહુ ગમતી. મોટા થયાં પછી પણ જ્યાં ગયો હોય ત્યાંથી રક્ષાબંધનને દિવસે રાખડી બંધાવવા આવી પહોંચતો. મીતા તેને સ્નેહથી કંકુ ચોખાનો તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધતી અને મીઠુ મોઢુ કરાવી લાંબી ઉંમરની પ્રાર્થના કરતી. મિલન પહેલા તો તેને ચીડવવા ખાલી હાથ બતાવતો પછી ખીસ્સામાંથી કંઈ ને કંઈ ભેંટ તેને આપતો. તે ખૂશ થઈ જતી પણ તે કાયમ કહેતી, "વસ્તુ કરતાં મારે મન તારું મૂલ્ય વધારે છે. તારી હાજરી ને તારો પ્રેમ મારી જિંદગીને સ્નેહથી તરબતર કરી દે છે".          આવી જ એક રક્ષાબંધનનાં દિવસો પહેલાં મીતા મિલનની રાહ જોઈ રહી હતી. મિલનનો ફોન પણ આવ્યો, "બહેના વહેલી તકે આવું છું ને મારા સૂનાં કાંડા પર રાખડી જરૂર બાંધજે ". મીતા અને તેનાં મમ્મી અને પપ્પા પણ તે...

શીર્ષક :-રક્ષાબંધન ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ

Image
ટોળી હતી જે દસ ની લાગે કે જાણે વિખેરાઈ ગઇ,  ખોવાયેલ વિરા તારો એ હાથ આજ પણ હુ શોધુ છું, પ્રેમ કેરી એ સોગાત મારા હ્દયે આજ પણ રોપુ છું, મોજ મજા માણતા નિકળેલા ત્રેવીસ વર્ષ  ના જાણે આજ કયા ખોવાઇ ગયા છે,  રક્ષાબંધન ને દિવસે પણ જાણે  ક્યાક લુટાઈ ગયા છે, હાથ નથી એ પાંચ છે એ મારા માથા પર ફરતો એક અહેસાસ, બેન તુ ચિંતા ના કર તારો આ વિરો છે તારી સાથ, તુ હોય તો કયા કોઈ ની તાકાત કે મને ડરાવી શકે વિરા મારા તુ જ મારા મુખ પર હાસ્ય લહેરાવી શકે, મોટો થતા ખોવાઈ ના જાતો તુ જીવન ના અંતિમ શ્વાસ સુધી જોઇશ તારી વાટ હું, ખુશ રહે તુ હંમેશા જ્યા પણ રહે તું મારી ઉંમર પણ તારે કાજ ન્યોછાવર કરી દઉ હું               -જાની સોનલ"અવની"                 અમદાવાદ

શીર્ષક :- Happy Friendship Day ✍️ દિપા સોની "સોનું"

Image
            તું સાવ એકલી છું... કોણ છે તારું અહીંયા?  કોણ છે એવું જેની સામે દિલ ખોલી શકે ?? કોણ છે એવું જે દરેક વખતે તારી સાથે હોય ?? એવા સવાલો દુનિયાએ પુછ્યાં.. દુનિયા કહે .. બોલ તારા હોય તેનું નામ.. મન મુંજાય ગયું..... શું જવાબ આપવો..? કોણ છે એવું જેનું નામ આપી શકું ??? મનમાં સન્નાટો વ્યાપી ગયો... કોણ છે મારુ અહીંયા?  ને ત્યાં જ એક હાથ લંબાયો  કહ્યું દૂર છું તારાથી, પણ દિલથી તારી સાથે જ છું... હું તરત જ પામી ગઈ  આ તો મારો મિત્ર.... મન હરખાય ગયું... દુનિયાના સવાલના જવાબ મળી ગયા... જીવનમાં દુઃખ સુખ  ભલે આવે  પણ મિત્ર સાથે જ છે.. કહી દીધું દુનિયાને...્ હું એકલી નથી.... મારી પાસે મિત્ર છે... તે જ મારો સાથ, મારો આધાર, મારી હિંમત.. નથી પરવા હવે દુનિયાની.. બસ‌ સાથ મિત્રનો  એ જ દુનિયા.... Happy Friendship Day..       દિપા સોની "સોનું"

શીર્ષક :- " મિત્રતા " ✍️ અલ્પા પંડયા દેસાઈ.....

Image
" યે દોસ્તી , હમ નહીં તોડેગે !    તોડેગે દમ મગર તેરા સાથનાં    છોડે ગે !" આ ત્રણ અક્ષરનો શબ્દ અને જીવનભરનો સાથ !  કદાચ આજે આ વિશે લખવું જ એવુ નહિ ! પણ આજનાં સમયમાં   મિત્રતાને જીવંત રાખવી તે પણ પ્રશ્ર્ન છે ! આ જિંદગીની ઘટમાળ, અતિ વ્યસ્તતાને લીધે તૂટતો સંપર્ક ક્યાંક આ મિત્રતાના ગ્રહણ બની જતા હોય છે... છતાં પણ  સોશ્યિલ મીડિયાના અતિક્રમણને લીધે મહદ અંશે સૌ નજીક તો આવ્યા જ છીએ... મિત્રતાનો દરજ્જો કોઈ ઉદાહરણ જોવાથી કે આપવાથી ઊંચો નથી બનતો...તમે જેને તમારા માનીને દિલની વાત કરો, તેનું સમાધાન માંગો કે આપો , અથવા તો ઉકેલ લઈ આપો એ દિવસ જ ફ્રેન્ડશીપ  ડે. આ વ્યથા અને પીડા ફક્ત એક  સાચો મિત્ર જ જાણી શકે... સુદામાં  ભગવાન શ્રીકૃષ્ણનાં ઉદાહરણ તો શ્રેઠ! પણ આ કલિયુગમાં મિત્ર પાછળ ઓનલાઈન પૅયમેન્ટ કે હોસ્પિટલનો ખર્ચ ઉપાડતાં સુદામાઓની કમી નથી...એટલે યુગ બદલાય પણ મિત્રતાની વ્યાખ્યા નાની બનતી નથી... "ધરપત રાખજો! "આ લાઇન સીધી દિલ સુધી પોહોચે છે..અને સાચો મિત્ર આ લાઇન ખેંચવાનાં તમામ પ્રયત્ન કરે છે... મિત્રતા પાવન હોય તેમાં.. વર્ગની વાતો,...

" Happy friendship day " ✍️ - સુરેન્દ્રભાઈ ગામીત , તા.વ્યારા જિ.તાપી

Image
"મળી ગયા જિંદગીની રાહમાં અનેક દોસ્ત,  એમાં થોડા ખાસ હતા,  થોડા એનાથી પણ વધારે ખાસ હતા,  શું કહું ! દોસ્તોની મહેફિલમાં આગળ જ રહ્યો છું,  કેમકે દોસ્તોની મહેફીલ જ અનોખી છે."                               સૌને  બાળપણના મિત્રોની યાદ આવતી હશે.બાળપણમાં સાથે રમ્યા હોય એવા બાળપણના મિત્રો વધારે યાદ આવે .આંબલી પીપળી,ગિલ્લી દંડો,ક્રિકેટ, સંતાકુકડીની,લંગડી,લાખોટીઓ જેવી બાળરમતો બાળમિત્રો સાથે રમવાની ઘણી મજા આવતી જે આજે પણ યાદ આવે.                    ત્યાર પછી આવે છે શાળામિત્રો.જેમની સાથે સાથે શાળાએ ગયા,સાથે અભ્યાસ કર્યો,સાથે જમ્યા,સાથે પીકનીક માણી, સાથે મુવી જોઈ,સાથે ફર્યા અને સાથે જીવનના પાઠ શીખ્યા એ હજી યાદ આવી જતું હશે ખરુંને!                  અમુક મિત્રો એવા હોય છે જે આપણને જિંદગીભર યાદ રહી જાય છે.જેની વિચારસરણી આપણા જોડે સરખી થતી હોય.ડગલે ને પગલે આપણને મદદરૂપ થયા.આપણી સાથે આપણા પડછાયાન...

શિર્ષક :- શબ્દોની મહેફિલ ( એક સાથે ૧૦ રચનાઓ નો સંગ્રહ ) ✍️ લેખિકા : ગાયત્રી પટેલ .. સુરત

Image
 પ્રેમ કરવામાં એજ મજા છે  જેમ મને તું હવે રોજ તડપાવે છે. તારૂ હાસ્ય જોઈ મન મલકાવે છે. આંખો બંધ કરતા નજીક તું આવે છે. શ્વાસ લેવામાં  તારા હોઠોની મીઠાશ લાવે છે. તારા હાથની  ગરમાહત અંગમાં આગ લગાવે છે. મુલાકાત લેવા માટે આજ આદત બોલાવે છે. સાજન તમને મળવા સજની કેટલીય વાર મનને મનાવે છે. રાત્રીના સમયે ઉજાગરા કરી દિલને સમજાવે છે 👉 રચના નંબર - ૨ કાવ્ય પંક્તિ દીવો ખુદ બળીને બીજાને પ્રજ્વલિત કરું છું. તેલ સાથે મળીને દીવો બની ઉજાસ લાવું છું. કપાસમાંથી રૂની દિવેટ બની  ઉલ્લાસ લાવું છું. ઘર ઘર દીવો બની ગરીબની જોલીમાં જગમગાવ છું. દિવાળીમાં રામજીની જીત બની  ઘર ઘર ને મેહકાવ છું ગાયત્રી પટેલ સુરત 👉 રચના નંબર - ૩ ક્યાંક તો તારો અહેસાસ જ છે. જે મને તારા વિના પણ સાથ આપે છે. જો તું મળે તો એ પળમાં જ તારી મહેક હોય. સાથે રંગીન યાદોનો અલગ મેળો ભરાય. હું તો તારી જ વાતોની દીવાની થાવ. તે સમય માટે પણ તારી સાથે પાગલ થાવ. તું કહે તેમ છતાં મનમાં જ મલકાવ. તારા રંગમાં અલગ અલગ ગીત ગાવ. તને જોઈને આંખો આંખોમાં શરમાવ. તારી પાસે વસંતની જેમ વર્ષા બની પ...

વિભાગ:- લઘુવાર્તા...શિર્ષક :- કાશ ની સફરે ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ

Image
  કાશ એ દિવસે મે મારા પ્રેમી ને પસંદ કર્યો હોત તો... કાશ એ સમયે મે તારી સાઈડ લીધી હોત તો... કાશ એ દિવસે મારા જીવન ની સાચી દિશા પસંદ કરી હોત તો...         આ કાશ એટલે કદાચ,શાયદ.આ શબ્દોની અવઢવ ને લીધે જીવન માં એક નેગેટીવ વિચારવાયુ નુ એક આખુ વમળ રચાય છે.અને એને લીધે એક નેગેટીવીટી મગજ માં ઘર કરી જાય છે એની વર્તમાનમાં ચાલતી પળો પર પણ અસર થાય છે. રેવા નુ પણ કંઈક એવુજ હતુ.દેખાવે હેન્ડસમ,સ્વાવલંબી,હોશિયાર એવા મિલન ને એ પ્રેમ કરતી હતી પરંતુ પોતાના માતા પિતા ના લીધે મિલન ને બદલે રાકેશને પસંદ કરવો પડેલો.રાકેશ કેરલેશ,દેખાવે સાધારણ અને કામ નો ચોર હતો.લગ્ન જીવનના પાંચ વર્ષો માં કેટલીય જોબ એણે બદલી હતી.રેવા નું જીવન નકારાત્મક વિચારોથી ઘેરાયેલુ જ રહેતુ. કાશ મે મિલનને જ જીવનસાથી બનાવ્યો હોત તો સારુ હોત,શરાબી પતિથી કંટાળી એણે મોતને ગળે લગાવવાનુ પસંદ કર્યુ. બ્રિજ પરથી નદી મા કુદી પડી. સદભાગ્યે તરવૈયાઓએ બચાવી લીધી.મને એના સમાચાર મળતાજ હુ પહોચી ગઇ.        જીવવાની હજુ પણ એને જરાય ચાહ નહોતી.ત્યારે મે એને કહ્યુ કે એ કાશ બદલવાનો સમય હવે તારી પાસે છે .જેમ કાજ...