લેખ : માસિક ધર્મ ની ખોટી શરમ છોડો , દરેક સ્ત્રી ને માનસિક સાથ આપવાનો ધર્મ અપનાવો. ✍️અવની શિવાંગ દવે, (શિવે સ્વરી), વડોદરા.
માસિક ધર્મ ની ખોટી શરમ છોડો, દરેક સ્ત્રી ને માનસિક સાથ આપવાનો ધર્મ અપનાવો. ઓ હો ! આજે તો લાલ સિગ્નલ રાખ્યું છે ને કંઈ? આવી ગંદા વિચાર કરવા વાળા પણ તેની જ ઉપજ છે. દરેક સ્ત્રી " રજસોલા " ના ચક્ર માંથી પસાર થાય છે, ત્યારે જ તો "કુળ નો ચિરાગ" , "અમારો વારસદાર" નો જન્મ થાય છે. દરેક સ્ત્રી ને માનસિક તાણ સાથે શારિરીક શ્રમ કરવો પડે છે ,તેમાં પણ મહિના ના ૫-૭ દિવસ તો કાળ સમા બની જાય છે,પણ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે પોતાના જ કે સમાજ તે સમયે સ્ત્રી ને સાથ આપવાને બદલે દૂર કરે છે. હા ! હું માનું છું, ચાર દિવસ મંદિર કે ભગવાન ને ના અડકાય, કે બને ત્યાં સુધી એક બાજુ જ રહેવાય, કશે અડકવાનું નહિ, પોતાની તકલીફ પણ કોઈ ને કહી નથી શકતી . તો શું દરેક સ્ત્રી ને આમ જ દુઃખ સહન કરી ને જીવવાનું? તો શું એનો મતલબ કે ૫-૭ દિવસ એ સ્ત્રી નું કોઈ અસ્તિત્વ કે મહત્વ જ નહીં? અરે ભગવાન થી લઇ અંબાણી હોય કે કોઈ રાજા , દરેક નો જન્મ સ્ત્રી ના એ જ રક્ત માંથી થાય છે, ત્યારે કેમ કોઈ નથી કહેતું કે, ના , ના આ ગંદુ છે...