શીર્ષક :- વ્યર્થ ✍️ નલિની પંડ્યા "નંદિની"
વ્યર્થ છે આપણું હોવું જો આપણે જીવનની ઉંચાઇને બદલે તેની લંબાઇને જીવવા આતુર હોય તો...!! એકાદ જીવને પણ જો થોડાં પણ ઉપયોગી ન થઇએ તો... વ્યર્થ છે યોગી હોવુ આપણું....!! વ્યર્થ છે સાહેબ !! ચાર ધામની જાતરા..!!જો વૃધ્ધ મા કે બાપને આંગળી પકડીને બાથરૂમ સુધી ન લઇ ગયા હોય...તો..!! વ્યર્થ છે...શ્રાધ્ધનું કરવું.. ન કરશો શ્રાધ્ધ જો મા-બાપની હયાતીમાં ક્યારેય એમને ભાવતી વાનગી પ્રેમથી ન પીરસી હોય..!!! વ્યર્થ છે ... પીપળે પાણી રેડવાનું જો અવસ્થામાં પથારીવશ મા કે બાપના ઓશીકે રોજ તાજા પાણીનો જગ ન ભર્યો હોય...!!! વ્યર્થ છે.. તમને લાખો લોકો સલામ કરતાં હોય.. . જો તમે એકવાર પણ માતા-પિતાને 'કેમ છો?' ન પૂછતા હોય...જો હાલરડાં ગાઇને તમને સુવાડનારને રાત્રે જાગી ને કોઇકવાર સરખું ઓઢાડ્યું ન હોય... વ્યર્થ છે...જીવનની લંબાઇ..... જો ઉંચાઇ ન હોય વર્તનમાં....!!!! નલિની પંડ્યા "નંદિની" 👉 naliniapandya@gmail.com ખાસ નોંઘ 👉 (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)