શીર્ષક : વેદનાનો ઈલાજ ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.




કોઈ વૈદ કે હકીમને બોલાવો,
મારી વેદનાનો ઈલાજ બતાવો.

આપનારે આ દર્દ તો આપી દીધું,
હવે ઈશને પૂછી જવાબ બતાવો.

પ્રેમમાં કેવા આપણે હતાં તરબોળ,
હવે વગર વરસાદે ભીંનાશ બતાવો.

આંખોના નૂરને તો ઝાંખપ આપી,
હવે છાજલી કરી પૂરું આકાશ બતાવો.

નીંદર મારી ઉડી ગઇ વગર સપને,
હવે ઉજાગરાની લાલાશ બતાવો.

આંખોને તો આંસુઓની આડશ મળી,
હવે દરિયાની જેવી ખારાશ બતાવો.

"સખી" વેદનાનો વરઘોડો કાઢ્યો અહીં,
હવે જાનૈયા બની હળવાશ બતાવો.

રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.

ખાસ નોંઘ 👉   (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .