શિર્ષક : નારીનાં મનની વાત ✍️ ✍️ ગીતા ઠક્કર - ગીત , મુંબઈ




નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી?

પિયરમાં પારકી થાપણ ગણીને ઉછેરાતી,

સાસરિયે પારકી જણી તરીકે ઓળખાતી,

બે માંથી ક્યાં કદી એક પણ ઘરે સંપૂર્ણ સમાતી?


નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી,

વરસમાં એક દિવસ આદર સન્માન અનુભવતી,

શેષ દિવસોમાં નારી ગરીમાને ઠેંસ પહોંચાડાતી,

નિર્ભયા સમ વિના કોઈ વાંક શા માટે સજા મેળવતી?



નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી,

જજબાતોના ઝંઝાવાતમાં સતત અફળાતી,

મિથ્યા રિવાજોની બેડીઓમાં સદા જકડાતી,

ઈચ્છાઓના આકાશે ઊડવા ક્યાં કદી પંખ પામતી?


✍️ ગીતા ઠક્કર - ગીત , મુંબઈ 

Comments

Post a Comment

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .