જગતતાત ✍️ મૈત્રી ઉપાઘ્યાય , અમદાવાદ

 


માનવી જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે તેને કઈ વસ્તુ કેવી રીતે ઉપયોગ કરવી તેની સમજ પડતી નહીં. ધીમે ધીમે મધ્ય પાષાણ યુગની શરૂઆત થઇ અને જેમાં માનવીએ સૌપ્રથમ ખેતીની શરૂઆત કરી. આ ખેતીની શરૂઆતથી જ માનવીની ભટકતા જીવનમાંથી એક સ્થાયી જીવનની શરૂઆત થઈ. આ ખેતી કરનાર માનવી ઓળખાયો ખેડૂત તરીકે.

 

   ખેડૂત આમ અર્થ કરીએ તો ખેડ કરીને લોકોને અને પોતાનું ભરણપોષણ કરતો તાત એટલે ખેડૂત. બીજા શબ્દોમાં કહીએ તો અન્નદાતા- "અનાજનો દાતા".આજે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આપણે એમ સમજીએ છીએ કે દેશનો વિકાસ ખનીજો કે ઉદ્યોગોને કારણે થાય પણ હું કહીશ કે આ વાત તદ્દન ખોટી છે. આ દેશનો જો વિકાસ થતો હોય તો તેનું મુખ્ય કારણ છે ખેતી અને એ ખેતી કરનાર ખેડૂત. કારણ કે જો ખેડૂત અનાજ પકવશે તો લોકોને ખાવા મળશે અને જો અન્ન મળશે તો જ શરીરનો વિકાસ થશે અને તો જ બીજા કામ માનવી કરી શકશે.


     


સૌથી અઘરું કામ ખેતીનું છે. ખેડૂતને સૌપ્રથમ તો વરસાદની રાહ જોવી પડે છે. સારો વરસાદ પડે તો જ સારો પાક થાય અને તો જ ખેડૂતને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા મળી રહે. કેટ કેટલીયે પ્રક્રિયામાંથી પસાર થઈને ખેડૂતને પોતાનો મબલક અને તાજો પાક મળે છે.



    

આપણે આજે જો પેટ ભરીને બે ટંકનું ભોજન લઇ શકતા હોય તો એનો આભાર ભગવાનની પહેલા પણ ખેડૂતનો માનવો રહ્યો.


    ખેડૂત છે જગતનો તાત

    ભરે છે લોકોના પેટ,

   આ ખેડૂત છે ભગવાનને સ્થાન.

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .