દહેજની દહેશત (વાર્તા ) આયેશા ✍️ મીરા ડી વ્યાસ - રાજકોટ
આયેશા તેના માતા પિતાની લાડકવાયી દીકરી હતી બાળપણથી લઈને તો ડિગ્રી સુધી ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી
ગુર્જરનગરી અમદાવાદમાં નાનેથી મોટી થયેલી .
એ આજના જમાનાની આધુનિક વિચારો ધરાવતી આધુનિક યુવતી હતી એમ. એ .સુધી અભ્યાસ કરેલો હતો. અને મામા ઝાલોર શહેરમાં રહેતા હોય છે તો આયેશા પહેલા તો પોતાના પરિવાર સાથે અવારનવાર પ્રસંગોપાત જતી આવતી મામાના ઘરે મામા પણ શિક્ષિત અને પાછા વકીલ હતા પરિવાર આખો જમાના મુજબ તાલમેલ રાખતો એટલે દીકરી આયેશાનો ઉછેર પણ દીકરા જેમજ કરેલો પરવરીસ ખૂબ જ સારી રીતે સંસ્કાર નું સિંચન કરીને એકદમ સારી રીતે કરેલ છે.
આરીફ પણ ઝાલોરમાં રહેતો હોય છે એટલે બંને જણા અવાર નવાર મળતા રહે છે અને ધીમે ધીમે બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી બંને એક મેક વિના રહી શકતા નહી. !
આયેશાનાં નિકાહની વાત ઘરમાં મમ્મી પપ્પા કરે છે
ત્યારે આયેશા કહે છે કે મમ્મી મેં આરીફને પસંદ કર્યો છે નિકાહ એની સાથે જ કરીશ ત્યારે મમ્મી અને પપ્પા બંને માની ગયા! અને ઝાલોર જઈને આરીફના મમ્મી પપ્પાને મળ્યા અને
આયેશાના નિકાહની વાત કરી તો એ લોકોને પણ કબુલ હતા નિકાહ નક્કી કરી નાખ્યાં અને તારીખ પણ નક્કી કરી નાંખી 8 જુલાઈ
20 /18 એ નિકાહ તારીખ હતી પંરતુ સમય જતા કયાં વાર લાગે છે ફટાફટ બંનેના નિકાહ કરી દીધેલા
એ સમયે આયેશાએ "એમ એ " કંપલીટ કરેલુ એમની આગળ ભણવાની ઈરછા હતી ત્યારે આરીફે કહેલુ કે
નિકાહ પછી તું તારુ ભણવાનુ ચાલુ રાખજે અને તારુ *આઈ એસ* બનવાનું સપનુ પુરુ કરજે! આયેશા તો ખુશખુશાલ હતી કે સાસરે જઈને પણ મને ભણાવશે ખરેખર મારા સાસરિયા બહુ સારા છે
અને હું પણ ભાગ્યશાળી છુ
આરીફ જેવો સોહામણો પતિ મળ્યો છે! .
જેવો મેં સપનામાં જોયો હતો એવો જ આપણો સુખી સંસાર છે. મેં જેને ચાહ્યો એ જ મને પતિ સ્વરૂપે મળ્યો છે. મમ્મી પપ્પાની ખોટ સાલવા ન દે એવા સાસુ સસરા મળ્યા છે. પૈસા ટકાની કોઈ કમી નથી.
આરીફ તેની જ ટેક્ષટાઇલ ફેક્ટરી માં સુપરવાઇઝરની પોસ્ટ પર હતો અને દુકાનો
બંને ભાડા પર આપેલી એટલે પૈસા ટકા દાગીના બધુ જ મને માગ્યા વિના મળી ગયુ છે. પાણી માગુ ત્યાં દૂધ હાજર થાય છેં
ખુદા બરાબર મહેરબાન થયા છે ;
"તો હું શું? ઓછો ભાગ્યશાળી છુ !મારી ઇરછા મુજબ મને
તારા જેવી સુંદર પત્ની મળી છે મારા મમ્મી અને પપ્પા ને દીકરીની યાદ નથી આવવા દેતી.
તારા આગમન પછી ઘરમાં ખુશી છવાઈ ગઈ છે. સાચે જ આયેશા તારા જેવી સુશીલ અને ઘર રખુ પત્ની મળી એ માટે" ખુદાનો શુક્રિયામંદ છુ. અલ્લાહનો શુક્રિયા જેટલો ગુજારુ એટલો ઓછો છે ", વાત કરી બંને જણા ખીલખીલાટ હસે છે. અને બેડરૂમનુ વાતાવરણ રંગીન બની ગયુ.! આયેશા અને આરીફ પણ રંગીન બની ગયા !
નિકાહનો સોનેરી સમય કયાં નીકળી ગયો અને વર્ષ વીતી ગયુ આયેશાને કંઈ ખબર પડી નથી..
જોતજોતામાં આયેશાને સારા દિવસો પણ રહ્યા
એને કયાં બિચારીને ખબર હતી કે લગ્નના બે વર્ષમાં તેનો સ્વર્ગ જેવો સંસાર નષ્ટ થઈ જશે એનો આયેશાને સપને પણ ખ્યાલ નહોતો દોઢ વર્ષ તો પલક ઝબકતા પસાર થઈ ગયુ પરંતુ હવે જ આરીફે રંગ દેખાડ્યો આયેશાને
માનસિક અને શારીરિકત્રાસં ગુજારી તેના પિયર અમદાવાદથી રૂપિયા પૈસા અવાર નવાર મંગાવતો રહેતો .દહેજના રૂપે અને આયેશા પણ પપ્પા પાસેથી માગણી કરતી જયારે તેના પપ્પા પુછપરછ કરતા કે બેટા આટલા બધા રૂપિયાનુ શું તું કરે છે? આરીફ ની કમાણી તો સારી છે ત્યારે આયેશા આરીફ સાથે રહેવા માટે જુઠ્ઠુ બોલતી કે પપ્પા મારે જોઈએ છે હું કોમ્પિટિશન એક્ઝામ આપુ છુ એટલે.
પપ્પા સાચુ માની આ
*દહેજના દાનવને દહેજ ધરતા રહેતા* અને દીકરી નો સંસાર ચાલતો રહેતો.
પરંતુ રૂપિયા માગ્યા મુજબ સમયે ના મળે તો આયેશાને માર જુડ કરતો
એકતરફીય પ્રેમ પામવા માટે આયેશાને માનસિક ત્રાસ પણ ગમતો એ એકદમ મૌન બની રડયા જ કરતી પણ કદી કોઈ પણ ને ફરિયાદ ન કરતી બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી કારણ કે એને પપ્પાની આબરૂ વ્હાલી હતી અને પાછા પગ કરવા નહોતી માગતી. !
હવે આયેશાને ખબર પડી ગઈ હતી કે આરીફ તેને પ્યાર કરતો જ નથી પરંતુ
માત્ર અને માત્ર શારીરિક આકર્ષણ અને ખોટો દેખાવ જ હતો બધુ જાણવા છતા આયેશા આરીફને મહોબ્બત બે પનાહ કરતી હતી. એટલે તો આરીફની માર જુડ અમાનુષી અત્યાચાર સહન કરતી રહી.
એકવાર તો આરીફે આયેશાને ઢોરમાર મારીને
રૂમમાં બંધ કરી દીધી આખો દિવસ આયેશાએ રોઈ રોઈને વિતાવ્યો પરંતુ જલ્લાદ આરીફને કશો ફરક પડતો નથી આયેશા ભૂખી તરસી પડી રહી બીજા દિવસે બહાર કાઢી તો ફરી મારી અને કહી દીધુ કે તું ઘર છોડીને ચાલીજા તને છુટ છે જયાં જવુ હોય ત્યાં જઈ શકે છે.
અને આયેશાને અપશબ્દો બોલીને ઘર બહાર હાથ પકડીને છોડી આવ્યો આયેશા રોતી રહી ચીખતી રહી પણ કોઈ એનુ આક્રંદ સાંભળવા વાળુ હતુ નહી.
પછી તે બાજુમાં રહેતા તેના મામા જે વ્યવસાયે વકીલ હતા તેના ઘરે પહોંચી અને રડવા લાગી ત્યારે મામી અને મામાએ શાંત કરી અને પછી પુછયુ? કે હવે કહે બેટા શું તકલીફ છે ત્યારે આયેશા કહે છે કે મામા મારે અહીં નથી રહેવુ નિકાહ પછી આરીફ બદલાઈ ગયો છે !મારે આગળ ભણી આઇ એસ ઓફિસર બનવાનુ પપ્પાનુ સપનુ પુરુ કરવાનુ હતુ તો મને ના કહી કે મારી પાસે ફિજુલ ખર્ચના પૈસા નથી અને આજે તો મને એટલો માર મારી બહાર કાઢી મુકી અને કહે કે છે કે! અમદાવાદ ચાલીજા તારા પપ્પાના ઘરે રૂપિયા લીધા વિના ઘરમાં પગ મૂક્યો છે તો હાલત વધારે ખરાબ થશે એટલામાં તું સમજી જાજે આયેશા નિકાહ પહેલા મામાના ઘરે આવતી તો કેવી ચહેકતી ચિડિયા જેવી ખુશખુશાલ રહેતી એ છોકરી એકદમ અલ્લડ , બિન્દાસ અને એકદમ સુંદર દેખાતી હતી તે આજે એકદમ ડરેલ હરણી જેવી લાગતી હતી ત્યારે મામા અને મામીએ જાણી લીધુ કે આયેશા કેવી હાલતમાં જીવે છે આરીફ સાથે છતા પણ આયેશાને સમજાવી કે આમ નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરે એમાં ઘર છોડીને નીકળી જવાય નહી.બેટા.
અમદાવાદ બેન અને બનેવી પણ ચિંતા કરશે "સમાજમાં આપણી આબરૂ જશે એ નોખુ" હું આરીફને બોલાવીને સમજાવીશ તને તેડીજશે! ત્યારે આયેશા રડવા લાગી અને કહે છે કે *મામા આરીફને તો તલાક જોઇએ છે*.
આમ પણ સ્ત્રી હૃદય કોઇને ચાહવા લાગે તો સંપૂર્ણ તન અને મનથી સમર્પિત થઈ જાય છે પછી સામે પાત્ર ભલેને કથિર હોય તોય તેને જ મહોબ્બત દિલો જાનથી કરતી રહે છે અને એને જ ઝંખ્યા કરે છે.
એટલે આયેશા સમજી વિચારીને આરીફ સાથે ઘરે પરત જાય છે પરંતુ આરીફ
ને જ્યારથી ખબર પડી છે કે આયેશાને સારા દિવસો રહ્યા છે ત્યારે તેણે આયેશા ને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધુ કે આ "તારા પેટમાં જે
બાળક છે એ મારુ નથી.
એમ કહી ફરી આયેશાને માર જુડશરૂ કરી રૂમમાં બંધક બનાવી દીધી આયેશા ભૂખ્યા પેટે બંધ રૂમમાં રોઈને પડી રહી. છુપા આંસુ અને મૌન આહ સિવાય કંઈ હતુ નહી પરંતુ જીવનમાં આવી પડેલા દુ:ખનો હિમ્મતભેર સામનો કરે છે. પરંતુ આયેશાના ઘરેથી જયારે રૂપે રૂપિયા ન આવ્યા હોય ત્યારે તે બહુ. મારઝૂડ કરી અને માનસિક ત્રાસ આપવાનુ ચાલુ રાખતો .
અને આયેશાના પપ્પા એ જયારે દહેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસ કેસ કર્યો તો આયેશાને ધમકી આપી કે તારે અહીં રહેવુ હોય તો તારા અબુને કહે
કેસ પાછો ખેંચી લ્યે,
અને આયેશાએ તેનાપપ્પાને ફોન કરીને કહ્યુ કે પપ્પા તમે પોલીસ કેસ પાછો ખેંચી લ્યો મારી જિંદગી બગડી જશે અને ઘરમાં ઝઘડા થશે પપ્પા મારે આરીફ સાથે જ રહેવુ છે એ જયાં રહે ત્યાં મારા માટે જન્નત ત્યારે તેના પપ્પા એ કહેલુ કે હા બેટા કેસ રોકાવી દઉ છુ.
બે દિવસ રહીને આયેશાએ ફરી પપ્પાને ફોન કરીને કહ્યુ કે પપ્પા પાંચલાખ જોઈએ છે ત્યારે સાંભળીને તેના પપ્પા થોડીવાર તો અવાચક થઈ ગયા પણ આયેશાને ધ્યાનમાં રાખીને તેણે હા કહી. પરંતુ તેની હેસિયત બહારની વાત હતી એના અબુએ સમય આપ્યો તો એ સમય મુજબ સગવડતા ના કરી શકયા તો આયેશા પર અત્યાચાર ચાલુ થઈ ગયા પરંતુ થોડા દિવસોમાં ચેક થી પેમેન્ટ મોકલી આપ્યુ તો થોડા દિવસ શાંતિથી પસાર કર્યા આરીફ તો સાસરેથી આવેલા પૈસા તેની સ્ત્રી મિત્ર પાછળ ખર્ચ કરી નાખતો અને આયેશાની નજર સામે વિડિયો કોલ કરી કલાક સુધી વાતો કરતો રહેતો હોય છે આ જોઈને આયેશા ચૂપચાપ જોયા કરે અને રોયા કરે સચ્ચાઈ હોવા છતા સામનો કરવા સક્ષમ નહોતી.
આયેશા તેને પોતાનુ સર્વસ્વ માનતી હોય છે પરંતુ આરીફ તેને ધિક્કાર કરતો હોય છે પરંતુ આયેશા પોતાની જાતને ધીકારતી રહી કે બધુ હોવા છતા પૈસા અને લગ્ન જીવન સુખથી વંચિત રહેવાનુ દુ:ખ બહુ થતુ લાગણીશીલ હતી એટલે કયારેક લાગણીથી ઘવાતી રહેતી કોઈવાર ગુસ્સે થઈ જતી ત્યારે ઘર પરિવાર અને આ ફા ની દુનિયા છોડી જવાની ઈચ્છા થઈ જતી થોડીવાર આરીફનો મુડ બરાબર હોય તો પોતાના નસીબને કોસી રહેતી આમનમ નિકાહને બે વર્ષ થઇ ગયા કંઈ ખબર પડી નહી અને ઘરમાં ઘરેલુ હિંસા વધી ગઈ હતી.
આયેશાને કરિયાવરમાં પણ કોઈ કચાશ રાખી નહોતી કયારેક તેની અમીજાન વિચાર કરીને રોઈ લેતી કે મારી ભોળી દીકરી પારકા ઘરે કેટલી પીડા સહન કરીને મન મજબૂત કરીને રહેતી હશે .
આબાજુ આયેશા પણ એટલી હદે આરીફને મહોબ્બત કરતી હોય છે એટલે એ ઝાલોર શહેરને જ પસંદ કરે છે આરીફ માટે જ તો હા મારા મત મુજબ "પ્રેમમાં કદી પામવાની ચાહ ન રાખવી જોઈએ પ્રેમમાં તો ત્યાગ અને સમર્પણ ભાવના હોય શકે
પરંતુ એટલી હદે ના હોય કે એક મેક વિના જીવન જીવવુ કઠીન લાગે એવુ પાગલપન પણ ના હોવુ જોઈએ ,
આયેશાના જીવનમાં પણ આ જ બનાવ બન્યો હવે આયેશાને ચોખ્ખા શબ્દો માં કહી દીધુ કે મારે બીજા નિકાહ કરવા છે તારે જયાં જવુ હોય ત્યાં જા ત્યારે આયેશા કહે છે કે આરુ તે મારો વિચાર કર્યો? ત્યારે આરીફ ના કહે છે અને કહે છે કે મારે મારી પ્રેમિકા અસ્મા સાથે નિકાહ કરવા છે, ત્યારે આયેશા તેના મામા ને ફોન કરીને કહે છે કે મને જમવા દેતા નથી, ઘરમાં પુરી રાખે છે તો મામા કહે છે કે બેટા ઘર છોડીને જતી નહી તારા અમી અબુની આબરૂ જશે ત્યારે રોઈ પડે છે અને કહે છે કે આરીફ સાથે નિકાહ કરીને આવી હતી ઘરમાં પણ આરીફ જ મારો અસ્વીકાર કરે છે .અને રડી પડી ફોન છોડીને મનોમન વિચારવા લાગી કે હું આવી તો નહોતી! હું મારી આશા, અરમાન, બધુ દબાવીને બેઠી છુ . આરીફ કયાં? કશુ જાણે છે !અને પોતાના પ્રેમ પર પસ્તાવો કરે છે .
પરંતુ આવા દહેજના દાનવો પર પશ્ચાકતાપ ન કરાય કોન આયેશાને સમજાવે! કે તું એકવીસમી સદીની શિક્ષિત યુવતી છો. આવા અત્યાચાર અને દહેજ ની માંગણી કરતા દાનવને જીવતા સળગાવી દેવાય. જે લોકો મોર્ડન બની કપડાની જેમ વિચારો બદલે દેખાવ અને દંભ કરે સારા માણસ હોવાનો તેવા નરાધમોને ખુલ્લેઆમ સમાજમાં ઉઘાડા કરવા જોઈએ કોણ સમજાવે?
અને આયેશા તેના વાલીદ અબુ જાનની ઘરે અમદાવાદ આવી ગઈ છે અને કહે છે કે અબુ હવે હું પાછી ઝાલોર જઇશ નહી
તમે મને મુકવા આવવાની વાત પણ ન કરતા નહી તો તમારી દીકરી તમને જીવતી જોવા નહી મળે!
તેના અબુ અમી કહે છે કે તું ચિંતા ના કરતી થોડા દિવસ આરામથી રહે ત્યારે આયેશા કહે છે કે અમી અબુ હવે હું અહીં જ રહીશ આરીફે મને કાઢી મૂકી છે! અને રડવા લાગે છે.
તેના અમી અબુ કહે છે કે બેટા થોડા સમયમાં "ઘીના ઠામમાં ઘી પડી જશે " અને તને તેડી જશે આયેશા કશુ બોલતી નથી તે તેની દીદી પાસે મોડી રાત સુધી રડતા રડતા બધી વાતો કરી અને ચૂપચાપ સુઇ ગઈ અને વહેલી સવારે ચૂપચાપ કોઈ પણ ને ઘરમાં જાણ કર્યો વિના ચાલી ગઈ.
એલિસબ્રિજ રિવરફ્રન્ટ પર ત્યાં જઈને એકદમ સ્વસ્થ ચિત્ત રાખી પારાવાર પીડા સાથે થોડી હસે છે તો થોડી રડે છે અને હસતા હસતા
"*સલામ માલેકમ"* કહી
વિડિયો બનાવવા લાગી તે એક પતિવ્રતા સ્ત્રી હતી આરીફને બે પનાહ મહોબ્બત કરતી હોય છે એટલે એને એકલા રહેવાનુ દુ:ખ બહુ થતુ હોય છે જેણે નિકાહ પછી આરીફ સિવાય અન્ય કોઈ માટે વિચાર કદી કર્યો નથી, !
અને ઉપરથી આરીફ શંકાશીલ સ્વભાવનો હતો આયેશા એજ્યુકેટેડ હોવાથી તેને પણ તેના મામાના ઘર પાસે રહેતો આબીદ મિત્ર હતો પરંતુ ભાઈ જેવો જ બંને વચ્ચે નિખાલસ મિત્રતા હતી પરંતુ આરીફ તેને પણ શંકાની દ્રષ્ટિએ જોતો હોય છે આયેશાને
કહેતો હોય છે કે આ "તારા પેટમાં ઉછરે છે એ બીજા કોઈનુ પાપ છે આ બધુ યાદ કરતી જાય છે અને રડતા રડતા હસી પડે છે અને મોટી મોટી આંખો એ આંસુ આવી જાય છે પણ છુપાવી દયે છે અને વિડિયો ચાલુ કરે છે અને કહે છે કે મારુ સપનુ પણ આઈ એસ ઓફિસર બનવાનુ હતુ પરંતુ નિકાહ પછી મારા બધા સપના ધૂળમાં રોળાઈ ગયા અને પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ અમારી રિલેશન શીપ ફેઇલ થઈ લગ્નજીવન પણ નિષ્ફળ ગયુ . એટલે બહુ દુ:ખ થાય છે. એટલુ બોલી ચૂપ થઈ ગઈ બહુ વ્યથિત અને દિલથી ભાંગી પડી હતી પરંતુ તેનો શોહર આરીફે કહેલુ કે "*તું જા તારે જયાં જવુ હોય ત્યાં જઇ શકે છે અને મરવુ હોય તો મરી શકે છે પણ મારી પાસે પાછા ન આવતી ત્યારે આયેશા કહે છે કે હા મરી જઈશ તો આરીફ કહે છે કે તું મરતા પહેલા વિડિયો બનાવી મને મોકલ જે !શોહરની આવી માંગણી પર આયેશા બહુ દુ:ખી થઈ ગઈ હતી રિવરફ્રન્ટ પર સવારના શાંત વાતાવરણ વચ્ચે તેને આરીફના શબ્દો યાદ આવી જાય છે અને મનોમન ભગ્ન હૃદયે કહે છે કે આ કેવો માણસ છે જેને મારી તસુભાર પણ ચિંતા નથી અને ઉપરથી ન કહેવાના શબ્દો કહે છે આ બધા શબ્દો રૂપી બાણ આયેશાને હાડોહાડ ઉતરી ગયા હતા *કે મરતા પહેલા તારો વિડિયો બનાવી મોકલજે*
અને એક તરફી પ્રેમમાં પાગલ બનેલી આયેશાએ હસતા હસતા વિડિયો બનાવેલો.
આંસુઓને હડસેલો મારી પરાણે હસતો ચહેરો રાખી આંખોથી દર્દ છુપાવે છે પણ ચહેરા સાચી હકીકત કહી જાય છે. .
અને કહે છે કે *મેરે સે કહાં ગલતી હો ગઈ* ? આ જોઈને ભલભલા રડવા લાગે આયેશાની જરૂર દુનિયામાં હતી અને રહેશે કારણ કે તેનો પ્રેમ પાક હતો તો પણ તેના પ્રેમની કદર મળી નહી. અને પોતે હસતા હસતા મોતને સ્વીકારી લ્યે છે અને દુનિયાને અલવિદા કહી દયે છે! પરંતુ ખુદાએ આ અનમોલ બક્ષેલી જિંદગી ની ભેટ ગુમાવવી શું? તેને ગમી હશે?
તે પોતાના સાસરિયા ઓને બહુ સારી રીતે જાણતી હોય છે એટલે તેના અબુને કહે છે કે પપ્પા તમે એ લોકોને નહી પહોંચી શકો તેના પપ્પા ને પણ વિડિયો મેસેજ આપ્યો !અને પોતે કેમ હિમ્મત હારી ગઈ હશે?
"કેટલા આશા અને અરમાનો દિલમાં ધરબી દીધા હશે; ?
આયેશા એક વહુ બની દીકરી બની ઘર ગૃહસ્થી ચલાવી પરંતુ તેનો નિસ્વાર્થ પ્રેમ અને લાગણી પરિવાર સમજી સકયો નહી અને દહેજની માંગણી કરી અને એક કોડીલી કન્યાને આ દહેજ રૂપી દાનવ ભરખી ગયો.
આયેશાને ના પત્ની હક કે પતિનો પ્રેમ મળ્યો ના સાસરિયા નું સુખ મળ્યુ;
તેની લાગણીઓને સમજનારુ કોઈ હતુ નહી
એ લાગણીશીલ હતી પતિ ને અનહદ પ્રેમ કરતી હતી પરંતુ પતિ પ્રેમ મળ્યો નહી એટલે ખુબજ એકલતા મહેસૂસ કરતી હોય છે! આમ પણ પતિના સહકાર વિના આયેશા ભાંગી પડેલી હતી ત્યારે આયેશાને સહાનુભૂતિ ની જરૂર હતી કોઈ આવી બે મીઠા શબ્દો બોલે ને તો પણ થોડી હિમ્મત આવી જાય પરંતુ તેના પતિ આરીફ ને કોઈ ફર્ક પડતો નથી એ જલ્લાદ સામે આયેશાનો પ્રેમ કામ ન આવ્યો;
પછી વાત ચાલુ કરે છે કે મને અમી અબુ બધા સરસ મળ્યા છે મિત્રો પણ સારા છે પરંતુ હું આ જિંદગીથી કંટાળી ગઈ છું કે ખુદાને પ્રાર્થના કરુ કે ફરીવાર માનવયોની માં જન્મ ન આપે !
હું ચેન અને શકુનંથી મરવા માગુ છું હા મને મારી ભૂલ સમજાઈ કે એકતરફી પ્રેમ ન કરવો જોઈએ !;
એકતરફી પ્રેમમાં દુ:ખ, દર્દ અને વેદના જ મળે છે પ્રેમ નથી મળતો *એટલે જ હું અલાહ* પાસે જવા માગુ છુ. *હું તો વહેતી સરિતા ની લહેરો સંગ વહેવા માંગુ છું*
મને હવે જીવનમાં કોઈ પ્રત્યે પ્રેમ નથી બસ આ
*ફા નીં દુનિયા છોડીને દુર. .દુર..જાવ છુ. .અને આપણી ભારતીય સંસ્કૃતિ માં નદીને પણ માતા સંબોધન કરીએ છીએ તો આયેશા એ પણ એમ જ *આખરી ક્ષણે નદી માતાને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે નદી માતા હું તારા ખોળે આવુ છુ "મા"ની જેમ સંભાળી લેજે મને*
*અને પાછ રડતા રડતા હસે છે અને કહે છે કે "દુવામેં યાદ રખના* ફરી જન્મ મળે કે ના મળે ચલો *અલવિદા* ત્યાં જ તેના પપ્પાનો ફોન આવ્યો અને પુછે છે! કે બેટા તું કયાં છો? ..
તો આયેશા કંઈ બોલતી નથી ત્યારે તેના પપ્પા ફરી પુછે છે! "બેટા તું જવાબ દે એટલે હું આવીને તેળી જાવ! તો આયેશા રડવા લાગી *અને કહે છે કે !પપ્પા હું થાકી ગઇ છું હવે હું જીવવા નથી માંગતી*
ત્યારે તેના પપ્પા ચિંતા વ્યક્ત કરતા પુછે છે! બેટા એકવાર ખાલી કહી દે કે તું કયાં છો? ..આયેશા ના કહે છે તો તેના પપ્પા રડવા લાગ્યા ત્યારે આયેશા એ કહ્યુ "રિવરફ્રન્ટ પર બેઠી છુ"
તો *તેના પપ્પા કહે છે કે બેટા મોંટુને મોકલુ છુ ગાડી લઈ તું આવી જાજે*
*પછી તેની મમ્મી સાથે આખરી વાત કરે છે મમ્મી તું તો મને સમજી શકે છે* !
*મારે પાછા નથી આવવુ
*હું આરીફથી થાકી ગઈ છુ*
ત્યારે તેની મમ્મી કહે છે કે બેટા તારા પપ્પા કાલે જ ઝાલોર જશે અને આરીફને સમજાવીને તેળી લાવશે !
અને આરીફ માની જશે *ત્યારે આયેશા બહુ રડવા લાગી અને કહે છે કે હું થાકી ગઈ છુ.*
તો તેના *પપ્પા કહે છે કે તું નહી આવે તો અમે આખુ ઘર મરી જઇશુ*
ત્યારે રડતા રડતા હા કહે છે
*ત્યારે તેના પપ્પા પુછે છે! કે બેટા કેટલી વાર છે? તો
*આયેશા કહે છે કે બસ પાણીમાં પડુ એટલી વાર*
ત્યારે તેના પપ્પા ખૂબ સમજાવે છે અને કહે છે કે
"બેટા કોઈ ખરાબ પગલુ ના ભરતી " ઘણો સમય મમ્મી પપ્પાએ સમજાવી પરંતુ
પોલીસને એક ફોન મદદ માટે કર્યો હોતતો*! કદાચ
વ્હાલી દીકરી બચી ગઇ હોત,
આમ દહેજનો દાનવ એક વ્હાલી દીકરીને ખાઈ ગયો!
અને આયેશા સાબરમતી નદીમાં સમાય ગઈ
આયેશાને સાચો ન્યાય મળે એ માટે આપણે સહુ મળીને પ્રાર્થના કરીએ નહી તો આવી કેટલી આયેશા દહેજ ના ખપ્પર માં હોમાતી રહેશે?
દહેજ એક એવી સમસ્યા છે કે આપણા સમાજમાંથી કદી જશે નહી
માટે આવા દહેજની માગણી કરતા જલ્લાદોને
છાવરવા જોઈએ નહી, 🙏🙏
મીરાં ડી વ્યાસ
રાજકોટ
20/3/2021
ખાસ નોંધ... ઉપર ની વાર્તા માં જે લખાણ છે તે લેખક ના પોતાના ના વિચારો નુ છે . તેની નોંધ લેવી. કોઈ પણ કાર્યવાહી માટે બ્લોગ જવાબદાર રહેશે નહી .


Comments
Post a Comment