દમદાર વ્યક્તિત્વ ( કવિતા ) ✍️નલિની પંડ્યા "નંદિની"✍🏻


                  



ચાલે ને ધરણી ધ્રૂજે.... 

શું એને દમદાર વ્યક્તિત્વ કહેવાય??

મંચ પર પ્રમુખસ્થાને બિરાજે..

શું એને દમદાર વ્યક્તિત્વ કહેવાય??

જ્યાં જાય પોતે ત્યાંથી જ રસ્તો

શરુ થાય એને જ દમદાર વ્યક્તિત્વ કહેવાય..???


ના....ભાઈ...ના... મારે તો...

જીવનની લંબાઈને બદલે ઊંચાઈને 

જીવવા આતુર હોય એવું

દમદાર વ્યક્તિત્વ ઘડવું છે...!!


સૌને થવું ઉપયોગી,

કોઇના કામમાં અંતરાયો ઉભા

કરી આગળ ન વધવા દેવા

એવાં વ્યક્તિત્વનું શું કામ..??

કોઈના માટે પગથિયાં ન બનુ

પણ ખાડો બની નીચે ન પાડું

એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે.


લાખો લોકો ભલે સલામ કરે પણ, 

મા-બાપ પાસે બેસી રોજ વાતો

કરું એવું દમદાર વ્યક્તિત્વ બનવું છે.


 શ્રાદ્ધ ભલે ન કરું પણ એમને 

ભાવતી વાનગી પીરસી શકું

એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે.


નાના હાથે મોટી સેવા કરું,

જનસેવાને પ્રભુસેવા ગણી

સમાજને ઉપયોગી થાઉં એવું

દમદાર વ્યક્તિત્વ ઘડવું છે.


નલિની પંડ્યા "નંદિની"


▪️ ખાસ નોંધ - આ લખાણ લેખક ના પોતાના વિચારો થી છે. 

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .