Posts

આજનો વિષય ➜ પંચાયતી રાજ .... સરકારી ભરતીઓ માટે મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી નોલેજ

Image
@Pocket_gk ➜ વિષય : પંચાયતી રાજ  👉 01. ગ્રામસભા નિયમિત રીતે મળે તેની કાળજી કોને લેવાની છે ? Ans : સરપંચ 👉 02. જુથ ગ્રામ પંચાયત સેવાના ગામો તથા લગ્નની નોંધણી અધિકારી કોને છે ? Ans : તલાટી કમ મંત્રી  👉 03. જિલ્લા સરકારી નીતિમાંથી ગ્રામ પંચાયતના કેટલું અનુદાન મળે છે? Ans : મહેસુલી આવક ના ૭ ૫ ટકા 👉 04. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે? Ans :ગ્રામ પંચાયત મંત્રી 👉 05. ગ્રામ પંચાયત ને કયો વેરો લાદી શકાય તો નથી ? Ans : જકાત વેરો 👉 06. જિલ્લા પંચાયત કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? Ans : ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ 👉 07. નાયબ ચીટનીશ અને તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે? Ans : મદદનીશ પંચાયત અધિનિયમ-૧૯૯૩ 👉 08. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે? Ans : તાલુકા વિકાસ અધિકારી 👉 09. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?  Ans : બે  👉 10. ગ્રામ પંચાયતમાં સરપંચ ની નિમણુક કોણ કરે છે ? Ans : મતદારો સીધા મત આપી ચૂટે છે 👉 11. છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ રસ્તા માં કઈ પંચાયત નો સમાવેશ થતો નથી...

શીર્ષક :- ચિંતનની પળે - કળશ પૂર્તિ ✍️ લેખક: કૃષ્ણકાંત ઉનડકટ

Image
તારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે! માણસે પોતાના જીવની પણ તપાસ કરતાં રહેવું જોઇએ. મારો જીવ તો ઠેકાણે છે ને? જો લાંબો સમય જીવ ઠેકાણે ન હોય તો સમજવું કે, જિંદગી આડા પાટે ચડી ગઇ છે. આપણો જીવ ઠેકાણે ન હોય ત્યારે આપણા હાથેથી થતા દરેક કામ નિર્જીવ જ થઇ જાય છે. મશરૂફ રહને કા અંદાજ, તુમ્હેં તન્હા ન કર દે ‘ગાલિબ’, રિશ્તે ફુર્સત કે નહીં, તવજ્જોહ કે મોહતાજ રહતે હૈ! -મિર્ઝા ગાલિબ દરેક જીવતો માણસ સજીવન જ હોય એવું જરૂરી નથી. જીવવું એટલે શ્વાસ ચાલવો નહીં, જીવવું એટલે ધબકવું. ધડકવા અને ધબકવા વચ્ચેનો તાર્કિક ભેદ કેટલા લોકોને સમજાતો હોય છે? ઘણા લોકોને જોઇને જ આપણને સમજાઇ જાય છે કે, એનો જીવ ઠેકાણે નથી! જીવ ઠેકાણે ન હોય ત્યારે માણસ જ્યાં હાજર હોય ત્યાં જ ગેરહાજર હોય છે. શરીરની સાથે મનની હાજરી પણ આવશ્યક હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે, જે જિંદગીની દરેક ક્ષણ ‘જીવતાં’ હોય છે. માણસ એની જિંદગીમાં કામચલાઉ રીતે કેટલીયે વાર મરતો હોય છે! એ સમય આયુષ્યમાં ગણાતો હોય છે, પણ જીવાયેલો હોતો નથી. મન ક્ષુબ્ધ થઇ જાય ત્યારે ક્ષણો જર્જરિત થઇ જતી હોય છે. માણસે પોતાના જીવની પણ તપાસ કરતાં રહેવું જોઇએ. મારો જીવ તો ઠેકાણે ...

શીર્ષક :- 🙏 માં કુળ દેવી માં🙏 લેખકશ્રી ✍️ મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા..

Image
             માં ભગવતી માં મારી કુળ દેવી માં નંદા...આનંદા માં તને કરૂં વંદન શત્ શત્.. સૂર્ય ચંદ્ર સમુ તેજ,,ઝળહળે, ઝગમગતું ચહુ દિશ.. અમી દ્રષ્ટિ ભરી આંખો તારી,, રૂપ રૂપનો અંબાર તું માં.. હું  છું  તારો અંશ,, કરાવજે સત્કાર્યો મારા હાથે.. લખાવજે તને ગમતું,મારા હાથે,, બોલાવજે તને ગમતું, મારા મુખથી.. વંચાવજે તને ગમતું,મારી આંખો થી,, કરાવજે ચિંતન તને ગમતું, મુજ મનથી..  સંકલ્પ એવા કરાવજે માં,, કરૂં અર્પણ તુજને,સુખ સઘળાં.. દુઃખ ભલે આવે જીવનમાં,, સ્વીકારીશ હું હોંશે,પણ.. દેજે શક્તિ સહેવાની..  સેવા સૌની કરતાં કરતાં,, ઓતપ્રોત રહું તુજમાં માડી.. કુટુંબ..પરિવાર..અને સૌ જન નું,, કરજે કલ્યાણ તું માં.. 'મૌની' કરે પોકાર તુજને.. સ્વિકારજે....તું  હેતે🙏 🙏🙏🙏🌹🌹🙏🙏🙏 મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા ..

આયુર્વેદ આર્ટિકલ :- પાયોરીયા ✍️ મીરા ડી વ્યાસ...રાજકોટ

Image
હાં તો મિત્રો આજનો આપણો ઘરગથ્થુ આયુર્વેદ ઉપચાર મોં માંથી ખરાબ વાસ આવવી,  પાયોરીયા પેટના રોગોના કારણે થાયછે જેના લક્ષણો નચે મુજબ જોવા મળે છે,  👉 દાતો ની માંસપેશીઓ ઢીલીપડીજાયછે,  પેઢા પોચા થઈ જાય, પેઢા પર સોજો આવીજાય અને ખુબ દુખાવા સાથે લોહી નીકળેછે, મોઢા માંથી વાસ ખૂબ આવવી ઉપર મુજબ લક્ષણો જોવા મળે તો તુરંત ઇલાજ ચાલુ કરીદેવો જોઈએ, ----:  ઈલાજ નીચે મુજબ છે  દેશી દિવેલ 25 ગ્રામલેવાનુ ગરમ કરી બોટલમાં ભરીલેવાનુ, તેમાં 4 ગ્રામ કપુરનો પાવર મીકસ કરી દાંત પર લગાવવાનુઆંગળી વડે.  દિવેલ ઘસવાથી પેઢા મજબૂત બનેછે અને કપુર થી જીવાણુ નો નાશ થાય છે અને પેઢા સડતા રોકેછે,  ---: લીમડાના પાન ગરમ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતદાંતનો સડો રોકીશકાયછે,  કોઈ પણ પ્રકારની ગયળી વસ્તુ ખાધા પછી કોગળા તુરંત કરી દાંત સાફ કરી લેવાના અઠવાડિયે એક વાર પાણી માં ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરીલેવાના જેનાથી દાંત ની સફાઈ થઈ જાય છે.  તુલસી ના પાન વાટી પેસ્ટ બનાવી દાંત પર લગાવવાની આંગળી વળે  કડવા લીંબડા ના પાન એક માટીના મોટા કોડીયા માં નાખી એકદમ બાળીને ...

શીર્ષક :- ખુશીનો ઑક્સિજન ✍️ ✒લેખક :- આશા વીરેન્દ્ર..Dt. 28-07-2020

Image
      થોડા દિવસ પહેલા પેપર હાથમાં લેતાંની સાથે આઘાતજનક સમાચાર પર નજર પડી.’સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા’. સુશાંતસિંહ-માત્ર 34 વર્ષનો યુવાન,દેખાવડો હસમુખો અભિનતા. એને આત્મહત્યા કરવાની શી જરૂર પડી? હજી કારણો બહાર નથી આવ્યાં પણ કહેવાય છે કે, કદાચ ડીપ્રેશનનું કારણ હોઈ શકે. હજી અઠવાડિયા પહેલા જ એની મેનેજર રહી ચૂકેલી દિશા સલિયને 14 મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. એની આત્મહત્યાનું કારણ પ્રેમમાં મળેલી નિષ્ફળતા હતું. સુશાંત એ આઘાતમાંથી બહાર ન આવી શક્યો હોય એમ પણ હોઈ શકે. ગણાવવા માટે તો ઘણાં કારણો હોઈ શકે. કોરોનાને લીધે ફરી વળેલું મંદીનું મોજું, એમાં ખરાબ રીતે ફસાયેલો ફિલ્મ ઉધ્યોગ, ખૂબ પ્રસિધ્ધિ અને સફળતાનો સ્વાદ ચાખ્યા પછીની હતાશા, નિરાશા. કુટુંબથી દૂર રહેવાને કારણે સતાવતી એકલતા અને અસલામતી...આવા આવા તો ગણ્યા ગણાય નહીં એટલાં કારણો. પણ સવાલ એ ઊભો થાય, કે આટલી જલ્દી હાર માની લેવાની? નાનું બાળક પાનાંની એક કે બે બાજી ઉપરા ઉપરી હારે એટલે પાનાં ફેંકી દે અને કહી દે, કે મારે નથી રમવું. જીવનની બાજી શું આમ સસ્તામાં ફેંકી દેવા જેવી છે? આપણે જાણીએ છીએ, કે હાથે કરીન...

શીર્ષક :- શ્રાવણ ✍️ મૈત્રી ઉપાધ્યાય..અમદાવાદ

Image
    રૂપિયાપુર નામનું એક ગામ હતું. આ ગામ ખેતરોથી ભરપૂર હતું. ધન-ધાન્યથી ભરપુર ગામમાં દુધાળા પશુઓની પણ કમી ન હતી. આ ગામનું દૂધ તો બીજા શહેરોમાં પણ વખણાતું હતું અને અન્ય ગામ અને શહેરમાં પણ જતું હતું. શ્રાવણ મહિનો આવે ત્યારે તો ગામના અને બહારના મંદિરોમાં દૂધની માંગ ખૂબ જ વધી જતી. જેમ દૂધ વધુ વેચાતું ગયું એમ દરેક પશુપાલકોમાં લાલચ વધતી ગઈ. તેઓ દૂધમાં વધુ પ્રમાણમાં પાણી નાખીને વેચવા લાગ્યા અને આવું પાણીવાળું જ દૂધ મંદિરોમાં જતું.    થોડા સમય પછીની વાત છે. શ્રાવણ મહિનાની શરૂઆત હતી અને દરેક પશુઓ પ્રમાણમાં ખૂબ જ ઓછું દૂધ આપવા લાગ્યા. દૂધનું વેચાણ પણ ઓછું થઈ ગયું. દરેક પશુપાલકો વિચારવા લાગ્યા કે આવું શા કારણે થઈ રહ્યું છે? અને થોડા સમય પછી તો કેટલાક પશુઓ પણ મૃત્યુ પામ્યા. દૂધ ન મળતાં કેટલાંક બાળકો પણ બીમાર પડવા લાગ્યા. શ્રાવણ મહિનામાં ગામમાં તહેવારને બદલે શોકનું વાતાવરણ સર્જાઈ ગયું.દરેક પશુપાલકોને અને ગામના લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને સમજાઇ ગયું કે,"આ આપણી કરેલી લાલચનું પરિણામ છે કે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન આપણી ઉપર કોપાયમાન થયા છે અને એટલે તેમને પ્રિય દૂધ આપણને...

શિર્ષક : - ડરું છું... ✍️ કવિયત્રી :- - કાજલ શાહ 'જલ'

Image
એવો  મળ્યો  દગો  કે  હું  લાડથી  ડરું છું, પંખી  થઈને  જાણે,   હું   ઝાડથી  ડરું  છું, રાખી  નથી  તિજોરી,  યાદો  ભરી  ભરીને, આ આંસુઓ  જે પાડે તે  ધાડથી  ડરું છું, છે બોલવું ઘણું પણ,ત્યાં પ્હોંચશે ખરું એ? અંકુર   નવું   ઉગેલું,   હું  તાડથી   ડરું  છું, ઊભો છું બુત બનીને, લીલા આ ખેત વચ્ચે, બનવું  છે મુક્ત  મારે, પણ  વાડથી  ડરું  છું, હું  પણ  કરી  શકું  છું, જેવાની  સાથ  તેવા, અંતરથી  'જલ'  ઉઠે  છે તે રાડથી  ડરું  છું. - કાજલ શાહ 'જલ'