શીર્ષક :- 🙏 માં કુળ દેવી માં🙏 લેખકશ્રી ✍️ મીનાક્ષી ત્રિવેદી, 'મૌની' વડોદરા..
માં ભગવતી માં
મારી કુળ દેવી માં
નંદા...આનંદા માં
તને કરૂં વંદન શત્ શત્..
સૂર્ય ચંદ્ર સમુ તેજ,,ઝળહળે,
ઝગમગતું ચહુ દિશ..
અમી દ્રષ્ટિ ભરી આંખો તારી,,
રૂપ રૂપનો અંબાર તું માં..
હું છું તારો અંશ,,
કરાવજે સત્કાર્યો મારા હાથે..
લખાવજે તને ગમતું,મારા હાથે,,
બોલાવજે તને ગમતું, મારા મુખથી..
વંચાવજે તને ગમતું,મારી આંખો થી,,
કરાવજે ચિંતન તને ગમતું, મુજ મનથી..
સંકલ્પ એવા કરાવજે માં,,
કરૂં અર્પણ તુજને,સુખ સઘળાં..
દુઃખ ભલે આવે જીવનમાં,,
સ્વીકારીશ હું હોંશે,પણ..
દેજે શક્તિ સહેવાની..
સેવા સૌની કરતાં કરતાં,,
ઓતપ્રોત રહું તુજમાં માડી..
કુટુંબ..પરિવાર..અને સૌ જન નું,,
કરજે કલ્યાણ તું માં..
'મૌની' કરે પોકાર તુજને..
સ્વિકારજે....તું હેતે🙏
🙏🙏🙏🌹🌹🙏🙏🙏
મીનાક્ષી ત્રિવેદી, 'મૌની'
વડોદરા..

Just Superbbbb. Nice Poem 👌👍
ReplyDelete