શિર્ષક : - ડરું છું... ✍️ કવિયત્રી :- - કાજલ શાહ 'જલ'
એવો મળ્યો દગો કે હું લાડથી ડરું છું,
પંખી થઈને જાણે, હું ઝાડથી ડરું છું,
રાખી નથી તિજોરી, યાદો ભરી ભરીને,
આ આંસુઓ જે પાડે તે ધાડથી ડરું છું,
છે બોલવું ઘણું પણ,ત્યાં પ્હોંચશે ખરું એ?
અંકુર નવું ઉગેલું, હું તાડથી ડરું છું,
ઊભો છું બુત બનીને, લીલા આ ખેત વચ્ચે,
બનવું છે મુક્ત મારે, પણ વાડથી ડરું છું,
હું પણ કરી શકું છું, જેવાની સાથ તેવા,
અંતરથી 'જલ' ઉઠે છે તે રાડથી ડરું છું.
- કાજલ શાહ 'જલ'

Comments
Post a Comment