આયુર્વેદ આર્ટિકલ :- પાયોરીયા ✍️ મીરા ડી વ્યાસ...રાજકોટ
હાં તો મિત્રો આજનો આપણો ઘરગથ્થુ આયુર્વેદ ઉપચાર મોં માંથી ખરાબ વાસ આવવી,
પાયોરીયા પેટના રોગોના કારણે થાયછે જેના લક્ષણો નચે મુજબ જોવા મળે છે,
👉 દાતો ની માંસપેશીઓ ઢીલીપડીજાયછે,
પેઢા પોચા થઈ જાય, પેઢા પર સોજો આવીજાય અને ખુબ દુખાવા સાથે લોહી નીકળેછે, મોઢા માંથી વાસ ખૂબ આવવી ઉપર મુજબ લક્ષણો જોવા મળે તો તુરંત ઇલાજ ચાલુ કરીદેવો જોઈએ,
----: ઈલાજ નીચે મુજબ છે
દેશી દિવેલ 25 ગ્રામલેવાનુ ગરમ કરી બોટલમાં ભરીલેવાનુ, તેમાં 4 ગ્રામ કપુરનો પાવર મીકસ કરી દાંત પર લગાવવાનુઆંગળી વડે.
દિવેલ ઘસવાથી પેઢા મજબૂત બનેછે અને કપુર થી જીવાણુ નો નાશ થાય છે અને પેઢા સડતા રોકેછે,
---: લીમડાના પાન ગરમ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતદાંતનો સડો રોકીશકાયછે,
કોઈ પણ પ્રકારની ગયળી વસ્તુ ખાધા પછી કોગળા તુરંત કરી દાંત સાફ કરી લેવાના અઠવાડિયે એક વાર પાણી માં ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરીલેવાના જેનાથી દાંત ની સફાઈ થઈ જાય છે.
તુલસી ના પાન વાટી પેસ્ટ બનાવી દાંત પર લગાવવાની આંગળી વળે
કડવા લીંબડા ના પાન એક માટીના મોટા કોડીયા માં નાખી એકદમ બાળીને કાળા સેકીલેવાના,
દેશી બાવળની છાલ જાડી અને મોટી લેવાની, એને પણ બાળવાની કોડીયા પર ડિશ ઢાંકી સેકીલેવાની,
બંને ને ખાંડી પાવડર કરીલેવાનો એક મલ મલ ના કપડા વડે ગાળી લેવાના બંને મીકસ કરી
250 ગ્રામ પાવર માં 10 ગ્રામ સિંધાલુણ અને ફુલેલ ફટકડી નાખી કપડાથી ગાળી લેવાના આ પાવર વડે સવારે અને સાંજે બે ટાઇમ બ્રસ કરવા થી .
પાયોરીયા માં ઘણી રાહત જણાય છે.
લવિંગ નુ તેલ ગરમ પાણી માં 3 ટીપા નાખી કોગળા કરવાથી મુખ ની બદબુ ઓછી થઈ જાય છે,
મીરા ડી વ્યાસ
રાજકોટ
8320330498
👉 ખાસ નોંધ... ઉપર જણાવેલ બધા વિચારો અને લખાણ તેમનું પોતાનું છે ... તેનાથી કોઈ આડઅસર થશે તો તેના માટે બ્લોગ જવાબદાર રહેશે નહી.
Post by... LAGNINO RANGMANCH..



Comments
Post a Comment