મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .
દીકરા વહુ..દીકરી જમાઈ સૌ,,
પહોંચ્યા છે પરદેશ..
વાનપ્રસ્થને આરે આવી,,
પાન ખરે અમે!!
લીલી વસંત ને શોધી..
લગ્ન નું આલ્બમ અમારૂં,
બ્લેક & વ્હાઇટ,
એમાં વળી..
ફોટોગ્રાફરે ભેટ આપેલો,,
અમારો રંગીન ફોટો,,જોયો..
હિંચકે ઝૂલતા...ઝૂલતા અમે
મશગૂલ બની ને સંભાર્યા એ દિવસો
એક પછી એક બદલાયા વર્ષો,,
વીતી જુવાની, પાનખર આ માથે આવી..
દીઠેલા સઘળા સોણલા,,
એક પછી એક પૂરાં થયાં..
હાથ માં હાથ પરોવીને,,
મશગૂલ બનીને વાગોળ્યાં
હવે તો, અમે બંને ફરી,,
બચપણ ને યાદ કરી,,
બની ગયા..ફરીથી બાળક,,
લીન થયા પરમાત્મા સંગ..
પ્રાર્થના બસ એક જ ઇશ,,
શરીર સ્વસ્થ સૌનું રહે,,
મશગૂલ થઈ ભક્તિ કરીએ
અંત સમય આવે જ્યારે,,
દેજે સ્થાન..તુજ ચરણે..
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
મીનાક્ષી ત્રિવેદી,,'મૌની'
વડોદરા,
👉 રચના નંબર - ૨
અસ્તિત્વ મારૂં ક્યાં ?
અસ્તિત્વ 🌹
ખબર નથી હું કોણ???
કોણ રસ્તો બતાવે છે?
મન મારૂં તુજ ને ધરી દઉ છું..
સવાર પડે ઉગતો સૂરજ,,
સંધ્યાએ એનો થાતો અસ્ત..
નિશા લાવતી ચંદ્રમા ને,,
કરે કળાઓ નિશ દિન એતો..
પ્રક્રૃતિ નું વરદાન કેવું!!
વસંત અને પાનખર,,
ઠંડી..ગરમી.. વરસાદ,,
સુંદર હરિયાળી વનરાજી..
પશુ..પંખી..અસંખ્ય આ જગમાં,,
અસંખ્ય માનવ મહેરામણ,,
છતાંય સૌએ અલગ અલગ..
સવાલ થાય હંમેશા...
અસ્તિત્વ મારૂં ક્યાં???
હે,, સૃષ્ટિના સર્જનહાર, હે....જગનિયંતા ,,
નિયમ પ્રમાણે ચાલતી..
આ સૃષ્ટિ ના ઘડવૈયા ને ,,
વંદન વારંવાર..
સૌનું અસ્તિત્વ અલગ,,
જાણવું છે સઘળું..
મુજ અસ્તિત્વ થી ,, જગત..
અળગું નથી..
પણ!ખબર મુજ ને પડતી નથી...
🪔🪔🪔🪔🪔🪔🪔
મીનાક્ષી ત્રિવેદી,, 'મૌની'
વડોદરા,
👉 રચના નંબર - 3
સૂર અને સંગીત
🌈📯📯🌺
સંગીત
🌺📯📯🌈
તન મનને ડોલાવી દેતાં,
સૂર અને.... સંગીત
પ્રિયતમ નો સંદેશો લાવે,
સાગરના મોજા નો નાદ..
નાદે નાદે રેલાય સંગીત
એકરૂપ....તન મન થાયે..
માં ના હાલરડાનો નાદ,
શાંત કરે,,,,,, બાળક ને..
નાદે નાદે શમણાં માં એ,
મીઠી ........નિંદર લેતો..
નવોઢાના ઝાંઝર નો નાદ,
નાદે સંગીત ભાસે અનુપમ..
ફરફરતી એની ચુનરી માંથી,
રેલાતું ..............સંગીત..
ખણખણ ખણકતા કંગનમાં,
સંગીત... સુરીલું સંભળાતું..
સંગીતના સૂર થી વાદળ છાતા,
ઝરમર ઝરમર વરસે મેહ..
સંગીત સાથે સૂર રેલાવે,
પ્રગટી ..... ઉઠે દીવડા ..
પશુ..પંખી.. મયુર નાચે,
મગન બનીને ડોલે પ્રાણી..
સંગીત થી જનમન ડોલે,
દ્વાર મન નાં........ ઝળહળતા ..
🌈📯📯🌺🌺📯📯🌈
મીનાક્ષી ત્રિવેદી,, 'મૌની'
વડોદરા,
👉 રચના નંબર - ૨
🏵🏵 હેલ ચઢાવ રે 🏵🏵
સહિયર મોરી, હાલને.....
આજ,,,,,,મારે ઘેર,
મહેમાન મોંઘરા છે આવવાના..
મારા બેડલા ભરી ને તૈયાર છે,
ઘેર પાણિયારા ખાલી ખમ રે..
આજ પિયુ ગયા છે શહેરમાં..
સહિયર મોરી,,,,,
તું જ .. મારી હેલ ચઢાવ રે..
મોતી ની ઇંઢોણી ને,
માથે છે, ત્રણ બેડલાં,
વળી કેડે ઘડલો છે પિત્તળનો..
મુને રસ્તે મળ્યા , મારા પિયુજી,
હું તો શરમાતી ,,
મનમાં મલકાઇ રે...
વાત્યું કરતાં જાતાં જાતાં,
ઘણું રે થયું મુને મોડું ,,
મહેમાનો પહોંચ્યાં.. છે ઘેર..
પિયુજી મારી હેલ ઉતારો,
મને ઉતાવળ ઘણી રે થાય,
ભાવતાં ભોજનીયાં,
મેં હોંશે બનાવીયાં..
ખાઇને સૌ હરખાયા..
આજે, મને વાત્યું,
ઘણી રે મીઠી લાગી..
હ્રદયાના જખમ રૂઝાયાછે મારા..
આજ થયું છે મન મારૂં હળવું
🏵🏵🏵🏵🏵🏵🏵
મીનાક્ષી ત્રિવેદી,,'મૌની'
વડોદરા,




Comments
Post a Comment