આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી



સ્નેહીજનોથી ઉભરાતું આ ઘર,
ભીડ પડતી  આ ઘરમાં.
દિવાળી વેકેશન પૂરું થયું દોસ્તો,
આજે  ઘર ખાલી થવાનું....

છેલ્લા દિવસની આગલી રાતે,  
મન બન્યું આકુળ વ્યાકુળ.
પડઘા ફેરવી વીતી ગઈ રાત પાછી, 
શુ ગડમથલ  ચાલે ? મનમાં અહીં સમજાતું નથી,
આજે ઘર ખાલી થવાનું......

દીકરા-દીકરી દાદા-દાદી સાથે રમતા અહીં,
આંગણે રમત રમતા ખોવાઈ જતા પાછા શૈશવમાં.
યાદ આવશે ફરી અહીં વતનનું ઘર પાછું,
આજે ઘર ખાલી થવાનું.....

બગીચાની ફૂલોની મહેકતી એ ફોરમ,
ફૂલોનો હસતો એ ચહેરો.
કદાચ એ નજારો શહેરમાં નહિ પણ જોવા મળે,
આજે ઘર ખાલી થવાનું.......

દોસ્તોની સાથે પિકનીક એ મસ્તી યાદ આવશે ફરી,
દોસ્તોની સાથે એ ચાયની પ્યાલી યાદ આવશે ફરી.
દોસ્તો વગર ફિકકો પડશે એ ચાયનો સ્વાદ....
આજે ઘર ખાલી થવાનું...... 

આજે ફરી ઘરમાં છવાશે ફરી શાંતિ સન્નાટો,
આજે બોલવા વાળું કોઈ નથી કોઈ નથી,
આજે ઘરના ચારે કોર ખાલી હશે.
આજે ઘર ખાલી થવાનું.......

છૂટી ગઈ આજે એ વતનની ભીની મિટ્ટીની મહેક,
છૂટી ગઈ આજે એ  વતનની તાજી યાદો.
છૂટી ગઈ આજે એ ઘરની સર્વસ્વ એ યાદો,
નીકળી ગયા છે આજે શહેરની ગલી જવાને.
આજે ઘર ખાલી ખાલી થવાનું,આજે ઘર ખાલી થયું.....

✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
        તા.વ્યારા જિ. તાપી

👉 રચના નંબર - ૨

માનવતા પરમ ધર્મ..


         જિંદગીની સફરમાં આવા માણસો બહુ ઓછા જોવા મળે.જે આપણને જિંદગીભર યાદ રહી જાય છે.
       ઓળખતા માણસો તો જરૂર પડે તો મદદ કરશે પણ ઓળખામણ વગર આપણી વહારે આવશે તો એને  તમે શું કહેશો ?
      એવા માણસો ક્યારેક તેના ચહેરા અને તેના કામ પરથી ઓળખાય આવે છે..આજે મારા જીવનમાં ડગલેને પગલે અનુભવેલા એવા બે વ્યક્તિઓની આજે વાત કરવી છે.જે યાદ આજે મારા હૃદયના એક ખુણામાં મૂકી દીધી છે.
     વિલાસભાઈ ગામીત અને પ્રવીણભાઈ બારીઆ જેમને કરેલી મદદ આજે પણ યાદ કરું છું તો તેમના પ્રત્યે માન વધી જાય છે.

          એ દિવસો બરાબર યાદ છે  મને જ્યારે નોકરીનો લેટર પરબીડીયામાં આવ્યો. હું અને મારો  મોટો ભાઈ દાહોદ આવવા માટેની તૈયારી કરી લીધી. 23 એપ્રિલ 2010 ની એ સાલ એક  ઘનઘોર કાળી રાતમાં રાતે લગભગ અમે મારી પાલસ્ટિક ટુર્નામેન્ટ ની સેમિફાઇનલ રમી લગભગ રાતે 8 વાગ્યાની આજુબાજુ ઘરેથી વ્યારા આવી સુરતની બસ પકડી.ગામથી સુરત 60 કિ.મી અંતર.સુરત આવી દાહોદની બસમાં બેઠા.સુરત થી દાહોદ લગભગ  6 કલાકનો રસ્તો.થોડી વાર પછી ટીકીટ કડાવી અને પછી હું ઉંઘી ગયો.અને ક્યારે દાહોદ આવ્યું મને ખબર ના પડી...
             મળસ્કે સવારે 5 વાગ્યાની આજુબાજુ દાહોદના બસ સ્ટેશનમાં આવી પહોંચીયા..ત્યાં થોડો આરામ કરી દાંતણ પાણી કરી  ચા ની ચૂસકી લીધી..અને તેની સાથે શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી. હવે જવાનું હતું મુવાલીયા ભીલ સેન્ટર શાળામાં....
             સમયસર પહોંચી ગયા અને લગભગ 3 વાગ્યાની આજુ બાજુ નોકરીનો હૂકમ મળ્યો અને એ દિવસ 
હનુમાન દાદાનો દિવસ શનિવાર.અને સોમવારે શાળામાં હાજર થવાનું હતું અને વચ્ચે રવિવાર એટલે વચ્ચે એક દિવસની ગેપ.હવે આટલી દૂર ઘરે પણ ના જવાય..
હવે શરૂઆત મારા મુદ્દાની.....હવે હીરા કરતા ચડિયાતા માણસની.......
                         ભાગ -1

           હું અને મારો ભાઈ મુંજવણ હતા .હવે શું કરવું એક દિવસની ગેપની,રવિવારની...એ ઘડીની અવડવઃ માં કેમ્પમાં આવેલા એક સજ્જન માણસની મુલાકાત થઈ એ ભાઈ હતા..વિલાસ ગામીત.તેમણે માંડીને વાત કરી કે,
 તેઓ  ઉચ્છલ તાલુકાના વતની છે અને અહીં ગરબાડામાં નોકરી કરે છે.અમે પણ પરિચય આપ્યો.અને તેઓ અમને તેમના રૂમે લઈ ગયા.ત્યાં નાહી ધોહીં અમે જમી આરામ કર્યો.વિલાસભાઈનું વ્યક્તિત્વ બધાને ગમી જાય એવું.એમની બોલવાની છટા જોરદાર અને ધારધાર.
ઉચ્ચાર સ્પષ્ટ અને માતૃભાષા પર પ્રભુત્વ અને પેઈન્ટર.
            હવે બીજા દિવસે રવિવારે મને જે શાળામાં ઓર્ડર મળ્યો હતો ત્યાં જોવા માટે લાવ્યા.અને હું,મારો ભાઈ અને વિલાસભાઈ  બાઈક  લઈને છેક ઝાલોદ તાલુકાના નાની સાબલી પ્રાથમિકશાળામાં આવ્યા.લગભગ ભર બપોરે તાપ ખૂબ લાગતો હતો.લીમડી બજારથી શાળા લગભગ 12 k.m હતી.પાછા વળતા સમયે બાઈકનું પંચર થયું અને કોઈ પંચરની દુકાન ન મળી અને છેવટે વરદી ની ગાડીમાં ભરી બજાર લાવી પંચર કડાવી ને પછી પાછા વિલાસભાઈના રૂમ પર ગરબાડા જવા રવાના થયા.
            અને બીજી સવારે ભાઈ સાથે ફરી ઝાલોદના નાની સાબલી પ્રાથમિક શાળામાં હાજર થવા આવ્યા અને  હાજર થઈ સાંજે લીમડીમાં મિત્રના રૂમ પર રોકાયા.
વિલાસભાઈ એ અમને જે મદદ કરી જે અમારાં દિલના એક ખૂણામાં યાદ કરી રહી ગઈ છે .વિલાસભાઈનો ચહેરો આજે પણ મારી આસપાસ મંડરાયા કરે છે.લાંબી બીમારીને લીધે વિલાસભાઈ સ્વર્ગવાસ થયા.જયારે મને ખબર પડી તો પગ નીચે જમીન સરકી ગઈ.આટલા સારા માણસ એટલી જલ્દી વિધાય લીધી એવું મન માં થાય. મન માનવા તૈયાર ના થાય.અજાણ્યાં વિસ્તારમાં અને ઓળખાણ વિના વિલાસભાઈ એ અમને જે મદદ કરી હતી તે ભૂલી શકાય એવી નથી.આજે પણ પ્રાર્થના કરું છું વિલાસભાઈ જ્યાં પણ હોય ત્યાં પ્રભુ !એમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ......
                         
                            ભાગ - 2
     ત્યાર બાદ પ્રવિણભાઈ બારીઆના ગુણો વિશે જણાવું તો શાંત સ્વભાવ,ધીરજવાન અને ઉદારદીલના.

          જ્યારે નોકરીનો પહેલા દિવસે શાળામાં ભર્યો અને સાંજે શાળામાંથી છૂટ્યા  બાદ ભાઈ સાથે લીમડી આવ્યો અને ભાઈએ એમની સાથે  પી.ટી.સી. કરતા અમુક મિત્રોનો કોન્ટેક્ટ કરવા પ્રયાસ કર્યો પણ કોઈએ ફોન રિસીવ ના કર્યો
 એટલે છેલ્લે મિત્ર એક જ નામ પ્રવિણભાઈ બારીઆ..
મોટાભાઈએ પ્રવિણભાઈને ફોન કર્યો.પ્રવિણભાઈએ ફોન રિસીવ કર્યો.
          પ્રવિણભાઈ ત્યારે ઝાલોદ તાલુકાના લીમડી ગામની આજુબાજુ નોકરી કરે.આમ વતની પંચમહાલ જિલ્લાના. ભાઈએ પ્રવિણભાઈને બધી વાત કરી આ પરિસ્થિતિ છે અને થોડા દિવસ તમારી જોડે રાખજો.કોઈ બીજો રૂમપાટનર ના મળે ત્યાં સુધી.પ્રવિણભાઈ એ કોઈ પણ સંકોચ વગર હા માં હા મિલાવી.ત્યારે મારી જોડે એક બેગ , બે જોડી કપડાં ,એક રૂમાલ,એક ટૂથપેસ્ટ અને જરૂરી કાગળિયા અને મારું પાકીટ.એના સિવાય વિશેષ નહોતું.
          હવે પ્રવિણભાઈ અમને લેવા માટે આવ્યા.હું અને મોટાભાઈ એમના રૂમ પર ગયા.ત્યાં પ્રવીણભાઈ જોડે બીજા પાર્ટનર પણ હતા.તેમણે પણ અમને આવકાર આપ્યો.તેના પરથી લાગ્યું કે તે પણ સારા છે.
         
         હવે મોટાભાઈ મને જરૂરી સલાહ સુચન આપી મને પ્રવિણભાઈ ના રૂમ પર મૂકી આવા નીકળ્યા.કેમ કે ભાઈ ની પણ નોકરી ચાલુ વતનમાં....ધીરે ધીરે ભાઈ રૂમ છોડીને જતા હતા ત્યારે એવું લાગ્યું , -"પોતાનો આધાર પડછાયો છોડીને જતો હતો એવું લાગ્યું".જોતજોતામાં એ રૂમથી દૂર  નીકળી ગયા વતન જવા માટે.હું પહેલી વાર બહાર નીકળ્યો હતો એટલે સેટલ થતા વાર લાગે. પ્રવિણભાઈનો સ્વભાવ કોઈને પણ સ્પર્શી જાય એવો.બીજા દિવસથી જાણે ઘરના કોઈ જવાબદાર નાગરિક હોય એ રીતે મારી જોડે પ્રેમથી વર્તતા. અને મને કોઈ પણ કામ ન કરવા દે તેઓ અને એમનો રૂમ પાર્ટનર બધું કામ કરી લે.થોડા દિવસોમાં મારી જોડે ફ્રેન્કલી રહેતા.અને જ્યારે હું કંઈ કામ કરવા પ્રયાસ કરતો ત્યારે મને કહે ," અમે કરી લઈશું ,તમે બેસો." અને જરૂરી પ્રેમથી શાળામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું માર્ગદર્શન પણ આપે.
           એક...બે ..ત્રણ...એમ આખો એક મહિનો પસાર થઈ ગયો.સ્ટાફનો જ શિક્ષક ,મને પરાગભાઇ રૂમ પાર્ટનર તરીકે મળતા અમેઅલગ રૂમ લીધો અને ત્યાં રહેવા જવા તૈયારી
કરી દીધી. હવે ના છૂટકે જવું તો પડશે.જ્યારે જવાનું થયું ત્યારે મેં ભાડું આપવા પ્રવિણભાઈને પ્રયાસ કર્યો પણ એ જ ક્ષણ તેઓ મનની ભાષા સમજી ગયા અને સીધી "ના" પાડી.મેં બહુ કોશિશ કરી પણ તેઓ ન જ માન્યા. અને મને કહ્યું ,"ક્યારે કંઈ પણ જરૂર પડે તો કહેજો" કેવા ઉદારદીલ ના પ્રવીણભાઈ. આજે પણ ત તેમને યાદ કરું છું
            તેમના ગુણોમાં, શાંત સ્વભાવ અને ઉદારતા એ તેમની ખાસ વિશેષતા હતી.આજે તેઓ પંચમહાલનાજિલ્લાના હાલોલ મુકામે નોકરી કરી  રહ્યાં છે.ક્યારેક ફોન કરું ત્યારે મને બોલાવે છે અને કહે ," ઘરે ફરવા આવજો ".તેમની વાણી માં આજે પણ પહેલા જેવો પ્રેમ આજે પણ છલકાય આવે છે.


✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
       તા.વ્યારા જિ. તાપી

👉 મિત્રો તમારો અમૂલ્ય પ્રતિભાવ તમે મને મારા email id માં પણ મોકલી શકો છો .

gamitsurendra89@gmail.com

Comments

Popular posts from this blog

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .