ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.



ગુરૂપૂર્ણિમા

 પ્રાચીન સમયથી જ ગુરૂનું મહત્વ રહ્યું છે.ગુરૂ બે શબ્દોનો બનેલો છે. જેમાં" ગુ "એટલે અંધકાર અને" રૂ "એટલે એમાંથી બહાર લાવનાર. ગુરૂ નો અર્થ થાય છે અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરનાર. 
           ગુરૂપૂર્ણિમાએ મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિન હોવાથી આ દિવસને "વ્યાસ પૂર્ણિમા"તરીકે
 પણ ઓળખાય છે.તેમજ આ દિવસે "સંત કબીરદાસ" ના શિષ્ય સંત ઘીસાદાસનો જન્મદિન પણ છે.
           ગુરૂ કોઈ પણ હોઈ શકે છે. એક સંત મહાત્મા કે કોઈના પિતા કે કોઈ એક સાધારણ શાળા કે કૉલેજમાં ભણાવતું કે કોઈ પણ ગુરૂ જ હોય શકે.શાળા જ એક પહેલુ સ્થાન છે, જ્યાં એક બાળક તેનમા જીવનમાં પહેલી વાર જીવનના પહેલા ગુરૂની નજીક આવે છે અને શાળા જ એક એવી જગ્યા છે જ્યાં એક બાળક તેમના જીવનઓ પાઠ ભણે છે.  
 ગુરૂનુ મહત્વ:
ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે. 
ગુરૂ જ આપણા જીવની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.
કોઈ પણ માણસનું જીવન ગુરૂ વગર અધૂરું છે. 
ગુરૂ કોઈ પણ હોઈ શકે છે અમારા માતા-પિતા, પુત્ર-પુત્રી, દોસ્ત કે કોઈ અન્ય વ્યક્તિ.આપણા  બધાના જીવનમાં
ગુરૂનું વધારે મહત્વ છે. ગુરૂ જ આપણી અંદરની અજ્ઞાનતાના અંધકાર દૂર કરી  જ્ઞાનનો પ્રકાશ ભરે છે. 
        
   આષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.તેના જ નામ પરથી તેને "વ્યાસ પૂર્ણિમા"પણ કહેવાય છે. તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વેદ જ્ઞાન આપ્યું હતું. પહેલીવાર વેદ દર્શન માનવ નિકટ લાવવાના કારણેથી તેને પ્રથમ ગુરૂનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી તે દિવસે તેના જન્મ દિવસના રૂપમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. 
    ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,

"શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||"

     ગુરૂની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

અર્થાત,
ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
         એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.
       મનુષ્યનો પ્રથમ ગુરૂ જન્મ આપનાર માતા છે ત્યાર પછી તે શાળામાં આવે છે ત્યરે શિક્ષક એનો બીજો ગુરૂ બને છે.આપણો દેશ સંસ્કૃતિ એ વિવિધ ધર્મના વિકાસ માટે જ્ઞાન જરૂર છે અને તે ગુરૂ પાસેથી મળે છે.
     "ગુરુ બિન જ્ઞાન ન ઉપજે,
        ગુરૂ બિન મિલે ન મોક્ષ"

પ્રાચીનકાળમાં જ્ઞાન મેળવવા ગુરૂ ના આશ્રમમાં જવું પડતું 
અને ત્યાં જ રહી શિષ્યો ગુરૂની સેવા કરતા.અને જે કામ સોંપવામાં આવતું ફરજિયાત પણે કરતા. અને ગુરૂ સાથે રહી અભ્યાસનો સમય ગાળો પૂરો કરતા હતા.
              ગુરૂ એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે જેમાં માતા-પિતા ,ભાઈ ,મિત્રો, વડીલો,શિક્ષકો,સંત ,ગુરૂ અથવા 
જેમની પાસેથી આપણને આગળ વધવાની પ્રેરણા મળે રહે.
જેમના થકી આપણને જીવનમાં આગળ વધી શકે તેવુ માર્ગદર્શન મળી રહે.જે પ્રશ્નનો ઉકેલ આપણી પાસે નથી હોતે એનો ઉત્તર ગુરૂ પાસેથી મળી જાય છે.આજે ડગલે ને પગલે ગુરૂનું મહત્વ વધ્યું છેઅને ભારત જેવા પ્રાચીન સંસ્કૃતિ અને વિવિધધર્મી  ધરાવતા દેશમાં તો ખાસ ગુરૂનું મહત્વ વધ્યું છે.
                 
ગુરૂપૂર્ણિમાની દરેકને શુભેચ્છાઓ..
  ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
           તા.વ્યારા જિ. તાપી.

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .