શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા





નભ ગાજે ને વરસે ધીમી ધારે,
આ તો શ્રાવણનાં સરવરીયાં થયાં.

કાના ને રાધા ઝૂલે હિંડોળે,
મલ્હારનાં કિર્તનો ગવાયાં.

આવે તહેવારો જાત જાતના,
ફૂલી ફાલી બોલી બોલાણાં.

બેનીનાં પ્યારમાં બંધ આંખોએ,
ઝરતાં આંસુઓ મારા ત્રાજવે તોલાણાં.

આઠમની મધરાતે જન્મ ધરીને,
શીર પર બીરાજી યમુના પાર ઉતરાયાં.

ગામ ગોકુળીયું આજ ઘેલું થયું છે,
નંદ ઘેર આનંદ ભયોના ઉત્સવ વધાયાં

આમ હરી અને હરનું આરાધન કરતાં,
"સખી" શ્રાવણનાં મહિમા ઉજવાયાં.

રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.

👉 રચના નંબર - ૨

ખેલ


મારી જીંદગીમાં આવી ખેલ ખેલી ગયો,
ધોળે દિવસે આભના તારા બતાવી ગયો.

મેં તો તને દિલથી ભરપૂર પ્રેમ કર્યો હતો,
કઠપૂતળીના ખેલની જેમ નચાવી ગયો.

તારી પાછળ મારા અરમાનોની હોળી થઈ,
મહેફિલમાં આવીને મારો સમય બગાડી ગયો.

રાતોની રાતો ઉજાગરાની રતાશ આ આંખોમાં,
ધડીક બંધ આંખોએ સપનામાં આવી જગાડી ગયો.

વગર ચોમાસે આંખોમાં ધોધમાર પૂર આવ્યું,
કોરા રહીને પણ અંદરથી મને પલાડી ગયો.

વિરહની વેદનામાં એ લાગણીઓને બતાવી દીધી,
ગમના સાગરમાં મારી જીંદગી ડૂબાડી ગયો.

"સખી" જીંદગી તો ખેલ ખેલતા ખેલતા વીતી ગઈ,
હમદર્દ બનીને હરી પણ નવો ખેલ ખેલાવી ગયો.

રેખા પટેલ "સખી"
માંજલપુર,

વડોદરા.



Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .