દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...
માટી ઈંટના ચણતરમાં, ના જોયા,
ઘર દીકરીએ....,
માવતર ના ઘરેથી પ્રેમ નો..,
વારસો લઇ, નવવધૂ બની...
નીસરી ઘર બનાવવા......
નીજ ઘરમાં પ્રેમની લ્હાણી કરી..
સર્વના દિલોમા ઘર બનાવ્યા..
દિલોમા પ્રેમનો વાસ કર્યો.......
બન્ને ઘરમા જમાવટ રાખ્યો .....
માવતરમા વ્હાલ....ને......
નીજ ઘરમાં, સ્વમાન મળ્યા.. ને..
અનેકના દિલોમા ઘર સ્થાપ્યા ...
આનંદ ઉમંગ સાથે એ ઘરમા..,
રહે છે.............
દક્ષા ઠાકર.....
અમદાવાદ....
👉 રચના નંબર - ૨
પરિવાર
ખુશીઓ નો દરવાજો છે પરિવાર
જીવનભરની પૂંજી છે પરિવાર..
અનંત આનંદ નો
ખજાનો છે પરિવાર..
માબાપ ની મમતા માં
વસે છે .... પરિવાર..
જીવનભરનો સાર,,
પરિવાર થકી વંચાય..
નાજુક , સંબંધો હેતના,,
પરોવજો માળા પ્રેમની..
બની રહે મિત્રો,
યુવાનો પરિવાર ના..
બની રહે સખીઓ,
વહુ દીકરી પરિવાર ની..
બની રહે વડલા સમ,
વડીલો પરિવાર ના..
અનુભવીએ સૌ ગર્વથી,
પરિવાર ના સુખદ સ્વરૂપ ને..
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ....
👉 રચના નંબર - ૩
સાતે વારો ના નામ ને આવરી લેતી અર્થ પૂર્ણ રચના
સાતે વારો ના નામ ને આવરી
લેતી અર્થ પૂર્ણ રચના ....
સોમવારે તુવેર દાળ,
મંગળવારે મસૂર મગની દાળ..
બુધવારે મગ જરૂર ખાવા,
ગુરૂવારે ચણા દાળ..
શુક્રવારે ચોળા ખાવા,
શનિવારે અડદ દાળ..
રવિવારે કઢી સહિત,
મિષ્ટાન્ન પૂર્ણ જમવું..
સાંજે વાળુમાં, જમવુ ખીચડી,કઢી ને શાક...
દાળ... કઠોળ ખાવાનો મહિમા,,
ચાલતો આવ્યો..પરંપરા થી..
વડવાઓ ની બુદ્ધિ કેવી!!
દાળ,,ભાત,,શાક,,રોટલીની સંગ,
કઠોળ નિત્ય ખાવું..
પોષણ પૂરતું મળી રહે,,પછી
જાવું ન પડે ડૉક્ટર ની પાસે..
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ.....



Comments
Post a Comment