મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી


મને ફરવાનો શોખ... નિત નવું જોઈ,સમજી અને
              એને કલમથી લખવાનો શોખ. 

      સોસાયટીના મિત્ર જોડે એમના ગામ જવાનું થયું.ત્યાં અનાજ લેવાનું હતું તેથી સૌથી પહેલા એમના
 ગામમાં બીજા કોઈ એક કાકાના ઘરે અનાજ લઈ  મિત્રના ઘરે ગયા.
          મિત્રના ઘરે ગયા અમને આવકાર સાથે "આવો સાહેબ !બેસો કહ્યું.અને ખાટલા ઉપર નવી ગોદડી અને  કોર
 ચાદર પાથરી આપી.ઘર થાપડા વાળું પણ દીવાલ પાકી હતી.નીચે માટીથી  લીપણ કરેલું.અને કુદરતી એસી વાળું કાચું ઘર જે શહેરની એસી કરતા સૌથી બેસ્ટ.આંગણું ચોખ્ખું ચટ જાણે હવે જ ચોખ્ખું કર્યું હોય એવું.હવે ચોમાસાની ઋતુ એટલે ઘરની આજુ બાજુ વાલોડ, દૂધી,કોળું અને કારેલા ચડાવવા માટે"ભીંતો"એટલે કે ટેકરૂપે આધાર માટે જુદા જુદા કાંટાઓની ડાળીઓ.મેં અંદાજ લગાવી કહ્યું.હજુ આ વેલાઓનું બીજ ની કૂંપળ ફૂટી હતી.પહેલો વરસાદ પડી ગયો એટલે ખેતરો ખેડાય ગયા હતા અને ઓરણી પણ થઈ ગઈ હતી.હવે અહીંની બોલી "ચાહડો ચીરે" એ શબ્દ મેં સાંભળ્યો.મને નવાઈ લાગી જાણવાની.જ્યારે ખેતરમાં ઓરણી થઈ જાય ત્યારે વચ્ચે જે જગ્યા બાકી રહે તેનું ખેડાણ કરવું મારા અર્થમાં.
             ઘરના આંગણામાં બેઠા બેઠા મંદ મંદ મરકતા વાયરો વાય રહ્યો હતો અને મારા શરીરને સ્પર્શીને કંઈક કહી ને જઈ રહ્યો હોય એવું લાગ્યું.મને એવું  લાગ્યું ," શહેરની એસીનો પવન એ ગમે તેટલા ફાંફા મારે લે ને પણ ગામડાં ની જે કુદરતી હવા છે એનું સ્થાન તો કોઈ કાળે
 ના લઈ શકે."મનથી વાયરા સાથે વાત કહી રહ્યો હતો
 એવું લાગ્યું.આજે પણ "ગામડાં" માં હરેક વ્યક્તિને માન સન્માન અપાય છે.ઘડીક એવો વિચાર આવ્યો માણસ પાસે લાખો રૂપિયા અને અઢળક સંપતિ હોય પણ એનું માન સન્માન ના હોય તો શું કામનું ? એના ખજાનચી માંથી થોડો પણ હિસ્સો લોકોની સેવામાં વાપરતો ન હોય તો એના પૈસ્સા ધૂળ બરાબર .
            
                      ગામડું અને શહેરની તુલના કરી રહ્યું હતું મન અને બરાબર એ જ સમયે"લો ! ચા અવાજ આવ્યો સામે બેન ઉભા હતા ચાની બરણી અને રકાબી લઈ વિચારો અટકી ગયા.અને ચા પીધી અને સ્ફૂર્તિ આવી. હવે મિત્રના ઘરે શાકભાજી કરેલી એટલે હવે શાકભાજી લેવા નદી કિનારે જવું પડે એવું હતું.અમે જ્યાં સુધી નાના રસ્તે ગાડી જાય ત્યાં સુધી ગયા અંર ગાડી રસ્તાની બાજુ ઉપર પાર્ક કરી હવે ચાલવાનું શરૂ કર્યું.ખેતરોની વાટમાંથી ચાલતા ચાલતા આજુબાજુ જોતા જોતા જતા.હજી ખેતર માં હજી ખેડવાનું,કોઈકનું  હળ હાંકવાનું, ચાહડા ચીરવાનું કામ ચાલુ હતું.અમુક ઘરોમાં આરામ કરી રહ્યા હતા.થોડો થોડો પવન આવી રહ્યો હતો અને બફારો પણ હતો.હવે છેક નદિ કિનારે ખેતર .ત્યાં પહોંચીયા અને થોડીવાર બેઠા.પણ બાજુ માં નદી અને ચાલો જોવા જઈએ એમ કરીને નદીના ખોળામાં બેસી ગયા લીલા લીલા ઘાસમાં.નદીમાં પાણી થોડું  ઓછું.આજુબાજુ નું લીલું ઘાસ અને નદીનો કિનારો સ્પષ્ટ દેખાતો હતો.આજુબાજુ સુંદર કુદરતી દ્રશ્ય સર્જાયું હતું.નજર જ્યાં સુધી ગઈ ત્યાં સુધી નજર ફેરવી લીઘી.મંદ મંદ પવન વાય રહ્યો હતો.
             નદીના કિનારાના લીલા લીલા ઘાસ બેસી જવાયું. નદી નું પાણી શાંત થઈને વહી રહ્યું હતું.બેઠા બેઠા નદીના પાણીને જોતો હતો એવામાં એક વિચાર આવ્યો.આ જ નદી આજે શાંત છે ત્યાં સુધી બધું ઠીક ચાલે .સંયમ રાખે ત્યાં સુધી બધું બરાબર ચાલે.એવી રીતે મનુષ્ય પણ સંયમ રાખે ત્યાં સુધી ઠીક ચાલે .પણ આ જ નદીમાં જ્યારે પૂર આવે ત્યારે કેવું તહસ નહસ કરી નાખે.એવું જ આ મનુષ્યનું પણ જ્યારે મન માં અભિમાન આવે અને એના મનમાં ઉભરો ભરાઈ  જાય ત્યારે બધું  તહસ નહસ કરી નાખે
છે.અને પાછા હતા એવા.
         આજે નદી કેટલી શાંત હત ?.એનું પાણી પણ કેટલું શાંત! પાણીમાં પવનને લીધે વમળો નૃત્ય કરી રહી રહ્યા છે
ભમરા અને જીવડાં પાણી પર બેસી પાણીમાં કરચેલીઓ
પાડી રહ્યા હતા.કેવું ઝગમગતું અને ઝબકતું આ નદીનું પાણી!
             થોડી વાર પછી વિચાર આવ્યો જે આ નદી કેટકેટલાંય માટે જીવાદોરી છે.પીવાનું પાણી આપે ,ખેતીમાં સિંચાઈ કરી કઠોળ,અનાજ,ફળ,શાકભાજી અને પંખીઓ અને પ્રાણીઓ માટે પીવાનું પાણી તેમજ માછીમારોની રોજગારી.ઢોર માટે ઘાસચારો આપે.એક નદીના લીધે કેટલાય જીવોનું જીવનચક્ર ચાલ્યા કરે.જો નદી ના હોય તો ? આપણે કલ્પના પણ ના કરી શકીએ એવું જીવન હોય.. એટલે જ નદીને "લોકમાતા" કહી છે જે ઉચિત છે.
                        
  ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
          તા.વ્યારા જિ. તાપી

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .