શિર્ષક : "ગામડાં નું વર્ણન" ✍️ લેખિકા : અવની શિવાંગ દવે,(શિવે સ્વરી), વડોદરા.
"શું રે કરું હું ગામડાં નું વર્ણન, નયનરમ્ય જીવન ની ઝાંખી , જાણે રે જન- ગણ".
"જ્યાં અર્ધવસ્ત્રે પણ પૂર્ણ કરે છે સ્વપ્ન રે બાળ,
ગામડાં ની ઝાંખી ને તું પ્રેમ થી નિહાળ".
"નદી - તળાવે નીર ભરવા જતી રે નાર,
હે... માનવી પૂરી કરવાં તારી લાલચ ,
તું ગામડાં ની છબી ના બગાડ".
"મારે તો મોસાળ થી લઈ સાસરી રે રૂડું ગામડું,
પંચમહાલ રે મારું મોસાળ ,
તો સાસરિયું ઉમરેઠ મારું સોહામણું."
"વસે જ્યાં પાવગઢ ની માં મહાકાળી,
તો વળી ડાકોર ના ઠાકોર ની લીલા રે નખરાળી."
"એવી રે કરી કમાલ આ વિજ્ઞાને,
કે સૌ નાના માં નાના ગામડાં ને પણ જાણે".
"રમ્યો રે ગામડાં ના કાદવ માં માધવ,
ગામડાં નું જીવન જાણે દરરોજ હોય ઉત્સવ".
"ગામડાં ની ખૂબી શું રે કહું હું વ્હાલાં......
આવી જ્યારે કોરોના જેવી અનેક મહામારી,
ત્યારે જીવન બચાવવા ,
માનવમહેરામણ ગામડે રે ભાગ્યાં".
હું તો માનું છું સાચું સ્વર્ગ છે ગામડું આ "અવની" નું,
લાગે બાળ ગામડું મને આ જગતજનની નું.
લેખન : અવની શિવાંગ દવે (શિવેસ્વરી) , વડોદરા.
👉 રચના નંબર - ૨
શિર્ષક : અજન્મી દિકરી ની વેદનાં
કોણ જાણે રે દિકરી એ વેદનાં,
જેને કરી દીધી દૂધપીતી રે જન્મતાં,
સો માંથી દસે અવતારી અવની પર રે મને,
શું હતો ગુનો મારો ? કે જોર આવ્યું રે તને,
તું પણ તો જન્મ્યો તો એક સ્ત્રી ના વડે,
તો પુત્રી જન્મ દુનિયા ને શું કામ નડે?,
કેટ કેટલાં સમનાં ઓ જોયા મે તો માં ની રે ઉદરમાં,
તે તો કંકુ પગલાં પણ ના પડાવ્યા રે ઘરમાં,
મારે તો વીરા સંગ સંતા કૂકડી રમવી હતી,
પણ તે તો જન્મતાં પહેલાં જ સંતાડી દીધી,
મારે પણ પુત્રી,પત્ની ને માતા રે બનવું હતું,
પણ તે તો મારું અસ્તિત્વ જ ન બનાવ્યું,
શું કહું તને હું હવે?
જો તું મારો જન્મ અટકાવશે
તો તારો વંશ પણ કોણ વધારશે?
અવની શિવાંગ દવે (શિવેસ્વરી), વડોદરા.
👉 રચના નંબર - ૩
શિર્ષક : શબ્દ ની શક્તિ
"જિંદગી જીવાય છે શબ્દો ની શક્તિ થી,
ક્યાંક રચાય મીઠા બોલ તો ક્યાંક અભદ્ર ટિ્પણી થી".
"રંગે કાળા રે બંને કાગડો ને કોયલ,
તોય એક પામે કાગવાસ ને, મીઠી બોલી ની છબી રે કોયલ".
"શબ્દો ની તો શક્તિ રે ઘણી,
જેને વચન માં બંધાયેલ પાંડવો ને ધકેલ્યા અવગતિ ભણી".
"હોય ગાળો કે હોય શ્લોક,રચાય બંને શબ્દ થી જ,
છતાં પણ....
શક્તિ રે તેની એવી કે એક ને મળે તિરસ્કાર...
તો મળે રે બીજા ને પુરસ્કાર".
"આ જ શબ્દો ની શક્તિ થકી કૈકઈ ને ,
બનાવી પાપ ની ભાગી રે મંથરા એ,
૧૪ વરસ નો વનવાસ ભોગવ્યો રે,
રઘુનંદન સિયાવર રામે".
"મારા શબ્દ ની શક્તિ ને મેં સાહિત્ય માં ઉતારી,
અરે આ "અવની " ને શબ્દો એ જ કવિયત્રી બનાવી".
લેખન : અવની શિવાંગ દવે (શિવેસ્વરી), વડોદરા.
👉 રચના નંબર - ૪
શિર્ષક :"મારી ચિતા સુધી નો સાથી મારો પડછાયો રે".
"માં ની કુખે થી સંગ મારે તું આવ્યો રે,
પિતા ના વ્હાલ જેવો તારો છાયો રે,
અરે ! મારી ચિતા સુધી નો સાથી મારો પડછાયો રે"....(૨)
"સુખદુઃખ મારી સંગે તું માણે રે,
હોય ભૂલ મારી ને ઠોકર તને લાગે રે,
જો! બોલાવે ' શિવેસ્વરી ' ! ને કહે તું એ આવ્યો રે, અરે ! મારી ચિતા સુધી નો સાથી મારો પડછાયો રે".....(૨)
"તું તો મારો પાક્કો વફાદાર રે,
હું જાગું કે, તું તરત આવે રે,
સંગ મારી રે તને નીંદર આવે રે,
તું જ મારો વ્હાલો ,ને તું જ મારો ડાહ્યો રે,
અરે ! મારી ચિતા સુધી નો સાથી મારો પડછાયો રે"...(૨)
"મળે જો બીજો અવતાર મને રે,
તો દેજે ફરી સાથ મને રે,
માતા એ મુજ સંગ તારો રે છોડ વાવ્યો રે,
કે ! મારી ચિતા સુધી નો સાથી મારો પડછાયો રે"...(૨)
લેખિકા : અવની શિવાંગ દવે,(શિવે સ્વરી), વડોદરા.



