" આજ નાં દિકરા " ✍️ કવિયત્રી : અવની શિવાંગ દવે ( શિવે સ્વરી), વડોદરા

શિર્ષક : " આજ નાં દિકરા "


"અડસઠ તીરથ કરવાની નથી મારી ઈચ્છા,
મૃત્યુ પછી પહોંચાડો સ્મશાને તે જ છે મહેચ્છા".

"માં - બાપ ને  ઘરડાઘર માં મૂકી રહે છે રે,
   આજનાં દિકરા સાફ - સુધરા, 
         જ્યારે ઘરમાં  માં - બાપ,
              જેટલું માન પામે છે રે કૂતરાં."

જે માં - બાપ ના ઉપકાર ને વાળે છે અપકાર થી,
  તે આપે છે આવકારો નિષ્ફળતા ને સત્કાર થી.

છે માં - બાપ ના સંતાનો પર અનેક ઋણ,
   નથી સંતાનો માં તેને ચૂકવવાનો ગુણ.

સંતાનો માટે માં - બાપ અર્પણ કરે છે રે જાન,
  છે તેમની ઈચ્છા બસ,આપે સંતાનો તેમને માન.

" આજે છે માં - બાપ નો દાવ,
       તો કાલે આવશે સંતાનો નો વારો,
થાય છે મન માં કે પાર રે પડી માં - બાપ ની નાવ,
     પણ ! સંતાનો ને ક્યાંથી મળશે આરો"?

  " કળિયુગ ની આ માયા થી ત્રસ્ત છે રે આ ' અવની '
અરે ! આ તો છે, કરમ  - કથા ભવ - ભવની."


કવિયત્રી : અવની શિવાંગ દવે ( શિવે સ્વરી), વડોદરા.

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .