લઘુવાર્તા :- શિર્ષક : રમત ✍️ -જાની સોનલ"અવની" અમદાવાદ
હેતલ એક સમયની રાજ્યકક્ષા સુધી પહોચેલી કબડ્ડીની બેસ્ટ ખેલાડી હતી.બહુ બધા શિલ્ડ રમત-ગમત માં ભાગ લેવા બદલ એને મળ્યા હતા. સમય જતા એના લગ્ન થઇ ગયા. લગ્ન બાદ એને કોઈજ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે સમયજ નહોતો મળ્યો. આજ એ બે બાળકોની માતા અને એક કુશળ ગ્રુહિણી બની ગઇ હતી. વરસો આમને આમજ વિતતા ગયા.
આજ હેતલનો જન્મદિવસ હતો.આજ એ ચાલીસ વર્ષો ની થઇ ચુકી હતી. આજના દિવસે જ એમની સોસાયટીમાં નાનુ એવુ મનોરંજન માટેનુ આયોજન કરવામાં આવેલુ.જેમાં નાચવા કુદવાની સાથે રમતો પણ રાખવામાં આવેલી.
હેતલ ને રમત નો શોખ તો હતો જ એટલે એણે દોડ માં ભાગ લીધો.કબડ્ડી પ્લેયર વખતે રોજ ૧૦૦મી.દોડતી ને જીતતી એ આજ સામાન્ય દોડમાં હારી ગઇ. ઘરે આવી તો એનો પતિ એના પર ગુસ્સે થઇ રહ્યો હતો શુ જરૂર હતી રમત મા ભાગ લેવાની ?એ પહેલા શકય હતુ હવે તુ ના રમી શકે એજ સમયે હેતલ ની નજર શોકેશમાં મુકેલા શિલ્ડ પર પડી.
બાળપણમાં રમેલી રમતોને સ્ત્રીઓ સાવ ભુલીજ જાય છે.ક્યારેય રમત રમવા સમયજ નથી મળતો .રમતો ના અભાવથી જીવન માં અન્ય બામારીઓ વધી જાય છે.રમવાથી શરીરમા તાજગીનો અનુભવ થાય છે.
હેતલ ને મનોમન વિચાર આવ્યો કે હજારો રુપિયા વેડફી વજન ઘટાડવા કરતા રોજ ૧ કલાક રમવા મળે તો કેવું સારુ.એણે પોતાની જ સોસાયટીમાં સ્પેશિયલ સ્ત્રીઓ માટે એક રમતગમત કમિટી બનાવી.ના જીતવા માટે કે ના હારવા માટે માત્રને માત્ર રમવા માટે.બાળપણમાં રમાતી દરેક રમતો રમવામાં આવતી .કોઈ પડતુ,કોઈ આઉટ થતુ તો કોઈ માત્ર બાકડા પર બેસીને રમાતી રમતોનો આનંદ લેતુ.
જીવન માં ચાલતી તકલીફો અને હતાશાઓ એટલા સમય માટે જાણે ગાયબ જ થઇ જવા માંડી. મમ્મીઓને રમતી જોઈ બાળકો પણ આનંદ મા આવી જતા અને પોતપોતાની મમ્મીઓ માટે ચિઅર અપ કરતા. વાતાવરણ માં હર્ષોલ્લાસ ફેલાઇ જવા લાગ્યો. ડિપ્રેશન મા આવી ગયેલી હેતલ ની એક ફ્રેન્ડ સ્નેહા જેને ઢગલાબંધ દવાઓ પીવી પડતી હતી એ ઘટવા લાગેલી.સ્નેહાને ખુશ જોઈ જાણે હેતલ ને કબડ્ડીમાં જીતવાથી મળતા આનંદ કરતાય વધારે ખુશી અનુભવાઈ રહી હતી.
આજ સોસાયટી કમિટીમાં એને સ્પીચ આપવાની હતી. અને એ એટલુ જ બોલી કે.........
"વાત મારી નાની પણ ખાસ છે
બાળપણમાં રમેલી રમતોની ફરી તલાશ છે"
લગ્ન બાદ પણ થોડીવાર મિત્રો જોડે રમો અને મોજ કરો ખરેખર તમને પણ હેતલ જેટલોજ આનંદ મળશે .શરીર તંદુરસ્ત બનશે. નવા મિત્રોની સંખ્યા વધશે અને ડિપ્રેશન જેવો રોગ પણ દુર થશે .
-જાની સોનલ"અવની"
અમદાવાદ
👉 રચના નંબર - ૨
ગમશે મને
ચકીબેન ચકીબેન આવો તમે રમવા
ગમશે મને ભાઈ ગમશે મને,
કોયલરાણી કોયલરાણી આવો ગીતો ગાવા
ગમશે મને ભાઈ ગમશે મને,
કાબરબાઈ કાબરબાઈ આવો કલબલ કરવા
ગમશે મને ભાઈ ગમશે મને
મોરલાભાઈ મોરલાભાઈ આવો ટેહુક ટહુકો કરવા
ગમશે મને ભાઈ ગમશે મને,
પોપટભાઈ પોપટભાઈ આવો મીઠુ મીઠુ બોલવા
ગમશે મને ભાઈ ગમશે મને
કુકડાભાઈ કુકડાભાઈ આવો કુકડેકુક કરવા
ગમશે મને ભાઈ ગમશે મને
ચકીબેન ચકીબેન આવો તમે રમવા
ગમશે મને ભાઈ ગમશે મને
-જાની સોનલ"અવની"
અમદાવાદ


Comments
Post a Comment