શિર્ષક : અભણ...છંદ : રમલ ✍️ લેખિકા :- મીના વ્યાસ , વડોદરા




લાગણી રાખી અભણ કારણ હશે,
થાય છે ક્યાં વિસ્મરણ કારણ હશે.

આમ તો આતુર મન મળવા ચહે,
ના વધે આગળ ચરણ કારણ હશે.

વહેતું બારેમાસ ખળખળ થઇ પ્રવાહ,
એ સુકાઈ ગ્યુ ઝરણ કારણ હશે.

રોજ દોડી જાય તારી પાસ મન,
શાંત થઇ ગ્યું એ હરણ કારણ હશે.

સામટી લઇ એષણા મળવું હતું,
થાય ઈચ્છાનું મરણ કારણ હશે.

છેતરે છે ખુદને, ટાળી મિલન,
તોય છૂટે ના સ્મરણ કારણ હશે.

એ ય પણ સંજોગ નહી તો બીજું શું?
માર્ગમાં છે આવરણ કારણ હશે.
**************************
મીના વ્યાસ

વડોદરા

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .