ગઝલ :- આપણી વચ્ચે ✍️ દિક્ષિતા શાહ "દીવ"



હવા,પાણી, સૂરજના છે હવે રણ આપણી વચ્ચે,
સ્મરણની સાથની રજના હવે કણ આપણી વચ્ચે.

કશું બાકી પછી ક્યાં છે જ એ દરિયે અને કાંઠે,
બચ્યા જે ઝાંઝવા ને જળ હવે ગણ આપણી વચ્ચે.

વખત જો જાય કોનો વસવસો કરવો પડે,પૂછો?
વિતી એ ક્યાં વધી કોઈ હવે ક્ષણ આપણી વચ્ચે.

તૂટી જો જાય સગપણ તો ગુનો શાને હથેળીનો?
ઘણાં ખાલી ઊભા તદ્દન હવે જણ આપણી વચ્ચે.

બધું નિર્જન નથી સાખી શકાતું એટલા માટે,
છે ફાલ્યા શૂન્યતાના જો હવે ધણ આપણી વચ્ચે.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

✍️ દિક્ષિતા શાહ "દીવ"

હજઝ  છંદ. (લગાગા ગા )4

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .