શાળામાં બગીચો બનાવવાના પ્રશ્નોનું નિરાકરણ ✍️" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍️
मंजिल उन्हीं को मिलती है
जिनके सपनो में जान होती है
पंख से कुछ नहीं होता
हौसलों की उड़ान भरनी पड़ती है
ઉપરોક્ત ચાર લીટી જીવનનું સત્ય બતાવી જાય છે
ફક્ત ચાર લીટીએ જીવનને સફળ બનાવવાનો મંત્ર આપી દીધો એવું લાગે છે.અને ખરેખર ! જીવનમાં જો અમલ કરીએ ને તો સાહેબ ! આપણું જીવન કંઈક બીજા કરતા હટકે જ હોય.
આજે એવી જ વાત કરવી છે અમારી સાબલી પ્રાથમિક શાળા,તા.ઝાલોદ જિ. દાહોદ. જે 1 થી 5 ધોરણની અને શાળાનો સ્ટાફમાં અનિલભાઈ ડામોર(આચાર્ય),દુર્ગાબેન કટારા ,સુરેન્દ્રભાઈ ગામીત,જશવંત તબિયાડ અને મિતેષ પ્રજાપતિ.
આજથી લગભગ બે વર્ષ પહેલાં શાળાની વાત કરું તો શાળાનું મેદાન જ દેખાતું કોરું કટ .શાળાના આંગણામાં માત્ર ચાર પાંચ ઝાડ હતા.એના સિવાય આખું મેદાન ખાલીખમ.
પણ આજે એવી નથી રહી શાળા .શાળાના પાંચે શિક્ષકોના સંપ અને મહેનતથી આજે શાળાનો બગીચો મહેંકી ઉઠ્યો છે
જે ઉપરોક્ત ફોટાઓમાં જોઈ શકો છો.
જયારે શાળાના બગીચો બનાવાની વાત આવી ત્યારે બધાએ સંમતિ બતાવી.પણ એક જ મોટો પ્રશ્ન હતો.
જે હતો પાણી નો પ્રશ્ન. ઉનાળામાં પીવાના પાણીનો પ્રશ્ન રેહતો તો બગીચો કઈ રીતે જીવીત રાખવો અને પાછું વેકેશન પડે ઉનાળાનું એટલે 35 દિવસ નું વેકેશનમાં આખો બગીચો સુકાય જવાનો ભય.
પણ એજ સમયે શાળાના મોભી આચાર્ય અનિલભાઈ ડામોર બધી જ જવાબદારી નિભાવવાની તૈયારી બતાવે છે અને તેઓ સ્થાનિક આજુબાજુ ગામના હોવાથી તૈયારી દર્શાવે છે .હવે અમારા માં હિંમત આવી બગીચો બનાવવાની..
હવે ચોમાસું શરૂ થયું અને ચોમાસામાં બગીચો બનાવી શકે બાકી તો બાકીની ઋતુમાં પાણીની તંગી
ફક્ત ને ફક્ત ચોમસામાં પાણી સારું રહે.હવે શરૂઆત કરી બગીચો બનાવવાની.પાંચ શિક્ષકોના સહયોગ થકી એક સારી શરૂઆત થઈ ...જેથી બાળકો ને શાળામાં આવવાનું ગમે.બાળકોને પ્રકૃતિનું શિક્ષણ મળે અને બાળકો બગીચાના આંગણામાં ..........અને
કિલકીલાટ કરતા રમી શકે અને શાળાના આંગણાને હસતું ગુંજતું બનાવી શકે.તેમજ પંખીઓને માળો અને સહારો બંને મળે.
આયોજન મુજબ ફૂલોના છોડ અને વૃક્ષો રોપવવામાં આવ્યા.જયારે હું પોતાના વતન વ્યારા આવ્યો ત્યારે નવસારીથી નર્સરી માંથી ફૂલછોડ લેતો ગયો શાળા માટે.અને મને નાનપણથી જ બગીચામાં રસ હતો.જે રસ મને માતૃશાળા કોહલી પ્રા. શા. ,તા.વ્યારા જિ. તાપીમાંથી મળ્યો .મારા ગુરુજીના આર્શિવાદ હશે મારા પર.
હવે ધીરે ધીરે ફૂલો અને વૃક્ષો વરસાદના પાણીને લીધે જીવી ગયા. અને અંકુર પણ ફૂટવા મંડ્યા.
જોત જોતામાં
"કુદરતે વરસાદ વરસાવ્યો અને ફૂલ છોડને આશિર્વાદ આપ્યા " અને "બાળકોની પ્રાર્થના ભગવાને સાંભળી અને બગીચાના સરસ મજાના ફૂલો અને વૃક્ષો ઉછેરી ગયા."
"અને હવે ફૂલ- છોડે અને વૃક્ષો હવે શાળાની સુંદરતામાં ચાર ચાંદ લગાડી આપ્યા."
હવે શિયાળામાં તો પાણી મળ્યું પણ હવે ખાસ પ્રશ્ન ઉનાળામાં પાણી કઈ રીતે બગીચાને પરું પાડવું એનો હતો કેમકે બાળકોને પીવાનું પાણી ન મળતું. અને પાછું 35 દિવસના વેકેશનમાં કંઈ રીતે બગીચાને પાણી પીવાડવું... વગેરે પ્રશ્નો હતા.તેમજ લોકડાઉનમાં બગીચાને કઈ રીતે
પાણી પીવડાવ્યું એ પ્રશ્ન દાદ માંગી લે તેવો રહ્યો.
એવા સમયે શાળાના આચાર્યએ એમની બુદ્ધિશક્તિથી આયોજન કર્યું .ઉનાળામાં શાળાની બાજુમાં વાલી શૈલેષભાઈ ગોરધન મુનિયાના ખેતરમાં બોરમાં પાણી સારું એવું ચાલે .ત્યાંથી વાતચીત કરી અને અર્ધો કિલોમીટર પાઈપ લંબાવી શાળાના બગીચાને ઉનાળામાં પાણી પીવડાવ્યું.ત્યાર બાદ ગલાભાઈના બોરમાંથી અને બીજા ગામના વાલી પર્વતભાઈ ધુલિયાભાઈ મુનિયા એ પાણીના ટેન્કર લાવી પાણી બગીચાને પીવડાવ્યું.તેમજ યુવાન અમિત ગલાભાઈ મુનિયાએ પણ બગીચાને પાણી પીવડાવવા યોગદાન આપ્યું. તથા ગામના યુવાનો અને વાલીઓ તરફથી પણ સારો એવો સહકાર મળ્યો.તથા પટેલ જીજ્ઞેશભાઈ ભીખુભાઈ એ પણ શાળામાં છોડ લાવી સહયોગ આપ્યો.
અને શાળાના આચાર્યશ્રીએ વેકેશનની રજા માં શાળામાં આવી અને ફુલછોડને પાણી પીવડાવ્યું. અને પોતે પોતાના વેકેશનનો સમય શાળાના બગીચા માટે ફાળવ્યો. એવાં ઉત્સાહી આચાર્યનો ફાળો પણ મહત્વનો બની રહ્યો ...અને લોકડાઉનમાં પણ બગીચાને પાણીથી
તૃપ્ત કર્યો.
આજે જયારે શાળા શરૂ થઈ અને ....
શાળાના બગીચાના હાવભાવ પરથી વાંચીને કહેવાનું મન થાય....
"જાણે આકાશે ગગનમાંથી વર્ષા વરસાવી
અને ફૂલ છોડે નાહી જ લીધું,
અને ધરાની તરસ છીપાવી
મહેંકી ઉઠી છે ધરા પહેલા વરસાદે,
ફૂલો- છોડ અને વૃક્ષો
જાણે મનભરી તૃપ્ત થઈ મહેંકી ઉઠ્યા
અને શાળાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી"
આજે પેહલા દિવસે જ્યારે વરસાદી વાતાવરણમાં શાળાએ આવ્યા અને આજે શાળાનો બગીચો જાણે નાહી ધોહીં ને અમારા સ્વાગતમાં મરક મરક ઉભો ઉભો સ્મિથ સાથે કહીં રહ્યો હતો......
સ્વાગતમ.......સ્વાગતમ.....સ્વાગતમમ......
સાબલી પ્રા. શા.
પગાર કેન્દ્ર ગુલતોરા.
તા.ઝાલોદ જિ. દાહોદ
✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
આ.શિ.
👉 રચના નંબર - ૨
મેં જોયેલું દ્રશ્ય..(માતૃપ્રેમ અને બોધપાઠ
આજથી લગભગ પાંચ - છ વર્ષ પહેલાં હું બરાબર દાહોદ જિલ્લાના લીમડી બસ સ્ટેશનમાં ઉભો હતો.ત્યારે પહેલો વહેલો નોકરીએ લાગેલો એટલે રજામાં ઘરે આવવાની તાલાવેલીમાં બસ આવવાની રાહ જોતો હતો.
સંઘ્યા સાંજનો સૂરજ ધીરે ધીરે ઢળી રહયો હતો.સૂરજના લાલ પીળા આછા કિરણો પડી રહ્યા હતા.
વાતાવરણની ખુશનુમાં શીતળતાએ સાંજની કંઈક શોભા વધારી હતી.આકાશ જાણે વિવિધ રંગો નો ગુટડો પીધો હોય એવું લાગતું.પંખીઓ પોતાના ઘર માળામાં તરફ પ્રયાણ કરી રહ્યા હતા.આજુ બાજુ મુસાફરો દંપતિઓ,છોકરાઓ અને કેટલાક ભાઈઓ અને સ્ત્રીઓ ઉભી હતી. મોટા ભાગના મુસાફરો માં નોકરિયાત , માટે ગામના મુસાફરો અને બહારગામ જવા વાળો મજૂરવર્ગ હતો.એક બાજુ બસ ક્યારે આવશે અને બીજું બાજુ મારી મીટ આજુબાજુ વાત કરતા લોકો તરફ આકર્ષિત કરતી હતી.
સૌપ્રથમ વર્ષ 2010 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મારી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી લાગી.
દાહોદ જિલ્લાની થોડી વાત કરું તો-,
દાહોદ જીલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાની આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લાની નદીઓમાં દુધમતી નદી, પાનમ નદી, માછણ નદી, હડફ નદી, કાળી નદી, ખાન નદીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સૌપ્રથમ સૂરજનું કિરણ દાહોદ જિલ્લામાં પડે છે એક રાતમાં બનેલું બાવકાનું મહાદેવનું મંદિર,ઔરંગઝેબનું જન્મ સ્થળ,ટ્રેનના અમુક હિસ્સાઓ જ્યાં બને છે
છાબતળાવ,કેદારનાથ મંદિર ,રીંછનું અભ્યારણ અહીંના જોવા લાયક સ્થળો છે.
જિલ્લામાં મોટાભાગના લોકો આદિવાસીઓ છે
અહીંની જમીન ખાડાટેકરાવાળી હોવાથી પાણીનું પ્રમાણ ઓછું.અને જેથી રોજગારી માટે મોટાભાગના ગામડાના લોકો રોજગારી મેળવવા ગુજરાતમાં જાય છે અને ચોમાસામાં ખેતી કરવા આવી જાય છે અને તહેવાર કરવા આવન જાવન કરે છે.
બરાબર સાંજના 6 p.m.વાગ્યાનો સમય હતો.
મારી બસ ઝાલોદ-વલસાડ 7 વાગ્યે આવવાની હતી
બુસની રાહમાં ઉભો હતો એવા માં એક દ્રશ્ય એ મારી નજર ખેંચી.આજુબાજુ ગામથી આવેલ એક સ્ત્રી અને તેની સાથે એક દીકરી જે લગભગ 10 વર્ષ ની ઉંમર ની હશે
અને બીજો એક માણસ જેની ઉંમર 40 વર્ષની આજુબાજુ હશે. અને સર સામાન માં કેટલીક વસ્તુઓ,અનાજ અને કપડાં હતા એના પરથી લાગ્યું ખરું કે મજૂરીકામ કામ કરવા બહાર ગામ જાય છે.એવામાં એક સુરતની બસ આવે છે અને પેલી સ્ત્રી બસમાં ઝડપથી પોટલાં લઈ ચડે છે અને પેલો ભાઈ એને મદદ કરે છે .બસ માં ચડી જઈ ને પેલી સ્ત્રી હવે બસની બારીમાંથી ડોક્યુ કરી10 વર્ષની દીકરીને સલાહ આપે છે કે -" બેટા ! તું રોજ ભણવા જજે,
તારા ભાઈને સાચવજે ,બકરીને પાલો ખવડાવજે અને ઘરને સાચવજે વગેરે જેવી બાબતો મોટે મોટે મોટેથી દીકરીને કહેતી હતી અને જે આજુબાજુ બીજા પણ સાંભળી રહ્યા હતા.
હવે મમ્મી જાય છે એમ કરીને હવે છોકરી પણ જોરજોરથી
રડવા માંડે છે તેનો અવાજ વાતાવરણમાં પડઘો પડી રહ્યો હતો. હવે મમ્મી ની આંખમાં અમી છલકાઈ જાય છે
દીકરી અને માતાનું કરુણ દ્રશ્ય આજુબાજુના આખા બસ સ્ટેશન લોકો મીટ માંડી જોઈ રહ્યા.પેલો માણસ આવીને છોકરીને લઈ જવા પ્રયાસ કરે છે એ દીકરી જોરજોરથી ડુસકા ભરી રડે છે હવે માતાનું દિલ પણ પીગળી જાય છે અને એની ગળામાં ડૂમો ભરાઈ જાય છે અને જોરથી રડે છે
એવામાં બસનો ડ્રાયવર સેલ સ્ટાર્ટ કરે છે અને ધીરે ધીરે બસ આગળ વધે છે અને રાતના અંધારામાં વિલીન થઈ જાય છે..હું એ બસ તરફ એકે નજરે જોઈ રહ્યો અને બીજી બાજુ પેલી નાનકડી દીકરીને લઈ ને પેલો માણસ ધીરે ધીરે ચાલતો હતો .નાનકડી છોકરીના પગ ધીરે રહીને ડગ માંડતા હતા.. જાણે આજે કદમ એને રોકી રહ્યા હતા કોઈકની યાદ માં....
એ પણ કાળા અંધારાની રાતમાં ધીરે રહીને ગાયબ થઈ ગઈ... અને એ રીતે કરુણ દ્રશ્યનો સમય સરકી ગયો.
એવા માં મારી બસ આવી અને બસ હું બેસી ગયો
પણ પેલું દ્રશ્ય હજી મારા માનસ પટ પરથી હટતું નથી અને
સ્મૃતિ પટ પર છવાઈ રહ્યું અને મનમાં એક પ્રશ્ન થયો ..
દીકરીને માતા એ જતા જતા કેટલી જવાબદારી આપતી ગઈ હજી તો દીકરી માંડ દસ વર્ષની હજુ તો 5 ધોરણ માં ભણતી હશે. એટલી બધી જવાબદારી માથે લઈને ફરતી હશે ?
હું મારા અનુભવ પરથી તમને આજે કેહવા માંગુ છું કે - "માતા એ દીકરીને જે જવાબદારી આપી છે ખરેખર આ નાનકડી દીકરી કરતી હશે જ " .કારણ કે રોજગારી માટે પરિવાર ના 90 ટકા સભ્યો રોજગારી માટે બહારગામ ગયેલા હોય છે અને બધી જવાબદારી દાદા દાદી ની હાજરી માં આ નાનકડાં બાળકો ઉપાડી લેતા હોય છે .જે મારી નજરે મેં જોયા છે અને મેં જાતે અનુભવ્યા છે.
જ્યારે ગામમાં વાલી સંપર્કમાં જવાનું થાય ત્યારે હું બાળકોને જોઉં છું કામ કરતા-"બાળકો શાળામાં પોતે ઘરનું જમવાનું બનાવીને આવે છે તેને રોટલા ઘડતા આવડે છે
વાસણ માઁજે છે .ઢોરને ઘાસચારો અને પાણી પીવડાવીને આવે છે અને તેના નાના ભાઈ બહેન હોય તો તેનું ધ્યાન પણ જાતે જ રાખે છે. અને પાછું મોડું વહેલું શાળામાં તો જવાનું.કેવું અજબ કહેવાય સાથે ભણતર તો ખરું જ ..
"આટલી નાની ઉંમરમાં જીવન જીવવાનો બોધપાઠ શીખી લીધો છે "
વાહ ! ......
✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼


Comments
Post a Comment