( છે જ નહિ ) ✍️ કમલેશ.. ઉપાધ્યાય .. મલ્હાર .. રાજકોટ



જીંદગી સજા તો છે જ નહિ
એ વિના મજા તો છે જ નહિ

     છે જ નહિ ............

હા એ સાવ સાચું છે કે હવે
કોઈ ને લજ્જા તો છે જ નહિ

     છે જ નહિ ..........

જવાબદારી એવી બલા છે
એમાં ભૈ રજા તો છે જ નહિ

      છે જ નહિ .......

મોત તો એક અવસર છે
કહું ..? એ કજા તો છે જ નહિ

     છે જ નહિ ...........

ખાદિ પેર્યે , ગાંધી ન થવાય
કોઈ માં ગજા તો છે જ નહિ

      છે જ નહિ ............

જીવે છે ગરીબો ઘર વિના
મલ્હાર છજા તો છે જ નહિ

       છે જ નહિ ...........

કમલેશ.. ઉપાધ્યાય .. મલ્હાર .. રાજકોટ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .