શીર્ષક - કેવું હશે ? ✍️ મિલન અંટાળા (સુરત)
શીર્ષક - કેવું હશે ?
પહેલાં લાગ્યું સ્વપ્ન હશે,
પછી લાગ્યું કે સાચું થશે,
નથી હવે કોઈ શંકા કશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
હું કહું છું છોકરી હશે,
તું કહે છે છોકરો થશે,
જે હોય તે રમાડવા થશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
જનમતા જ બધાં હરખાઈ જશે,
ખુશીનો દરિયો તો છલકાઈ જશે,
વહાલનાં આશીર્વાદોનો વરસાદ હશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
ઘોડિયામાં ઝુમ્મર બંધાશે,
એમાં મોર-પોપટ લટકાશે,
એ ટગર ટગર જોયા કરશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
એની ચીસોનો રણકાર થશે,
ઝભલાં-ટોપીનાં ઢગલાં થશે,
રમકડાંઓ બધાં નવાં હશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
પિતા મારા દાદા બનશે,
મા મારી દાદી કહેવાશે,
બધાં એને વહાલ કરશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
છઠ્ઠી કરાશે છઠ્ઠા દિવસે,
એની મા એને જ રમાડશે,
નામકરણ એનું ફઈ કરશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
ઝરણાંની મમતા વહેતી હશે,
મિલનની મસ્તી બમણી થશે,
દાદી શિવાજીનું હાલરડું ગાશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
પહેલા લાગતું સ્વપ્ન હશે,
ટૂંક જ સમયમાં સાચું થશે,
આતુરતાનો અંત આવશે,
અત્યારે તો એક જ સવાલ, બચ્ચું અમારું કેવું હશે?
✍ મિલન અંટાળા (સુરત)

Comments
Post a Comment