વિભાગ: બાળગીત શિર્ષક :અતરંગી સપનુ ✍️ - જાની સોનલ અમદાવાદ




(રાગ:-મજા પડે ભાઈ.....)

મજા પડી ભાઈ મજા પડી(૨)
અતરંગી સપનુ જોવાની મજા પડી,

સપનામાં આવ્યા પોપટભાઈ
વાદળી રંગ અને પીળી ચાંચ
આ તે કેવી ગજબની વાત
મજા પડી ભાઈ મજા પડી(૨)

સપનામાં આવ્યા કાગડાભાઈ
સફેદ રંગ અને રાતી ચાંચ
આ તે કેવી ગજબની વાત
મજા પડી ભાઈ મજા પડી(૨)

સપનામાં આવ્યા વાંદરાભાઈ
લીલો રંગ અને ટુંકી પૂછ
આ તે કેવી ગજબની વાત
મજા પડી ભાઈ મજા પડી(૨)

સપનામાં આવ્યા પતંગીયાભાઈ
પાંખ નહી તોય ઉડ્યા કરે
આ તે કેવી ગજબની વાત
મજા પડી ભાઈ મજા પડી(૨)

સપનામાં આવી પેલી ચકીબાઈ
મોટુ કદ અને મોટી પાંખ
આ તે કેવી ગજબની વાત
મજા પડી ભાઈ મજા પડી(૨)

સપનામાં આવી સસલીબાઈ
ઊચેરા આભમાં ઉડતી જાય
આ તે કેવી ગજબની વાત
મજા પડી ભાઈ મજા પડી(૨)

મજા પડી ભાઈ મજા પડી(૨)
અતરંગી સપના જોવાની બહુ મજા પડી

          -જાની સોનલ"અવની"
                અમદાવાદ

👉 રચના નંબર - ૨

શિર્ષક :- પાનખર થી વસંત સુધી



ફુટેલી જ્યારે કુપળ મારામાં 
ત્યારે આહલાદક હતુ દ્રશ્ય, 

ડાળીઓને ભરપુર લાગણીથી
લપેટીને બેઠું હતુ હું,

લીલાછમ પાનથી જ્યારે
વધી હતી શોભા મારી,

વસંતની બહારમાં હું
ભરપુર ખીલ્યુ હતું,

લાગતુતુ  હ્દય સ્પર્શી અને
આહલાદક સૌદયૅ મારુ,

આવી જો પાનખર તો ખરી
પડી મારી એક એક ડાળી,

ઊભો છું થઇ એકલુ અટુલું
ફરી નવી આશાઓનુ ભરી પોટલું

શીખી શકો તો શીખીલો આ વાત
પાનખર પછી આવશે વસંત અપાર

            -જાની સોનલ"અવની"
                 અમદાવાદ


👉 રચના નંબર - ૩

  ગઝલ:-રહુ છું


નદીની જેમ હું બિન્દાસ વહુ છું
હા,વળી બધાને અનુકૂળ થઇને રહુ છું,

રાખેલી છે મારી જાતને મે બે કિનારાની વચ્ચે
છતાય બંધનોમાં બંધાઈને રહુ છું,

વિકસાવું છું મારી સાથેના અનેક જીવને
છતાય મારી વિકાસ કેરી ઈચ્છાને ગુપ્ત રાખુ છું,

સ્ત્રી છું એટલે સદાય વહેતા રહેવુ મારુ કામ છે
છતાય મન કેરા વણાંક ને હુ લુપ્ત રાખુ છું,

નદીની જેમ હુ બિન્દાસ વહુ છું
પણ હા, સૌને અનુકુળ થઇને રહુ છું

             -જાની સોનલ"અવની"
                  અમદાવાદ


👉 રચના નંબર - ૪
લઘુ વાર્તા :-જીવન અને મૃત્યુ



આજ સવારે મારા મિત્ર સંજુ જોડે મારી વાત ચાલતી હતી.સંજુ મારો બાળપણ નો મિત્ર. લગભગ રોજ સવારે વ્યાયામ કરવા અમે અમારા ઘરથી નજીક આવેલા દરિયાકિનારે જતા.આજ પણ સવારે વહેલા ૬:૦૦વાગ્યે અમે ભેગા થયા.અમારી એક આદત હતી રોજ અમે કોઈને કોઈ વિચાર ઉપર ચર્ચા કરતા ઘણીવાર વિચારો મળતા તો ઘણીવાર વિચારભેદ થી ઝઘડો પણ થતો છતાય બીજા દિવસે એ એક નવો વિચાર મારી સમક્ષ રજૂ કરી દેતો. પરંતુ આજના એના વિચારે મને સ્તબ્ધ કરી દીધી હતી.આજ એણે ક્હ્યું જીવન અને મૃત્યુ શું છે. મે કહ્યું માણસના શરીરમાં જ્યા સુધી પ્રાણ છે તે જીવન અને પ્રાણ ચાલ્યા જાય એટલે માણસ મૃત્યુ પામે. એણે ક્હયું કે ના જીવન અને મૃત્યુ ની વચ્ચે એક પાતળી રેખા હોય છે જેમાં માણસ પોતાનું જીવન જવે છે અને મૃત્યુનો આભાસ પણ કરે છે.આજ અમારી વચ્ચે વધુ મથામણ ના થઇ. પરંતુ મારા મગજ માં તો અેજ વિચાર ઘુમતો હતો.વિચારોના વમળમાં કયા સાંજ પડી ગઇ ખબરજ ના રહી.હું રાત્રે આઠ વાગ્યે સિરિયલ જોવા બેઠી.તો મહાભારતમાં વિદુરજી પણ આજ વાત કરી રહયા હતા ત્યારે મને સંજુની વાત સમજાઈ.હા, જીવનની દરેક પળ માણવી એજ જીવન છે. જીવનની અેવી ક્ષણો જેમા સુઃખ નો અહેસાસ અનુભવ્યો હોય ,ભરપુર લાગણી અનુભવી હોય એજ તો જીવન છે.પરંતુ અમુક પળ એવી પણ હોય છે જેમા વ્યકિત મૃત્યુ નો અહેસાસ અનુભવે છે.જેમકે સો પુત્રો ના મૃત્યુ બાદ ગાંધારી નું જીવન મૃત્યુ જ તો છે અેક માતા માટે.ભરીસભામાં વસ્ત્ર હરણ બાદ નું જીવન દ્રૌપદી માટે મૃત્યુ જ તો છે.ધર્મ ના માર્ગે ચાલવા છતા યુદ્ધમાં પોતાના પાંચ પુત્રો અને મહાવીર અભિમન્યુ ના મૃત્યુ બાદ પાંડવોનું જીવન મૃત્યુજ તો છે.અતુલ્ય પતિ પ્રેમ હોવા છતા વનવાસ ભોગવતા સિતામાતા નું જીવન મૃત્યુ જ તો છે.હસ્તિનાપુર જેવા મહાન રાજ્ય ની રક્ષા કરનારા ભિષ્મપિતાનું મહાભારત જેવા યુદ્ધ સમયેનું જીવન મૃત્યુજ તો છે.આવી મહાન વ્યક્તિઓ સિવાયના આપણા જેવા સાધારણ માણસોનું જીવન જોઈઅે તો અનાથ બાળકનું જીવન,વિધવા સ્ત્રી નું જીવન,રોજ મારપીટ કરનાર પતિ સાથે પત્ની ધર્મ નિભાવતી સ્ત્રી નું જીવન,છોડીને ચાલ્યા જનારા પુત્રો વગરનું માતા-પિતાનું જીવન,ઈરછાઓને એક ખૂણામાં સંગ્રહ કરી ભુલી જનાર સ્ત્રી નું જીવન મૃત્યુ જ તો છે.માત્ર શરીરમાં શ્વાસ આવે અને જાય એ જીવન નથી.આ ક્રિયા માં ઉદભવતી વ્યથા દરમ્યાન નો માણસ મૃત જ કહેવાય છે અને આવા મૃત્યુ નો આભાસ શાયદ દરેક ના જીવન માં થાયજ છે.આજ હું સમજી ગઇ હતી કે મારો મિત્ર મને શું સમજાવવા માંગે છે.શાયદ કોઈઅે સાચુંજ કહયું છે કે જીવન માં અેક સાચો મિત્ર હોવોજ જોઈઅે.👫
     
               -જાની સોનલ અમદાવાદ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .