માઇક્રોફિક્શન. ✍️ બીના ગોસ્વામી..."રુહ"...🌹 નવી મુંબઈ.
એક આશાસ્પદ અભિનેતાએ કરેલી આત્મહત્યાના સમાચારથી, આખા દેશમાં શોકની લહેર હતી.
એરકન્ડિશન્ડ રૂમમાં પણ પરસેવેથી રેબઝેબ ડાયરેક્ટરની સામે એ દ્રશ્ય ઘુમરાઈ રહ્યું. અભિનયના ક્ષેત્રમાં પણ રાજકારણને લઈને કેવી રીતે આ અભિનેતાને દરકિનાર કરી દેવાયેલ.
સમાચાર સાંભળીને તેની સાથે કામ કરી ચૂકેલા જાણીતા ફિલ્મ ડાયરેક્ટરે, અન્ય એક પ્રતિભાશાળી પણ સંઘર્ષ કરતાં અભિનેતાને પોતાની ફિલ્મમાં કામની ઓફર આપી.
તેણે વિચાર્યું, કે આવી દુઃખદ પટકથા રિપીટ ન થવી જોઈએ.
બીના ગોસ્વામી..."રુહ"...🌹
નવી મુંબઈ.

Comments
Post a Comment