" બુંદ " ✍️ ચિત્રોડા ચાંદની ચાંદ ( પોરબંદર )
આંખ તો કરે આંસુઓની ધાર,
ક્યાં જોઈએ તેને પુરાવા કે આધાર
મન તો એમ જ ભટક્યા કરે તારી આસપાસ,
લાગણીઓને ક્યાં હોય છે કોઈ આકાર
એક બુંદ મળે જો સ્નેહનું,
થઈ જાય મારા બધા સપના સાકાર
હ્રદયમાં તારા ઉછળે જો પ્રેમનાં મોજા,
તો આવીને કર તારા અહેસાસનો આવિષ્કાર
સ્થિર "ચાંદ" હ્દયમાં સરગમ ભળે,
કરે જો તું મુજને સ્વીકાર.
ચિત્રોડા ચાંદની ચાંદ
પોરબંદર

Comments
Post a Comment