ભજન : કાનો મારો છાનો માનો માખણ ખાય.

ભજન : કાનો મારો છાનો માનો માખણ ખાય.
     
         રાગ - રમતો ભમતો જાય, આજ માં નો ગરબો..

છાનો માનો માખણ ખાય,
      હે કાનો મારો છાનો માનો માખણ ખાય,
પકડાય ચોરી તો વાહલો સંતાય જાય,
                                   હે ! કાનો મારો...
બાળ સખા સંગ ગોકુળ માં ફરવા જાય,
         વ્હાલો!ગોપીઓ ના માખણ ચોરી ખાય,
મોરલી ના સુર માં ગોપીઓ બંધાય રે જાય.
કે વ્હાલો મારો........
                             હે ! કાનો મારો..                                             

માતા જશોદા સંગ કાનો યમુના કાઠે રે જાય,
    સખીઓ સાથે માતા યમુના માં નાહવા રે જાય,
            કાઠે રે બેઠો વ્હાલો માટી ચોરી ખાય,
                                  હે ! કાનો મારો....
મધ માટી ખાતો ને, હરખ ઘેલો થાતો,
ચોરી ચોરી ખાતો ને, એ તો  રે મલકાતો,
    ચોરી જો પકડાય જાય,
 કે વ્હાલો મારો... ગભરાય જાય,
                                હે ! કાનો મારો....
છાનો માનો માખણ ખાય,
  કે વ્હાલો મારો .......
                              હે ! કાનો મારો..........

કવિયત્રી : અવની શિવાંગ દવે, (શિવેસ્વરી), વડોદરા.
         તારીખ:૧૪/૦૬/૨૦૨૦

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .