લેખ : માસિક ધર્મ ની ખોટી શરમ છોડો , દરેક સ્ત્રી ને માનસિક સાથ આપવાનો ધર્મ અપનાવો. ✍️અવની શિવાંગ દવે, (શિવે સ્વરી), વડોદરા.




 માસિક ધર્મ ની ખોટી  શરમ છોડો,
      દરેક સ્ત્રી ને માનસિક સાથ આપવાનો ધર્મ અપનાવો.
      
   ઓ હો ! આજે તો લાલ સિગ્નલ રાખ્યું છે ને કંઈ?
આવી ગંદા વિચાર કરવા વાળા પણ તેની જ ઉપજ છે.

દરેક સ્ત્રી " રજસોલા " ના ચક્ર માંથી પસાર થાય છે, ત્યારે જ તો "કુળ નો ચિરાગ" , "અમારો વારસદાર" નો જન્મ થાય છે.

દરેક સ્ત્રી ને માનસિક તાણ સાથે શારિરીક શ્રમ કરવો પડે છે ,તેમાં પણ મહિના ના ૫-૭ દિવસ તો કાળ સમા બની જાય છે,પણ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે પોતાના જ કે સમાજ  તે સમયે સ્ત્રી ને સાથ આપવાને બદલે દૂર કરે છે.

હા ! હું માનું છું,  ચાર દિવસ મંદિર કે ભગવાન ને ના અડકાય, કે બને ત્યાં સુધી એક બાજુ જ રહેવાય, કશે અડકવાનું નહિ,
પોતાની તકલીફ પણ કોઈ ને કહી નથી શકતી .

તો શું દરેક સ્ત્રી ને આમ જ દુઃખ સહન કરી ને જીવવાનું?
તો શું એનો મતલબ કે ૫-૭ દિવસ એ સ્ત્રી નું કોઈ અસ્તિત્વ કે મહત્વ જ નહીં?
અરે ભગવાન થી લઇ અંબાણી હોય કે કોઈ રાજા , દરેક નો જન્મ સ્ત્રી ના એ જ રક્ત માંથી થાય છે, 
ત્યારે કેમ કોઈ નથી કહેતું  કે, ના , ના આ ગંદુ છે?

અરે ઓ શૂરવીરો તમને જે રક્ત એક નાનું વાગ્યાં માંથી નહિ નીકળતું હોય,તેના કરતાં ચાર ઘણું એક સ્ત્રી મહિના માં એ પેલા ૫-૭ દિવસ માં વહાવી દે છે, છતાં પણ પીડા સહન કરી હસતી રહે છે.
 બસ સ્ત્રી એક વાસના સમાવવાનું સાધન ના સમજો,
કારણકે એ જ સ્ત્રી તમારી સર્જન નું જ મુખ્ય દ્વાર છે.

અવની શિવાંગ  દવે, (શિવે સ્વરી), વડોદરા.


Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .