પપ્પા લાગે પ્યારા ! ✍️ - ધાર્મિક પરમાર 'ધર્મદ'
મને પપ્પા લાગે પ્યારા !
મારે મન તો સૂરજ,ચાંદો-
ને, એ જ ચમકતાં તારા !
મને પપ્પા લાગે પ્યારા !
ઓર્ડર જ્યાં મેં કીધો,
ત્યાં તો વસ્તુ હાજર થાય.
રોજ રાત્રે મીઠાં-મીઠાં,
ગીતો એ તો ગાય !
ભૂલ કરું ત્યાં સમજાવે,એ જરીક થઈને ખારાં.
મને પપ્પા લાગે પ્યારા !
મીઠી-મીઠી ચોકલેટનો,
જાણે એ તો દરિયો.
સાચ્ચે-સાચ્ચા જાદુગર છે,
એ જ ગગનની પરીઓ !
કદી ન ખૂટે, વ્હાલ,હેત જ્યાં એવા આ ફૂંવારા !
મને પપ્પા લાગે પ્યારા !
- ધાર્મિક પરમાર 'ધર્મદ'
☘️☘️☘️☘️☘️☘️☘️
રચના નંબર - ૨
બાળગીત - હાથીની પિકનિક ✍️ ધાર્મિક પરમાર 'ધર્મદ
મોટરકાર લઈને હાથી પિકનિક કરવાં ગ્યો !
દાબી-દાબીને ખાઈ એતો જાડ્ડોપાડ્ડો થ્યો !
હાથીડો ચાલે ને ધરતી ધમધમાધમ થાતી !
જોઈ પેલી કીડીબહેના મનમાં બહું મુંઝાતી !
હાથીની મોટરનું બંદર, પંચર પાડી ગ્યો !
હાથીડાએ ઝરણા સાથે સેલ્ફીઓ બહું પાડી !
જંગલમાં ફરતી હાથીની ભમભમ મોટર ગાડી !
ઝરણાં,જંગલ,ડુંગર જોઈ હાથી થાકી ગ્યો !
- ધાર્મિક પરમાર 'ધર્મદ'


Comments
Post a Comment