नाम:अरमान ✍️ हेमांगी शर्मा सुरत



फिर एक और दिन ढल गया,
सब सामान समेट ने लगे हम
कहीं कुछ अरमान बिखरे पडे थे
तो कहीं कुछ यादे धुंधली सी दिख रही थी
फिर वो" रात " के  आगोश में "निंद" चली गई 
शायद वो बिखरे हुए अरमान, धुंधली सी यादे
ख्वाबो में जा के पूरी होगी

हेमांगी शर्मा
सुरत

👉 રચના નંબર - ૨

कविता : आंँसुओं की भाषा. ✍️  हेमांगी शर्मा सुरत


भीन्न भीन्न लोग, भीन्न भीन्न भाषा,
सबसे अलग है दो नैनों मे बसे आंँसुओं की भाषा,

समझ सकें तो है दरिया भावनाओं का,
नासमझों के लिये पानी हे आंखों का.

आंखों से निकलकर लबों तक का सफर तय करते है आहिस्ता आहिस्ता,
दिल को चीर कर, अरमानों को रोंद कर आंखों में आ बसते है आहिस्ता आहिस्ता.

बहुत कुछ पढा होगा तुमनें किताबों में,
पर आंँसुओं की भाषा पढने वाला मिलता है कहीं हजारों मे.
हेमांगी शर्मा
सुरत

👉 રચના નંબર - ૩

નવવધુની વાત


લગ્ન ની આગલી રાત હતી. આજે તો ગરબા, દાંડિયા ને ડી. જે. ની રાત.બધાં જ બહું મસ્તી ને તાન ના મૂડમાં હતા. ધીમે ધીમે સાંજ ઢળવાં લાગી ને ગરબા ની રમઝટ જામી.
     બધાં જ પોત પોતાની મસ્તી માં ગરબા ગાતાં હતાં. ઘરનાં એક ખૂણે નાની બારી માં થી બે આંખો બધાને જોતી હતી. ખાસ કરીને જે નવવધૂ બનવાની હતી તેને. ધીમે ધીમે એ આંખો નું તે જ વધ્યું. ધારી ને જોયું તો તે બંને આંખો માં આંસુ હતા.હર્ષ અને દુઃખ ના મીક્ષ આંસુઓ નો ભંડાર હતો.ને તે ભંડાર ની પાછળ છુપાયેલા હતા ૨૫ વર્ષો.તે આંખો હતી તે નવવધૂ ના પિતાની.
       જેમ જેમ ગરબા ની રમઝટ વધતી ચાલી તેમ તેમ તે આંખો અતીત માં ડુબતી ચાલી.જૂના દિવસો યાદ આવવા લાગ્યાં. દિકરી ની દરેક વાત ની શરૂઆત થી લઈ અંત પપ્પા પર જ થતો. દિકરી ની સવાર થી લઈ રાત બધું જ પપ્પાની આસપાસ હતું.
      અચાનક કોઈ એ પીઠ પર હળવો ધબ્બો માર્યો ને અતીતની એ ચાદર પાછી સંકેલાઇ ગઇ.બિજા દિવસે લગ્ન ની વિધિ સકુશળ પતી ગઇ.
      નવવધૂ નો સાસરી માં પહેલો દિવસ હતો.આજે અડોશ પડોશની મહિલા ઓ વહૂ ને જોવા આવેલી.તેમાંથી એક મહિલા બોલી "વહુ પિયરથી શું શું લાગી છે?" 
     આ વાત કયાં સુધી વ્યાજબી છે?અરે! તે શું શું છોડીને આવી છે તેનો વિચાર કયારેય કર્યો? 
     એક નાના અમથા છોડીને પણ એક કુંડા માં થી બીજા કુંડા માં બદલી એ તો તેમાં પણ એડજસ્ટ થતાં વાર લાગે. આ તો જિંદગી ના અમૂલ્ય ૨૫ વર્ષો જયાં વિતાવ્યા, જયાં બાળપણ ને યુવાની ના સપનાં સેવ્યા તે ફળિયું જ છોડી ને આવી છે.
    ધર્મના માતા પિતા સાથે કે જેમનું વાણી, વર્તન, વ્યવહાર અલગ છે ત્યાં તે ૧૦૦% સેટ થવાનો પ્રયત્ન કરતી હોય.પોતાનું પહેરવા ઓઢવાનું વિચારવાનું બોલવાનું બધું જ પોતાની રીતે જીવતી એક નાદાન પતંગિયા જેવી યુવતી જયારે લગ્ન ગ્રંથી થી બંધાય ત્યારે ખરેખર તે બધાની અપેક્ષા ઓ સાથે બંધાય છે. કયારેય તેના મનને જાણવાની કે તટોલવાની કોશીશ કોઇ કરે છે!
       શું લાવી કે ના લાવી તે તો ગૌણ વાત છે. તે શું શું છોડી ને આવી છે તે કયારેય વિચાર્યું!કયારેય પાસે બેસાડી ,માથે હાથ ફેરવી પુછ્યું કે બેટા! તને અહીં ગમે તો છે ને?અજાણ્યું તો નથી લાગતું ને!આ તારું જ ઘર છે. અમે તારા જ માતા પિતા છીએ.
         વિચારો માં બદલાવ લાવો.કપડાં મોર્ડન પહેરવા થી મોર્ડન ના થવાય.વિચારો ને પણ સમય સાથે થોડા બદલવા જરૂરી છે. 
     
હેમાંગી શર્મા સુરત

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .