લેખ:- એ વરસાદી મુલાકાત.. ✍️ જાની સોનલ"અવની" ( અમદાવાદ )




                 અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો.ગાડી ના કાચમાંથી કંઈજ દેખાતુ નહોતુ.વાવાઞોડા સાથે સુસવાટા મારતો પવન તીવ્ર ગતી થી ફુકાઈ રહ્યો હતો.રસ્તા એકદમ સુમસાન બની ગયા હતા.વીજળી ના ચમકારા ચારેકોર થઇ રહ્યા હતા. 
            મારા અને પરમ ના પ્રેમ વિશે ની જાણ ઘરમાં થઇ ગયા બાદ મારુ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતું.આજ મારી ફ્રેન્ડ વિભાની સગાઈ હતી.આજ માંડ કરી પરમ ને મળવાનો મોકો મલ્યો હતો.મારી ફ્રેન્ડ અમારા વિશે બધુ જાણતી હતી .અેણે કહ્યુ તુ ચિંતા ના કરીશ હુ બધુ સાચવી લઇશ સોનુ. તુ જા અને છેલ્લીવાર એને મળી આવ. 
           બહુ દિવસો બાદ આજ સોનુ અને પરમ ની એટલેકે અમારી આ છેલ્લી મુલાકાત હતી.અમે બંન્ને કારમાં બેસી લોંગ ડ્રાઇવ પર નિકળી પડ્યા. વરસાદી વાતાવરણ ના લીધે કાર ચલાવવી મુશ્કેલ હતી. સુમસાન રસ્તાની બાજુમાં એક જર્જરીત ઞુપડી દેખાઈ.અમે કારમાંથી ઊતરી એ ઞુપડી માં ગયા.વિચાર્યું કે વરસાદ જરા ધીમો પડે એટલે નિકળી જઇશું. ઞુપડીના તુટેલા ભાગોમાથી વરસાદ વરસી રહ્યો હતો.હુ અને પરમ ભીંજાઈ ગયા હતા.હુ મારા વાળ ખોલી લુછી રહી હતી ત્યા પરમ ની નજર મારા પર પડી.પલળી ગયેલા વાળ, ભીંજાય ગયેલું શરીર, ટપ ટપ ટપકતા પાણી  સાથેના હોઠ,સાડીમાથી ઊભરાઈ આવતા આકર્ષક અંગોને જોઈ અચાનક પરમ ઊભો થઇ મારી નજીક આવ્યો.એકબીજાની નજરોમાં અમે ખોવાઈ ગયા.વરસાદી વાતાવરણમાં એનો આહલાદક સ્પર્શ મારા રોમેરોમમાં પ્રસરી રહ્યો હતો. ટપકતા ટીપામાં એકમેક થઇ ગયેલા હોઠ સાથે ગાઢ ચુંબન જાણે વરસી રહ્યુ હતું.હવે ક્યારેય એકબીજાને નહી મળી શકીએ  એ વિરહ વેદનાની વ્યથાથી થઇ રહેલા ગાઢ આલીંગનમાં આજ જાણે અમે ખોવાઈ ગયા.જાણે આજ અમે અેકજ થઇ ગયા હોય એવી અનુભુતી થઇ રહી હતી. વરસતા વરસાદ માં અનુભવેલો આ સહવાસ અમારા જીવનનો અેક ભાગ બની ચુકયો.
         એકબીજાની આંખોમાંથી છલકાઈ રહેલા આસુંઓ સાથેનું મૌન આજ વગર શબ્દોએ ઘણુ બધુ કહી રહ્યુ હતું.પરંતુ આ છેલ્લી મુલાકાત આખા જીવનનો આધાર બની ગઇ હતી. 
             થોડી ક્ષણો મૌન છવાઈ ગયુ.વરસતા વરસાદમાં આજ માત્ર પાણીનોજ નહી પરંતુ લાગણીનોય વરસાદ વરસ્યો હતો જે શેષ જીવન વીતાવવા માટે પર્યાપ્ત હતો. 
          વરસાદ જરા ધીમો થયો એટલે છેલ્લીવાર નુ બાહુપાસ ભર્યુ આલીંગન અનુભવી અમે ત્યાથી છુટા પડ્યા.આજભી એ વરસાદી મુલાકાત ની એક એક પળ યાદ આવે છે.જ્યારે ચોમાસું આવે છે એ યાદો ને સાથે લાવે છે.મન ફરી એજ વરસાદી મુલાકાત માં ગરકાવ થઇ જાય છે..... 

             -જાની સોનલ"અવની"

                     અમદાવાદ

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .