શીર્ષક: દોસ્ત ✍️ રેખા પ્રજાપતિ....અમદાવાદ ✍️
લાવે જીવનમાં બહાર એનું નામ છે દોસ્ત
અડધી રાતે પણ કહી શકીએ તારું કામ છે દોસ્ત.ભગવાનનું મુખ તો મેં નથી જોયુંપણ
મારા માટે તો તું જ મારો રામ છે દોસ્ત.
જ્યારે ઘરે આવે કંટાળો ને થઈ જઈએ બોર ત્યારે રંગીન બનાવે સાંજ તેવી શાન છે દોસ્ત.થાક્યા હોય ઘણું અને પડ્યા હોય પથારીમા પણ ફોન આવતા ઉત્તરે બધો થાક તેઓ આરામ છે દોસ્ત.
રેખા પ્રજાપતિ
Ahmedabad
17/07/2020
👉 રચના નંબર - ૨
શીર્ષક: પિતા
"મા" ઘર નું ગૌરવ તો "પિતા"ઘર નું અસ્તિત્વ હોય છે.
"મા" ની પાસે અશ્રુઓની ધારા તો "પિતા'ની પાસે સંયમ હોય છે.બે સમયનું ભોજન "મા" બનાવે છે.પણ જીવનભર ભોજનની વ્યવસ્થા "પિતા" કરે છે. પિતાને આપણે સહજ ભૂલી જઈએ છીએ.ક્યારેક જો ઠોકર વાગે કે લાગે છે તો આપણા મુખમાંથી "ઓહ મા" એમ નીકળે છે.પણ રસ્તો પાર કરતાં કોઈ મોટી ટ્રક પાસે આવીને બ્રેક મારે તો આપણા મુખમાંથી "ઓહ બાપરે" નીકળી જાય છે.
નાના સંકટમાં "માતા" છે.પણ મોટા સંકટો આવે છે ત્યારે "પિતા" જ યાદ આવે છે.
પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં આખો પરિવાર સુખેથી રહે છે.
રેખા પ્રજાપતિ
અમદાવાદ


Comments
Post a Comment