શીર્ષક :- "શાને કહાવે ?" ✍️ - આરતી યુ જોશી




બધો પ્રેમ એની ગઝલમાં એ લાવે,
હશે હાજરી મારી એવું જતાવે.

અમારું ગણિત થોડું કાચું રહ્યું છે,
ભલે દાખલા તું ફરીથી ગણાવે.

"તું પીડા નથી" એમ તો મેં કહ્યું છે, 
"દવા પણ નથી તું" એ શાને કહાવે? 

હશે આવ-જા શ્વાસ વચ્ચે જ તારી ,
ક્ષણે ક્ષણમાં હાજર રહીને સતાવે,

તમસની હવેલી સરીખો હું છું ને, 
ફળીયે નકામોં તું દીવો મુકાવે.

અમારી સમીપે ઝરણ ઝાંઝવા  છે, 
અહીં એ ફળે છે જે પથ્થર વહાવે. 

કપટ, ગંદકીને તમસ ભીતરે હો, 
એ ચેહરે અહિંસા, દયા ને સજાવે.

છે તારું નગર એ અમારું નગર છે, 
નથી ઘર કોઈ એવું જે ઘર બચાવે.

- આરતી યુ જોશી

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .