શીર્ષક :- પાંપણ ✍️ મૈત્રી ઉપાધ્યાય અમદાવાદ




સાહેબ, "આ નાજુક પાંપણ ની કરામત તો જુઓ, છે નાજુક પરંતુ બાંધે છે સંબંધ મજબૂત. 
"પાંપણ ના એક પલકારે થયો પ્રેમનો એકરાર ,કોણ જાણતું હતું કે આ પલકાર અને એકરારની વચ્ચે જ જીવનની સફર હમસફર સાથે શરૂ થશે".

 મૈત્રી ઉપાધ્યાય
 અમદાવાદ

👉 રચના નંબર - ૨

શીર્ષક :- જીવનસંગીની 


અંકિત અને વિશ્વા એક જ કંપનીમાં સાથે કામ કરતા હતાં.બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં.વિશ્વા હંમેશા એક જ વાત અંકિતને કહેતી હતી કે હું "જીવનસંગિની" બનીશ તો ફક્ત તારી,સુખમાં કદાચ પાછળ રહીશ પણ દુઃખમાં હંમેશા તારી આગળ રહીશ.થોડા સમય બાદ બંનેના લગ્ન થયાં અને બંનેએ પોતાનું વિવાહિત જીવન શરૂ કર્યું.પરંતુ અંકિતની માતાને વિશ્વા વહુરૂપે જરા પણ નહોતી ગમતી. વિશ્વા બધું જ ઘરકામ અને બહારનું કામકાજ સંભાળતી હોવા છતાં તે વિશ્વાના કામમાં ક્યાંક ભૂલ કાઢ્યા કરતા અને અંકિતને કહેતા કે, "આ છોકરી, ક્યારેય તારો સાથ નહીં આપે, આપણા પૈસા જોઈને તે આવી છે".આવા અપશબ્દ કહીને વિશ્વાનું અપમાન કરતા, પણ વિશ્વા ક્યારેય પણ તેમને સામે જવાબ આપતી નહીં.

  થોડા સમય બાદ એક ખૂબ જ ખરાબ ઘટના અંકિત સાથે બની.અંકિતની કારનો અકસ્માત થયો અને અંકિત એક વર્ષ સુધી પથારીમાં જ રહ્યો. તેના પગ પણ કામ કરતાં બંધ થઈ ગયા હતાં.દાક્તરોએ પણ આશા છોડી દીધી હતી કે હવે અંકિત ફરી પોતાના પગ પર ઊભો થશે. ઘરના સૌ નિરાશ થઈ ગયા હતા, પરંતુ વિશ્વાએ હિંમત ન છોડી. તેણે અંકિત સાથે ઘરના દરેકમાં એક નવી આશા જગાડી. અંકિતની માતાને એમ જ હતું કે વિશ્વા હવે અંકિતને આવી પરિસ્થિતિમાં મૂકીને ચાલી જશે. આવું કશું જ ન બન્યું.

     વિશ્વા ઘરમાં સૌનૌ સહારો બની.લગ્નના સાત ફેરા ફરતી વખતે જીવનસંગિની માટેના દરેક વચનો તેણે પૂરા કર્યા.અંકિતની સેવા કરતી, ઘર અને નોકરી બધું જ સંભાળતી જતી અને સાથે અંકિતને પોતાના પગ પર ઊભા કરવાના દરેક પ્રયત્નો કરતી હતી. તેની આસ્થા અને અતૂટ વિશ્વાસે અંકિતને પોતાના પગ પર ઊભો કરી દીધો અને ઘરમાં સૌ ખુશ થઈ ગયા. દાક્તરોને પણ નવાઈ લાગી કે વિશ્વા જેવી જીવનસંગિનીએ તો દાક્તરોને પણ પાછળ મૂકી દીધાં.

   આ ઘટના બાદ વિશ્વાના સાસુમાં ઘણું પરિવર્તન આવ્યું અને તેમણે વિશ્વાની માફી માંગતા કહ્યું કે, "બેટા તારા જેવી *જીવનસંગિની* મેળવીને મારા દીકરાનું જીવન ધન્ય બની ગયું".

 મૈત્રી ઉપાધ્યાય મિત્રા

👉 રચના નંબર - ૩

શીર્ષક : સંસ્કૃતિ




     સંસ્કૃતિ એટલે આપણી ઓળખ.આપણી જીવન જીવવાની રીત.માનવમનનું ખેડાણ અને રહેણીકરણી, ધાર્મિક પરંપરાઓને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતાં આદર્શોનો સરવાળો. 

     શું ક્યાંક આ સંસ્કૃતિને આપણે ભૂલી નથી રહ્યા?વિદેશી રીત અપનાવીને પોતાની ઓળખ ગુમાવી રહ્યાં છે.આપણી સંસ્કૃતિ તો કેટલી વિશાળ છે.સિંધુ નદીના કિનારે ઉદભવી આપણી પ્રાચીન સંસ્કૃતિ.યોગ અને ૠષિમુનિનો સંગમ આપણી સંસ્કૃતિની દેન છે. આપણા રિવાજો, કુટુંબભાવના આ બધા તો સંસ્કૃતિના સંતાન છે. પણ દુ:ખની વાત તો એ છે કે આપણને આપણી આ અદભૂત અને પ્રાચીન સંસ્કૃતિની કોઈ કિંમત જ નથી. 

     આજે આપણે બીજા દેશમાં જઈને ત્યાંની રહેણીકરણીને તરત અપનાવી લઈએ છીએ અને પોતાના દેશ અને સંસ્કૃતિએ જે ઓળખ આપી એને ધિક્કાર આપીએ છીએ.જે લાલ માટીમાં આપણો જન્મ થયો તે જ આપણને ખરાબ લાગવા લાગે છે. "વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" આ યોગ તો આપણી સંસ્કૃતિ છે તેમ છતાં તેની આગળ આંતરરાષ્ટ્રીય શબ્દ લાગતા જ તેનું મહત્વ તો વિદેશીમાં ગણાઈ ગયુ. સંસ્કૃતિનું અપમાન.

       આપણે આપણી સંસ્કૃતિની કદર ન કરી.ગંગાજળ આપણુ પવિત્ર જળ ગણાય છે.એને ભૂલીને સેનેટાઈઝર પકડી લીધું. એટલે ભગવાને પણ પોતાની પાસે બોલાવતા પહેલાં ગંગાજળની બદલે સેનેટાઈઝર આપી દીધું.

   કદર કરી લો આ અમૂલ્ય સંસ્કૃતિની.સંસ્કૃતિ આપણી મા સમાન છે.

    આપણા નામની ઓળખ મા-બાપથી, 
    આપણી માણસાઈની ઓળખ આપણી સંસ્કૃતિથી

  બીજા દેશોમાં "પૈસો" છે 
    આપણા દેશમાં "પ્રેમ" છે
     બીજા દેશમાં "સફળતા"છે
   આપણા દેશમાં "સંસ્કૃતિ "છે.

મૈત્રી ઉપાધ્યાય 
અમદાવાદ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .