શિર્ષક :-ગુરુ જ કરી શકે ✍️ જાની સોનલ"અવની" અમદાવાદ





ગુરુ જ કરી શકે ગુરુ જ કરી શકે
આ સઘળું મારા ગુરુ જ કરી શકે,

જીવનકેરી કેડી માં મુલ્યો નું સિંચન
આ તો મારા ગુરુ જ કરી શકે,

પળ માં ગુસ્સો પળ માં પ્રેમ
આ તો મારા ગુરુ જ કરી શકે,

નાનેરુ જીવન પાંચ વર્ષે સોપાય જેના હાથ માં
એનુ ઘડતર મારા ગુરુ જ કરી શકે,

અવિરત વહેતો અખુટ ભંડાર પીરસવાનુ ઊચેરુ કામ
આ તો મારા ગુરુ જ કરી શકે,

ગુરુ જ મારી માતા અને ગુરુ જ બને પિતા આ વ્યવહાર
મારા આદરણીય ગુરુ જ કરી શકે,

નથી કોઈ નાનુ-મોટુ કે નથી કોઈ ઊચું- નીચુ
સરખાપણા નો આવો ભાવ મારા ગુરુ જ કરી શકે,

અર્થ હીન છે જીવન જો કોઈ ગુરુ ના હોય જીવન માં
અર્થપૂર્ણ જીવન મારા ગુરુ જ કરી શકે,

ઢોલ અને ખંજરી ના તાલે ગાવાનું
અને હોશે હોશે અમારી સંગે રમવાનું
આ તો મારા ગુરુ જ કરી શકે,

વહાવે શિક્ષણકેરો અવિરત પ્રવાહ પણ પોતે ત્યાના ત્યાજ રહે
આ તો મારા ગુરુ જ કરી શકે,

શરમ ના કરશો મિત્રો ગુરુ ને નમન કરવામાં
અહંકારનો પરપોટો એકજ ક્ષણમાં તોડવાનું કામ
આ તો મારા પ્રિય ગુરુ જ કરી શકે,

વારંવાર તવ ચરણોમાં નમન કરે આ જાની
એને હ્દયથી આશિષ આપવાનું કામ મારા ગુરુ જ કરી શકે

          -જાની સોનલ"અવની"
               અમદાવાદ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .