જીવાત્મા .... ✍️ દક્ષા ઠાકર,, 'દક્ષુ' અમદાવાદ....
જીવાત્મા .......
ખોળીયા માં જીવ ભળ્યો,
જીવ ને મળ્યું શરીર..
બન્યો એ જીવાત્મા
દૂર કેમ કરી રહેવાય...!!!
ઓળખ..વ્યવહાર,ચાલે દેહથી,
દેહને મળે નામ, ઓળખાય નામથી,
જીવન છે, જીજીવિષા ઘણી..
પ્રતાપ છે, માયા નો..
જીવન લાગે સૌને,
અતિશય વ્હાલુ..
સુખ હોય કે દુઃખ,
હસી ને કે , રડીને..
જીંદગી જે મળી છે,
જીવીને, વિતાવવી છે..
ધર્મને જાણી, કરે જે કર્મ,
મળે અર્થ,માર્ગ મળે મોક્ષ નો..
જાણી જગ નિયંતાને,
જન્મ કરજે સાર્થક..
વિચાર,,વાણી,,ને વર્તન
હોય જો વિવેકપૂર્ણ..
વિશ્વ ના કણ કણ માં,
ને રજ રજ માં તું વ્યાપ્ત..
આજ જ્ઞાન જીવાત્મા ને,
કરાવે અનુભૂતિ આનંદ ની..
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ.....
👉 રચના નંબર - ૨
હા તું એજ છે....
માં કહે ," બેટા, જે જે કર"
બચપણ થી, હું કરતી આવી..
પ્રણામ કરી ને, રીઝવું,
કરૂં રોજ કાલાવાલા,
મારો ઇશ્વર,, હા તું એજ છે
જીવન સંગ્રામે ડગ માંડતા,
આવે ઘણી તકલીફ..
શ્રદ્ધા રાખી કરૂં પ્રાર્થના,
ટળે આધિ અને વ્યાધિ..
પારિવારિક વહેવાર નિભાવતી,
કર્મ કરી ને ફરજ બજાવતી..
ડગલે પગલે, સ્મરણ કરૂં,
દિવસ રાત ના જોઉં..
અંતે..
અંતરથી મળતો ઉત્તર,
હોય મંદિર ,,,, કે ,,,, ગિરજાઘર
હોય લીલી વનરાજી..
નદી સરોવર ને જડ ચેતન..
સૌમાં ,,,,,,,,,,,,છે તું વ્યાપ્ત..
નોબત વાગે દસે દિશા માં
વ્યાપ્ત છે તું સૌમાં..
અંતર થી આવ્યો અવાજ,
વિશ્વાસ મારો સત્ય છે એ,
રાખું હું સદાયે..
"હા તું એજ છે"..
તું એજ છે,
તું એજ મારો ઇશ્વર છે...
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ...
👉 રચના નંબર - ૩
ઝરૂખો...
આજે જ થઇ છું ,,
હું નિવૃત્ત,, મેં તો,,
મનભરીને દીઠું આજે,,
મારૂં ......નાનુ શુ ખોરડું ..
હોંશે ....હોંશે દીઠો,,મેં તો,
ઝરૂખો મારા ખોરડા નો
વાનપ્રસ્થે પહોંચી ને,,મેં
વિચાર્યું કંઇક અલૌકિક,,
જવાબદારી સઘળી થઇ પૂરી,,
હવે તો જીવવું છે આતમ સાથે..
ઝરૂખડે બેસીને મારે ,,
જોવી છે પ્રભાત..
સોનેરી કિરણો એના..
જોવી છે શીતળ, સાંજ મારે,,
મારા ઝરૂખડે ..... બેસીને..
ચંદ્ર સાથે ખેલ કરૂં ,
લાડ કરૂં જાતને,
મનના શમણાં ને,
મન ભરી માણી
શાંતિ માણું હું,,ઝરૂખડે..
ભજન તારું કરતા કરતા,,
એકાકાર થવું છે ...
જીવવું છે ઇશ મય થઇને...
હવે તો,,,,,,,
મન ભરીને,,,,,,નાચું..
હું તો....
મન ભરીને,,,,,,ગાઉં..
બસ....
ઝરૂખો મારૂં વૃંદાવન...
દક્ષા ઠાકર, 'દક્ષુ'
અમદાવાદ...
👉 રચના નંબર - ૪
અહર્નિશ
એકાકી મન,
અહર્નિશ કહે એકાંતે..
આંખો બંધ કરી ત્યાં તો,
લાગી ગઇ સમાધિ..
અહર્નિશ જોતી હું,
આકાર ઇશ્વર નો..
નિરાકાર રહી નિમિત્ત,
બની આવે તું..
હર સવાલ નો જવાબ,
મળતો તુર્તજ મુને..
'અહર્નિશ' છે તું મુજ મહીં
બસ, હવે પામવું કંઇ નથી,
અહર્નિશ રહું ઇશ સંગ..
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ....




Comments
Post a Comment