:::: છેલ્લે છે :::: ✍️ કમલેશ . ઉપાધ્યાય.. મલ્હાર .. સાવરકુંડલા



તકદીર પણ ગજબ ના ખેલ ખેલે છે
ઘડીક સુખ , તો ઘડીક માં વિષાદ રેલે છે

          તકદીર પણ .......

એમણે જ હસી ને દિલ માં સ્થાન આપ્યુ તું
પાછા એના એજ આપણ ને કોરાણે મેલે છે

           તકદીર પણ .......

હરખ થી ઈશારો કરી એ પાસે બોલાવે
વળી એના એજ ધક્કો મારી પાછા ઠેલે છે

           તકદીર પણ ........

આ કોરોના વાયરસ છે કેવો કાળમુખો
વિશ્વ માં હજારો લોકો રોજ એથી ટેલે છે

           તકદીર પણ .......

જ્યાં જુઓ ત્યાં ભૈ , બસ લાંબી લાઈન લાગી છે
મલ્હાર રાખ નિરાંત તારો વારો છેલ્લે છે

          તકદીર પણ ......


કમલેશ . ઉપાધ્યાય .. મલ્હાર .. મલ્હાર

👉 રચના નંબર - ૨



તારી હથેળી મા
                      દેખે મને
        તો
સમજે કે પ્રેમ છે
મારે મન , મારા પર
ઈશ્વર ની કેટલી મીઠી 
       રહેમ છે

      તારી હથેળી મા ......

તારી હથેળી ને, ફુલ શી આંગળી
સ્પર્શે મને પછી
આ કથીર શી કાયા
પણ હેમ છે

    તારી હથેળી મા .......

તારી હથેળી નો
         હોય જો છાંયડો
પછી દુનિયા કે સુરજ ના
તાપ ની શું દેન છે ... ?

      તારી હથેળી મા .......

મરતી વેળાએ , 
      હોય મારૂં મસ્તક
તારી હથેળી પર
      મલ્હાર ની બસ 
એટલી નેમ છે

   તારી હથેળી મા
   દેખે મને તો સમજે કે
                પ્રેમ છે

કમલેશ.ઉપાધ્યાય .. મલ્હાર . સાવરકુંડલા

👉 રચના નંબર - 3

::::  ( પનિહારી )  :::: 



એ પનિહારી , ઓ પનિહારી
સાંભળ ને તું ઓ પનિહારી
રૂડુ લાગે બેડુ તારા માથે
હું ગયો છું તારા પર વારી

           ઓ પનિહારી ......

તરસ લાગી તારા પ્રેમ ની
પીવરાવ તું હેત નું વારિ
કુવા કાંઠે આવે છે તું મોડી
કેટલી રાહ જોવ છું તારી

         ઓ પનિહારી ........

મોડી આવે એમ કહ્યું એમા
શીદ ને થા મારા પર ખારી ...?
લાવ ઉંચકી લવ હું બેડું
તને લાગતું હશે એ ભારી

          ઓ પનિહારી .......

આવીશ તને હું મળવા ને
રાખજે ખુલ્લી ઘર ની બારી
ચાહે મલ્હાર તને કેટલું
કહું ..? હું તારો ને તું છો મારી

         ઓ પનિહારી .......

કમલેશ . ઉપાધ્યાય..
મલ્હાર .. સાવરકુંડલા

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .