શિર્ષક :- દેવો ના દેવ મહાદેવ ✍️ -જાની સોનલ"અવની"...અમદાવાદ
મન કેરા વણાંકોને પાર લગાવે મારા મહાદેવ
શ્રાવણ કેરા માસે પધારે મારા મહાદેવ
મન થી અેકદમ ભોળા મારા મહાદેવ
જો બગડે તો ત્રીજુ નેત્ર ખોલે મારા મહાદેવ
મન કેરી અવિરત આશા મારા મહાદેવ
જેના પર પુરો હોય વિશ્વાસ એ મારા મહાદેવ
ભેદ ભાવ રાખે નહી દેવ અને રાક્ષસો મા
એવા ઉદાર હ્દય વાળા મારા મહાદેવ
ભોળા ની ભક્તિ મા રહેતા લીન સૌ ભક્ત જન
દેવોના એ દેવ પણ મારા મહાદેવ
- જાની સોનલ"અવની"
અમદાવાદ

Comments
Post a Comment