કૃષ્ણ ગીત... ✍️ મેઘ - મેધા પંડ્યા ગાંધીનગર.




શામળિયા તારી વાંસલડી ગાતી,
હરખે હૈયાં રમાડતી હોં... 
ભાન ભૂલી છે ગોપિયું તાનમાં,
વનમાં રાસ રમાડતી હોં... 

રાધા ગોતે છે એના કાનુડાને, 
વિયોગે રચી પળ-માળા હોં,
પ્રેમ ભરી છે સ્મૃતિઓ સઘળી,
રચે છે જીવન ગાથાઓ... 

જડે કૃષ્ણ જો, તમને મળે ને,
યાદ મારી પણ અપાવજો હોં,
વાટલડી નિરખે નિત્ય સમયે,
આશ મિલનની રાખી હોં... 

ભજે છે મીરાં કૃષ્ણને મનમાં,
તારો રહે મને સાથ હોં,
બીજું કશું ના માંગવું મારે,
ઉત્તમ માર્ગ પામવો હોં...

નરસૈંયાનો સ્વામી પ્યારો,
પામે ભક્તિ અખંડ હોં... 
કુળ ઉગારે, જનમ સુધારે,
પામે વૈકુંઠ ધામ હોં...

કૃષ્ણ નામ જપિયા કરો ને,
હરિ ના ગુણલા ગાય જો,
ભવ સાગર તરે, શાંતિ પામે,
રહે નહી કોઈ ફિકર હોં...

મેઘ - મેધા પંડ્યા
ગાંધીનગર.

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .