પ્રાધાન્ય આપ્યું મિત્રને ✍️ લેખક - રાગીની શુકલ"રાગ" (મુંબઈ ,કાંદિવલી.)
.............................
પૃથ્વી પરનું એક દિવ્ય તત્વ,
જાણે વિશેષ કદાચ.
તારા ને મારા સંબધો મિત્રતાનાં
તો.....
ના તૂટે કદી...
અને એના અધરો પર
હું દુવા બની રહું.
સંબંધ બાંધ્યા મારી લાગણીનાં મિત્ર.
ને મેં એને પ્રાધાન્ય આપ્યું.
દિલ તો બન્ને નું સરખું .
તારા પ્રેમની બાહેાની ઘટા બની ખુશ્બુ .
તારી નશે નશનો નશો બનયો મિત્ર.
તેમને પણ આપ્યું પ્રાધાન્ય હર હમેંશ મિત્ર ને..
વિશ્વાસ આવ્યો..
અકબંધ લાગણીઓ..
બની અગ્રિમતા માં મારી મિત્રતાને
ને લાગણીએ ના મેળા બંધાયા,
ને પાંપણો પર પાળ ના બંધાય .
આ લાગણીઓનાં વ્યવહાર માં..
રચાયા ખેલ કેટલા ?
માત્ર તનના સંબંધોની ..
જિંદગી નથી જીવાતી..
હર એક વસ્તુમાં. પ્રાધાન્ય આપવું પડે મિત્ર તને.
જિંદગી જીવવા મનનાં સંબંધો કામ આવે છે.
જોડાયા સંબંધો..
સાથે કામ નિભાવવાનાં
પ્રેમ થી મિત્ર.
રાગીની શુકલ"રાગ"
(મુંબઈ ,કાંદિવલી.)

Comments
Post a Comment