પડછાયો.... ✍️ દક્ષા ઠાકર,, 'દક્ષુ' અમદાવાદ... ✍️
માનવ દેહ ધરીને,,
જનમ લીધો ધરતી પર..
આ દેહ નો અટકચાળો,
કહેવાયો એ પડછાયો....
પશુ ...... પંખી ..... પ્રાણી
જળચર....અને.... સ્થળચર
હરિયાળી ..વનરાજી ..
લીલા છમ ..વૃક્ષો ને વેલા..
પડછાયા મેં સૌના દીઠા,,
સઘળા આ પડછાયા,
પ્રકાશ ને આધીન,
સૂર્ય ચંદ્ર પ્રકાશે વ્યોમે..
સવારે,, બપોરે ને સાંજે,
બદલતો... સૂર્ય દીશા,
નાના મોટા થાતા,,
સૌના પડછાયા કાળા..
પ્રકાશ વીણ પડછાયા ની,
કોઈ હસ્તી ના આ જગતે..
ફક્ત સ્વરૂપ , શરીર છેઆ ,
છે પ્રકાશ.. 'આતમ' મારો.....
દક્ષા ઠાકર, 'દક્ષુ'
અમદાવાદ...
👉 રચના નંબર - ૨
ઓન લાઇન....
યુગ આખો બદલાઇ ગયો,,
બની ગયો છે..ડીજીટલ યુગ..
યુવા પેઢી અને જૂની પેઢીનું
અંતર ભારે વધતું ગયું..
ઓન લાઇન દુનિયામાં આજે
બદલાઇ ગયું છે સઘળું..
ખરીદવું..વેચવું..જોવું..જાણવું,,
જોઇ લો, બધું ઓનલાઇન..
કોરોનાના કહર ની વચ્ચે,,
સ્કૂલો હજીયે બંધ છે..
શિક્ષણ આજે શરૂ થયું છે,,
ઓન લાઈન
પણ ધાંધિયા થાય છે નેટ ના..
વિદ્યાર્થી ને આદત નથી,
ઓન લાઇન ભણવાની..
આતો છે પ્રશ્ન સળગતો.
શિક્ષક અને વિદ્યાર્થીઓનો..
મધ્યમ અને નિમ્ન વિદ્યાર્થી માટે..
સ્તંભ સમો છે શિક્ષક..
ઓન લાઇન ભણતર ને માટે
બની પ્રેરણા રૂપ
એણે
કસવી પડશે કમર
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ...
👉 રચના નંબર - ૩
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે રચના...🖋️ ગુરુ દેવ તમારી મહિમા ગાવા શબ્દો ઓછા પડતા ✍️ દક્ષા ઠાકર,, 'દક્ષુ' અમદાવાદ... ✍️
ગુરુ દેવ તમારી
મહિમા ગાવા શબ્દો ઓછા પડતા
શબ્દ આપનો બન્યો,
ગુરૂ વાણી મુજ ને માટે..
શીખવ્યું સઘળું,ગુરૂદેવ તમે,
કાબીલ બનાવી મુજ ને..
રાગ..દ્વેષ..વેર..ઝેર..તણા,
દ્વૈતને ..ઓળખાવ્યા તમે..
ગુરૂદેવ ના સાનિધ્ય થકી,
નિરાકરણ પ્રશ્નો ના થાતાં..
હ્રદય માં ઇશ્વર ની શ્રદ્ધા,
ત્યાગ ભાવના વિચારોમાં..
બંને હાથે કરૂં સત્ કર્મ,
થાયે શુદ્ધ અંતઃકરણ..
આ સઘળું,ગુરૂદેવ,
હું તવ કૃપા થી પામી..🙏
માનવી ને બંધન,મનનું છે સર્જન,,
વિવેક બુદ્ધિ જાગૃત કરી..
આપે, મુકત કરી મુજ ને,
મનનાં બંધનમાં થી,અને,
ઓળખાવ્યું છે નિજ સ્વરૂપ..
ગુરૂવાણી તો,
ખળખળવહેતી ગંગા,
હુ અંજલિ શું આપું!
ગુરૂદેવ નો મહિમા અપરંપાર
વંદન કરૂં છું વારંવાર
દક્ષા ઠાકર,, 'દક્ષુ'
અમદાવાદ...



Comments
Post a Comment