આંખ ✍️ પારૂલ ત્રિવેદી ✍️ હિંમતનગર)
જ્યાં વરસે ગંગ ધારા ,
પ્રકાશમય તેજોપુ઼ંજની.....!
એ આત્મારૂપી આંખોથી,
આંખોના પ્રકાશપુંજને મારે
જોવો છે......!
ક્યાંક વરસતી આ આંખોથી,
દયા,પ્રેમ,કરૂણા....!
તો ક્યાંક વરસતી આ આંખોથી,
તિરસ્કાર,નફરત, ધૃણા.....!
બસ,હવે આ ગુણ-નિર્ગુણથી ,
નિર્લેપ એ આંખોના પ્રકાશપુંજ
ને મારે જોવો છે....!
સ્વાથૅ તણા પ્રલોભનો ,
જોયા ઘણા આ દુનિયામાં....!
જાણે અધૂરા ઘડા ,
છલકાતા આ દુનિયામાં....!
જીવી જાણ્યા એ આંખોથી,
સંત સુરદાસજી કવિવર....!
નિહાળી રહ્યા એ નિજઆત્માના,
પ્રકાશમય તેજોપુંજને,
ને માણી રહ્યા આનંદ,
સદા નિજઆત્માનંદે......!
હે પ્રભુ!કૃપા થકી તારી ,
એ આંખોથી આંખોના,
પ્રકાશપુંજને મારે જોવો છે.
પારૂલ ત્રિવેદી ✍🏻
(હિંમતનગર)

Comments
Post a Comment