ગઝલ :- ઠારું કાં? ✍️ દિક્ષિતા શાહ - "દિવ"
છે અગન શ્વાસમાં તો હું એ ઠારું કાં?
છે પ્રગટ આ દીવો ફૂંક હું મારું કાં?
ભેદ નકરા દટાયા કરે હાથ માં,
તારું હોવાનું એમાં પછી ધારું કાં?
સાવ ખાલી જ દરિયો હવે તટ ઉપર,
એ હતાશા ઉપર આંસુઓ સારું કાં?
મીઠડી યાદના ઝાંઝવે થી ઉઠ્યું,
ફીણ માં આવ-જા કરતું જળ ખારું કાં?
હૈયું ને હામ મૂક્યાં હવે દાવ માં,
છે "તું"બાકી અને એ "તું" ને હારું કાં?
દિક્ષિતા શાહ
"દિવ ".
ગા લ ગા ૪
મુત્તદારિક છંદ.

Comments
Post a Comment