તા:-૨૩/૦૭/૨૦૨૦ :- વિભાગ..બાળગીત :- શિર્ષક :- મારે જુનાગઢ નુ ઝુ જોવુ છે ✍️ જાની સોનલ , અમદાવાદ
જોવુ છે ભાઈ જોવુ છે
મારે જુનાગઢ નુ ઞુ જોવુ છે
જોવો છે જોવો છે મારે
કુદા કુદ કરતો વાંદરો જોવો છે,
જોવો છે જોવો છે પેલો
ટપકી વાળો દીપડો જોવો છે,
જોવો છે જોવો છે મારે
ગર્જના કરતો સાવજ જોવો છે,
જોવા છે જોવા છે મારે
સુંદર શીંગ વાળા હરણા જોવા છે,
જોવા છે જોવા છે મારે
ચટ્ટાપટ્ટા વાળા જીરાફભાઈ જોવા છે,
જોવી છે મારે જોવી છે પેલી
પાણીમાં પડેલી મગર જોવી છે,
જોવુ છે ભાઈ જોવુ છે મારે
રુછડા વાળુ રીછડુ જોવુ છે,
જોવી છે ભાઈ જોવી છે મારે
કાટાવાળી શેઢણ જોવી છે,
જોવુ છે મારે જોવુ છે ત્યાનું
રંગબીરંગી પક્ષી ઘર જોવુ છે,
જોવુ છે મારે જોવુ છે ત્યાનું
સુંદર માછલી ઘર જોવુ છે,
જોવુ છે ભાઈ જોવુ છે મારે
અલગ અલગ સાપોનુ ઘર જોવુ છે,
જોવા છે મારે જોવા છે ત્યાના
આકર્ષીત સાબર જોવા છે,
જોવો છે મારે જોવો છે પેલો
પાંજરે પુરેલો સફેદ મોરલો જોવો છે,
જોવુ છે મારે જોવુ છે ભાઈ
સક્કરબાગ કેરુ મ્યુઞીયમ જોવુ છે,
રમવુ છે મારે રમવુ છે ત્યાના
હરિયાળા બાગમાં રમવુ છે,
જોવુ છે મારે જોવુ છે ત્યાનુ
સફારી બાગ મારે જોવુ છે,
જાણીને સૌને કહેવુ છે ભાઈ આ
પ્રાચીન પ્રાણી સંગ્રહાલય વિશે કહેવુ છે
જોવુ છે ભાઈ જોવુ છે મારે
જુનાગઢ કેરુ આ ઞુ જોવુ છે
-જાની સોનલ"અવની"
અમદાવાદ
👉 ખાસ નોંધ..આ રચના માં કોઈપણ ફેરફાર કરવા નહી... કરનાર સામે કાયદેસર ના પગલાં લેવામા આવશે લેખકશ્રી તરફથી .
👉 અમે ફકત રચના પ્રકાશિત કરી છે કોઈપણ કાર્યવાહી માટે લેખક જવાબદાર રહેશે .








Comments
Post a Comment